Home /News /lifestyle /તહેવારોમાં વધારે પડતી મીઠાઇ ખાધા બાદ જરૂર કરો આ કામ, ગંભીર બીમારીઓ આસપાસ પણ નહીં ફરકે

તહેવારોમાં વધારે પડતી મીઠાઇ ખાધા બાદ જરૂર કરો આ કામ, ગંભીર બીમારીઓ આસપાસ પણ નહીં ફરકે

ડિટોક્સ

Detoxification tips : કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા મીઠાઈ ખાવાની પરંપરા વર્ષો જૂની છે. તહેવાર હોય તો મીઠાઈનો ઓવરડોઝ તો હોય જ છે. આ સ્થિતિમાં, શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે.

    Detoxification After Too Much Sweets: તહેવારોની સીઝન ચાલી રહી છે, અને મીઠાઈની વાત ન થાય, એ કેવી રીતે બની શકે. આપણા દેશમાં નાનામાં નાની ખુશીની વાત હોય, તો પણ એ ખુશી વ્યક્ત કરવા માટે સૌથી વધુ મીઠાઈઓ ખવાય છે અને ખવડાવવામાં આવે છે. તહેવારો ભલે પૂરા થઈ જાય, પરંતુ તે પછી પણ મીઠાઈ ખાવાનો સિલસિલો સતત ચાલુ રહે છે. મીઠાઈઓ ખાવાથી અને ખવડાવવાથી એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે, પરંતુ તે આપણા ડાયેટને સંપૂર્ણપણે બગાડી નાંખે છે. આવી સ્થિતિમાં, વધુ પડતી મીઠાઇ ખાધા પછી, શરીરને ડિટોક્સ કરવાની જરૂર છે, જેથી તે તેનાથી થતા નુકસાનથી પોતાને બચાવી શકાય. ચાલો જાણીએ કે આ કેવી રીતે કરવું.

    મીઠાઇ ખાધા પછી ડિટોક્સ શા માટે?


    બુલેટ પ્રૂફ ડોટ કોમના અનુસાર, વધુ પડતી મીઠાઇ ખાવાથી શરીરમાં કેલરીનું લેવલ કંટ્રોલ બહાર થઈ શકે છે. જે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ અને સ્થૂળતા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો લિમિટમાં મીઠાઈનું સેવન કરવામાં આવે તો આ બધી બીમારીઓથી પોતાનીજાતને બચાવી શકાય છે. તમે અઠવાડિયાના છ દિવસ ચરી પાળીને સાતમા દિવસે ચીટ ડે રાખી શકો છો.

    આ પણ વાંચો : World Heart Day 2022: નાની ઉંમરમાં લોકોને આવે છે હાર્ટ એટેક, હાર્ટની બીમારીઓથી બચવા પીવો આ જ્યૂસ

    કેવી રીતે કરવું ડીટોક્સ ?


    - જો તમે વધુ પડતી મીઠાઇ ખાધી હોય, તો તમે શરીરને ડિટોક્સ કરવા માટે હુંફાળા પાણી સાથે લીંબુનું સેવન કરી શકો છો. આ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

    - જો તમે તહેવારો કે અન્ય પ્રસંગોએ વધુ પડતી મીઠાઇ ખાધી હોય તો આદુ અને કાળા મરીની ચાનું સેવન કરી શકાય છે. આ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરી શકે છે.

    - તમારા ડાયેટમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓ જેમ કે ખીર, સલાડ, ગાજર, સ્પ્રાઉટ્સ, ગ્રીન વેજીટેબલ્સનો સમાવેશ કરો. આ બધી વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે.

    - શરીરને ડિટોક્સ કરવા માટે, આખા દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવો. તેનાથી એનર્જી પણ મળશે અને બોડી હાઇડ્રેટ પણ રહેશે.
    વધુ પડતી મીઠાઇ ખાધા પછી આમળા, સંતરા અને બીટનો જ્યુસ પીવો જેથી શરીરને ડિટોક્સિફાય કરી શકાય. આ ફાયદાકારક બની શકે છે.

    આ પણ વાંચો : શું દીપિકાને એરિથમિયા હાર્ટની બીમારી છે? આ લક્ષણો દેખાય તો થઇ જાવો એલર્ટ, જે હાર્ટ એટેકનો કરે છે ઇશારો

    આ રીત પણ અજમાવો


    વધારે પડતી મીઠાઈ ખાધા પછી ડિટોક્સિંગ ખૂબ મુશ્કેલ બની શકે છે. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો ધીમે-ધીમે તમારા ડાયેટમાં મીઠી વસ્તુઓ ઓછી કરો. તમારા ડાયેટમાં મીઠાઈઓને બદલે જાંબુ, સફરજન, દ્રાક્ષ જેવા ફળોનો સમાવેશ કરો. આ ફળો શરીરને ડિટોક્સ પણ કરશે અને ફાયદાકારક પણ રહેશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Eat Healthy, Food for health, Health care, Health care tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन