Home /News /lifestyle /

કિડનીની ગંદકીને દૂર કરશે આ ડિટોક્સ વોટર, અનેક બીમારીઓથી બચાવશે

કિડનીની ગંદકીને દૂર કરશે આ ડિટોક્સ વોટર, અનેક બીમારીઓથી બચાવશે

કિડનીની ગંદકીને દૂર કરશે આ ડિટોક્સ વોટર

Detox Drinks for Kidney: કિડનીની સારી કામગીરી માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. તે કિડનીને થતા નુકસાનને અટકાવે છે. જો કે, માત્ર પાણી તમારી કિડનીને ડિટોક્સીફાઈ નથી કરતું, પરંતુ આ માટે તમારે કેટલાક ડિટોક્સ ડ્રિંક્સનું પણ સેવન કરવું જોઈએ. તો આજે આ આર્ટીકલમાં અમે તમને એવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી કિડનીને ડિટોક્સ (Detox Drinks for Kidney) કરવામાં મદદ કરશે.

વધુ જુઓ ...
  કિડની (Kidney Health)એ વ્યક્તિના શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે ઘણા જરૂરી કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. દરરોજ કિડની લગભગ 180 લિટર લોહીની પ્રક્રિયા (Processing Blood) કરે છે, કચરો અને વધારાનું પાણી દૂર કરે છે, ઝેરને બહાર કાઢે છે, ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરે છે, હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને શારીરિક પ્રક્રિયાઓની કામગીરી જાળવે છે. સામાન્ય રીતે કિડનીને સ્વસ્થ રાખવા માટે સંતુલિત અને સ્વસ્થ આહાર (Healthy Food) અને સારી રીતે હાઇડ્રેટેડ રહેવું પૂરતું છે. કિડનીની સારી કામગીરી માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. તે કિડનીને થતા નુકસાનને અટકાવે છે. જો કે, માત્ર પાણી તમારી કિડનીને ડિટોક્સીફાઈ નથી કરતું, પરંતુ આ માટે તમારે કેટલાક ડિટોક્સ ડ્રિંક્સનું પણ સેવન કરવું જોઈએ. તો આજે આ આર્ટીકલમાં અમે તમને એવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી કિડનીને ડિટોક્સ (Detox Drinks for Kidney) કરવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ આ ડ્રિંક્સ વિશે.

  કોથમીર ડિટોક્સ વોટર


  મોટા ભાગે આપણે કોથમીરનો ઉપયોગ ભોજનમાં કરીએ છીએ, પણ તે કિડનીને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમે સૌપ્રથમ થોડી કોથમીર લો અને તેને સરખી રીતે ધોઈ લો. પછી તેના નાના-નાના ટુકડા કરી એક વાસણમાં મૂકો. તેને પાણીની મદદથી સારી રીતે સાફ કરો. હવે એક વાસણમાં સ્વચ્છ પાણી નાખી દસ મિનિટ ઉકાળો અને ઠંડુ થવા દો. તેને ગાળીને સ્વચ્છ બોટલમાં ભરીને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખો. દરરોજ એક ગ્લાસ પીવો. બે દિવસમાં તમે તમારામાં શરીરમા પરિવર્તન દેખાશે.

  આ પણ વાંચો: ડાયાબિટીસમાં મેથીના સેવન થશે અદ્ભુત લાભ, જાણો મેથીના ફાયદા અને ઉપયોગની રીત

  એપલ સાઈડર વિનેગર ડિટોક્સ


  એપલ સાઇડર વિનેગરમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને સાઇટ્રિક એસિડ કિડનીની પથરીને ઓગાળીને ઝેરી તત્વોને દૂર કરે છે. તેની મદદથી તમે ડિટોક્સ ડ્રિંક તૈયાર કરી શકો છો. આ માટે, તમે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી એપલ સાઈડર વિનેગર ઉમેરો. તમે દરરોજ આ ડિટોક્સ ડ્રિંક્સનું સેવન કરી શકો છો.

  દાડમનું ડિટોક્સ ડ્રિંક્સ


  દાડમ પોટેશિયમથી ભરપૂર છે અને તેથી તે કિડનીની પથરીને દૂર કરવામાં અસરકારક છે. પોટેશિયમ પેશાબની એસિડિટી ઘટાડે છે અને પથ્થરી થતી અટકાવે છે. ઉપરાંત, તેના સેવનથી કિડનીમાંથી ઝેર અને કચરો બહાર કાઢવામાં મદદ મળે છે. તેના માટે નિયમિત રીતે તાજા દાડમનો રસ કાઢો અને તેનું સેવન કરો.

  બીટનું ડિટોક્સ ડ્રિંક


  બીટના રસમાં બીટેઈન હોય છે, જે ખૂબ જ ફાયદાકારક ફાયટોકેમિકલ છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તે કિડનીમાંથી કેલ્શિયમ ફોસ્ફેટ અને સ્ટ્રુવાઇટ બિલ્ડઅપને સાફ કરવામાં મદદ કરી શકે છે. કિડનીને ડિટોક્સિફાય કરવાની સાથે તે કિડનીમાં પથરી થવાની શક્યતા પણ ઘટાડે છે.

  આ ડિટોક્સ ડ્રિંક બનાવવા માટે તમે જ્યુસરમાં બીટરૂટનો રસ કાઢી શકો છો. તમે તેમાં થોડું લીંબુ, આદુ અને કોથમીર અને ફુદીનો પણ ઉમેરી શકો છો. હવે આ જ્યુસ પીવો.

  આ પણ વાંચો: Health problems: તમને વધુ પડતો પરસેવો થાય છે? આ બીમારીનો હોય શકે સંકેત

  ક્રેનબેરીનું ડિટોક્સ ડ્રીંક


  ક્રેનબેરીનું જ્યુસ યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ) માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. વધુ પડતા કેલ્શિયમ ઓક્સાલેટની કિડનીને સાફ કરવા માટે ક્રેનબેરીનું જ્યુસ પણ ઉપયોગી છે. તમે તમારી કિડનીને ડિટોક્સ કરવા માટે ક્રેનબેરીની મદદથી ઘરે જ તાજું જ્યુસ કાઢી અને તેનું સેવન કરી શકો છો.

  તો હવે તમે પણ બનાવો આ ડિટોક્સ ડ્રિંક્સ અને તમારી કીડનીનું ધ્યાન રાખો.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन