ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ

દિવાળીના 2 દિવસ પહેલાં ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે.

દિવાળીના 2 દિવસ પહેલાં ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે.

 • Share this:
  દિવાળી પર લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધન-સંપત્તિ અને શાંતિ માટે માં લક્ષ્મી અને શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળીના 2 દિવસ પહેલાં ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ જ શુભ ગણાય છે. આવો આપને જણાવીએ કે ધનતેરસના દિવસે કઈ કઈ ચીજોની ખરીદી કરવી શુભ ગણાય છે... ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો

  વાસણ
  ધનતેરસના દિવસે વાસણની ખરીદી કરવી શુભ ગણાય છે. તે સમયે પીત્તળની ધાતુથી બનેલું વાસણ અવશ્ય ખરીદો. આ પાછળ માન્યતા છે કે જ્યારે ભગવાન ધનવંતરી પ્રકટ થયા, તો તેઓ એક પાત્રમાં અમૃત લઈને આવ્યા હતા. આ કારણે આ દિવસે વાસણની ખરીદી કરવી શુભ ગણાય છે.

  ચાંદી
  ધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે સિક્કા ખરીદી શકો છો. તેનાથી ઘરમાં યશ, કીર્તિ, એશ્વર્ય અને સંપદામાં વધારે થાય છે.

  કોડી
  સમુદ્ર મંથન દરમિયાન જ્યારે લક્ષ્મીજી પ્રકટ થયા હતા, તો તેમની સાથે કોડી પણ આવી હતી. કોડી લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય હોય છે. ધનતેરસના દિવસે કોડીઓ ખરીદીને તમે કબાટમાં રાખી શકો છો. કોડી રાખવાથી ધનની હાનિ નથી થતી.

  ધાણાં
  ધનતેરસના દિવસે ધાણાં ખરીદવા શુભ મનાય છે. ધનતેરસના દિવસે ધાણાંના બીજ ખરીદીને દિવાળીના દિવસે ઉગાડો. આમ કરવાથી ધનનું નુક્સાન નથી થતું. સાથે જ આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળે છે.

  દિવાળી પૂજનનો સામાન
  ધનતેરસના દિવસે જ દિવાળીના મહાપર્વની શરૂઆત થાય છે. દિવાળી સંબંધિત ખરીદી પણ આ જ દિવસે કરવામાં આવે છે. લક્ષ્મી-ગણેસની મૂર્તિ, પૂજાપો અને માટીના દીવા ધનતેરસના દિવસે જ કરીદી લેવા જોઈએ.

  આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

  આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

  આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

  આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

  આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર

  આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો
  Published by:Bansari Shah
  First published: