ઢાબા સ્ટાઈલ પંજાબી આલુ-કાંદા પરાઠા બનાવવા માટેની રીત

News18 Gujarati
Updated: July 21, 2019, 3:19 PM IST
ઢાબા સ્ટાઈલ પંજાબી આલુ-કાંદા પરાઠા બનાવવા માટેની રીત

  • Share this:
આલુ પરાઠાને નાસ્તામાં પણ લઇ શકાય છે અને જમવામાં એટલો જ ટેસ્ટી લાગે છે. તો ચાલો જાણી લો, ઢાબા સ્ટાઈલ પંજાબી આલુ-કાંદા પરાઠા બનાવવા માટેની રીત
પંજાબી આલુ પરાઠા બનાવવા માટેની સામગ્રી :-

બટેટા - નંગ

ડુંગળી - 2 નંગ
ઘઉંનો લોટ - 2 કપ
લીલા મરચા - 2 નંગકોથમીર - 1 કપ
તેલ - જરૂર મુજબ
મીઠું - સ્વાદાનુસાર
ધાણાજીરું પાઉડર - 2 ચમચી
હળદર - 1/4 ચમચી
ચાટ મસાલો - 1/2 ચમચી
લાલ મરચું - 1 ચમચી

પંજાબી આલુ પરાઠા બનાવવા માટેની રીત :-
સૌ પ્રથમ બટેટાને કુકરમાં ઓછું પાણી નાખી તેને અધકચરા બાફી લો. પછી ડુંગળી, લીલામરચા અને કોથમીર ઝીણી સમારી લો. પછી બાફેલા બટાકાનો માવો કરી, તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચા, કોથમીર, હળદર, મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, ધાણાજીરું પાઉડર અને ચાટ મસાલો ઉમેરી મસાલો તૈયાર કરી લો

ત્યારબાદ ઘઉંના લોટમાંથી કણક બાંધી લો. આ રોટલીના લોટમાંથી બે રોટલી વણી લઈ તેમાંથી એક રોટલી લઇ તેની ઉપર બટાકાનો મસાલો પાથરી, તેની પર બીજી રોટલી રાખી નીચેની રોટલીની કિનારી સાથે આ રોટલીની કિનારી ફોલ્ડ કરી લો. અને પછી હળવા હાથે આ પરાઠાને વણી લો. આ રીતે બધા પરાઠા વણી લો. પછી એક તવાને ગરમ કરી, પરાઠાને બંને બાજુથી શેકી લો. થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. આ ગરમા ગરમ પરાઠા ઉપર બટર લગાવીને ખાશો તો તેનો સ્વાદ પણ બમણો થઈ જાય છે. આ આલુ પરાઠાને નાસ્તામાં પણ લઇ શકાય છે અને જમવામાં એટલો જ ટેસ્ટી લાગે છે. આ પરાઠાને દહીં અને અથાણાં સાથે સર્વ કરો.
First published: July 21, 2019
વધુ વાંચો
अगली ख़बर