ઢાબા જેવા "દાળ-ઢોકળી" બનાવવા રાખો આટલું ધ્યાન

 • Share this:
  દાળ ઢોકળીઃ

  સામગ્રી

  દાળ બનાવવા માટે:

  1 1/2 કપ બાફીને પીસેલી તુવેર દાળ
  2 ટમેટા સમારેલા
  1/2 કપ બાફેલી સિંગ
  1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ
  1 ટે.સ્પૂન ગોળ
  1 ટે.સ્પૂન આંમલીનો પલ્પ
  1 ટી.સ્પૂન લાલ મરચાનો પાવડર
  2 લીલા મરચા
  લીમડાના પાન
  1 ટી.સ્પૂન ગરમ મસાલો
  1 ટે.સ્પૂન કોથમીર
  મીઠું સ્વાદ અનુસાર
  2 ટે.સ્પૂન તેલ
  1 ટી.સ્પૂન રાય-જીરુના દાણા
  1/4 ટી.સ્પન હીંગ
  1/4 ટી.સ્પૂન હળદર

  ઢોકળી બનાવવા માટે:

  1 1/2 કપ આખા ઘઉંનો લોટ
  1/2 કપ બેસન
  મીઠું સ્વાદ અનુસાર
  1 ટે.સ્પૂન ધાણા જીરુ પાવડર
  ચપટી હીંગ
  1 ટીસ્પૂન હળદર
  2 ટે.સ્પૂન તેલ
  1/2 ટી.સ્પૂન લાલ મરચું
  પાણી

  રીત:

  એક કઢાઈમાં તેલ ગરમ કરો.તેમાં રાય જીરુ ઉમેરીને તેને તતળવા દો.તેમાં હીંગ, હળદર, લાલ મરચાનો પાવડર અને પીસેલી દાળ ઉમેરીને 1 મિનીટ કૂક થવા દો. પછી તેમાં પાણી,મીઠું, ગરમ મસાલો, આદુ, લીલા મરચા, લીમડાના પાન, ટમેટા, ગોળ, આંમલીનો પલ્પ અને બાફેલી સિંગ ઉમેરો.હવે દાળને મધ્યમ આંચ પર ઉકળવા દો. પછી બાંધેલા કણકમાંથી ગોળ પાતળી રોટલી વણો અને તેને તવા પર તેલ વગર અધકચરી શેકી લો.આ દરેક રોટલીને નાના ચોરસ ટુકડામાં કાપી લો અને તેને ઉકળતી દાળમાં ઉમેરો. 5 મિનીટ સુધી ઉકળવા દો. પછી લીલા ધાણાથી ગાર્નિશ કરી દેશી ઘી અને કાપેલી ડુંગળી સાથે સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: