Home /News /lifestyle /Execises to Control Diabetes: ટ્રાઈસેપ્સ એક્સટેન્શન ડાયબીટિઝને કંટ્રોલ કરી શકે છે, આ કસરત પણ ખૂબ જ ફાયદાકારક

Execises to Control Diabetes: ટ્રાઈસેપ્સ એક્સટેન્શન ડાયબીટિઝને કંટ્રોલ કરી શકે છે, આ કસરત પણ ખૂબ જ ફાયદાકારક

આ કસરતથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે - ફાઇલ તસવીર

Execises to control Diabetes - વરસાદના કારણે બહાર જઈને ચાલવાનું અને કસરત જેવી પ્રવૃતિઓ બંધ થઈ જાય છે, જેના કારણે શરીરનું બલ્ડ સુગર લેવલ વધવા માંડે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે માત્ર હેલ્થી ડાયટ જ નહિ પરંતુ કસરત પણ મહત્વ ભૂમિકા નિભાવે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ડાયબીટિઝ એક એવી બિમારી છે, જે ધીમે ધીમે શરીરને નબળું બનાવી દે છે. ભારતમાં ડાયબીટિઝના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને, ચોમાસાની ઋતુમાં ડાયબીટિઝના દર્દીઓમાં હેરાનગતિનો વધારો જોવા મળે છે. વરસાદના કારણે બહાર જઈને ચાલવાનું અને કસરત જેવી પ્રવૃતિઓ બંધ થઈ જાય છે, જેના કારણે શરીરનું બલ્ડ સુગર લેવલ વધવા માંડે છે. ડાયબીટિઝ કંટ્રોલ કરવા માટે માત્ર હેલ્થી ડાયટ જ નહિ પરંતુ કસરત પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. સુગર લેવલ કંટ્રોલ કરવા માટે ટ્રાઈસેપ્સ એક્સટેન્શન કસરત ઘણી લાભદાયક છે. આ એક વેઇટ કસરત અપર બોડીના વજનને ઓછો કરવામાં મદદરૂપ બને છે. આવો જાણીએ ટ્રાઈસેપ્સ એક્શટેન્સન સિવાય અન્ય કઈ કસરત ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

    સ્ટેન્ડિંગ બાઈસેપ્સ કર્લ


    વેબ એમડીના જણાવ્યા અનુસાર, ડાયબીટિઝને કંટ્રોલ કરવામાં હેલ્થી ડાયટ સિવાય કસરત પણ મહત્વપૂર્ણ છે. સુગર લેવલને કંટ્રોલ કરવા માટે વેઈટની સાથે સાથે કસરત પણ કરવી જોઈએ. ટ્રાઈસેપ્સ એક્સટેન્શન સાથે જો સ્ટેન્ડિંગ બાઈસેપ્સ કર્લ કરવામાં આવે તો શરીર વધુ મજબૂત બનાવી શકાય છે. આ કસરત કરવા માટે એક હાથમાં વેઈટ એટલે ડમ્બેલ પકડી લો અને બીજો હાથ પગ પર રાખતાં સીધા જ ઊભા થઈ જાઓ. ડમ્બેલને ઉઠાવતા સમયે બાઈસેપ્સને અંદરની તરફ ખેંચો, પછી કોણીથી હાથને વાળીને ખભાની ઉપરની તરફ લઈ જાઓ. આ કસરતને 15થી 20 વાર એક હાથથી કરો, પછી બીજા હાથે પણ આ જ પ્રકારે કરો.

    પ્લેન્ક એક્સરસાઈઝ


    પ્લેન્ક એક્સરસાઈઝ સંપૂર્ણ શરીર પર અસર કરે છે. આ શરીરના મુખ્ય સ્નાયુઓને ટોન કરવામાં મદદ કરે છે, સાથે જ બલ્ડ સુગર લેવલને વધતું અટકાવે છે. આ કસરત કરવા માટે પેટ પર સૂઈ જાઓ અને હથેળીઓ તથા પંજાની તાકાતથી શરીરને ઉપરની તરફ ઉઠાવો. આમ કરવામાં જો હેરાનગતિ થાય તો હથેળીઓની જગ્યાએ કોણીની મદદથી શરીરને ઉઠાવવાનો પ્રયાસ કરો. આ કસરતી કરતા સમયે પેટ, સાથળનો ભાગ અને પીઠના સ્નાયુઓને કડક રાખો. આ સ્થિતિમાં 15થી 20 સેકન્ડ સુધી રહો અને પછી જમીન પર સૂઈ જાઓ. આ કસરતને 4થી 5 વાર રિપીટ કરી શકાય છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Diabetes care, Diabetics, Health Benefits

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन