Home /News /lifestyle /Destinations To Avoid In The Summer : આ છે ભારતના સૌથી સુંદર પર્યટન સ્થળ પરંતુ ગરમીઓમાં અહીનો પ્રવાસ ટાળવો વધુ સારું
Destinations To Avoid In The Summer : આ છે ભારતના સૌથી સુંદર પર્યટન સ્થળ પરંતુ ગરમીઓમાં અહીનો પ્રવાસ ટાળવો વધુ સારું
ઉનાળાની ગરમીમાં આ જગ્યા પર ફરવા જાઓ તો એક વાર જરૂર વિચારજો!
Destinations To Avoid In The Summer India: જો કે હાલ તો ઉનાળાની રજાઓ પુર્ણ થવાને આરે છે પરંતુ ગરમીઓ હજુ ખાતાં નથી થઈ. તેમ છતાં હજુ પણ ઘણા લોકો ફરવા જવાના પ્લાન બનાવી રહ્યા છે (Summer travel tips). અલબત્ત, લોકો રજાઓનો સંપૂર્ણ આનંદ માણવા માટે શ્રેષ્ઠ સ્થળોએ જવાનું પસંદ કરે છે, પરંતુ, દેશના અમુક સુંદર સ્થળોની મુલાકાત લેવાથી તમારી યાત્રા બગાડી શકે છે. હા, ખૂબ જ સુંદર અને પ્રખ્યાત હોવા છતાં, ઉનાળાની ઋતુમાં કેટલીક જગ્યાઓ પર જવાનું ટાળવું વધુ સારું છે. જાણો, ઉનાળાની ઋતુમાં દેશના કયા કયા પ્રખ્યાત પર્યટન સ્થળો છે, જ્યાં જવું તમારા માટે સુખદ પ્રવાસનો અનુભવ સાબિત નહીં થાય.
Goa ની ગરમીથી દૂર રહો: દરિયાને જોવાનું પસંદ કરતા લોકો માટે ગોવા તેમની પ્રથમ પસંદગી છે, પરંતુ આ સિઝનમાં ગોવામાં કાળઝાળ ગરમીએ વિનાશ વેર્યો છે. આવી સ્થિતિમાં જો તમને ગરમી બિલકુલ સહન ન થતી હોય તો ગોવાની ટ્રીપ પર ન જાવ.
Agra માં ગરમીનો પારો ઊંચકાયોઃ દેશની સૌથી સુંદર ધરોહરોમાંનો એક તાજમહેલ જોવાનું ઘણા લોકોનું સપનું હોય છે, પરંતુ ઉનાળામાં આગ્રાનું તાપમાન પણ ખૂબ જ વધી જાય છે. આવી સ્થિતિમાં તાજ (Taj Mahal) જોવા માટે થોડી રાહ જોવી જ યોગ્ય રહેશે. ઉનાળાની રજાઓમાં અહીં જવાનું પ્લાનિંગ સમજી વિચારીને કરવું જોઈએ.
Jaiselmer ની યાત્રા પર ન જાવઃ જેસલમેરને દેશનું 'ગોલ્ડન સિટી' કહેવામાં આવે છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ એકઠા થાય છે. જો કે, થાર રણની નજીક હોવાને કારણે, જેસલમેરનો પારો ઉનાળામાં 42-45 ડિગ્રીને પાર કરી જાય છે, તેથી ઉનાળામાં જેસલમેર જવું તમારા માટે ખોટો વિકલ્પ હોઈ શકે છે.
Chennai જવાનું ટાળોઃ તમિલનાડુની રાજધાની ચેન્નાઈ શહેરની સુંદરતા કોઈનાથી છુપાયેલી નથી, પરંતુ ગરમી વધવાની સાથે જ ચેન્નાઈના તાપમાનમાં પણ જોરદાર વધારો થવા લાગે છે. ઉનાળામાં ચેન્નાઈની ટ્રિપ પર જવું તમારા રજાના અનુભવને બગાડી શકે છે.
Amritsar ન જાવઃ પંજાબનું સુંદર શહેર અમૃતસર પણ ઉનાળાના પ્રકોપથી બચી શકતું નથી. આવી સ્થિતિમાં, જો તમે સુવર્ણ મંદિર (Golden Temple) ની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ઉનાળાની ઋતુમાં આ યાત્રાને રદ કરવી તમારા હિતમાં રહેશે.
Khajuraho ની મુલાકાત લેવાનો પ્લાન ન બનાવોઃ મધ્યપ્રદેશની પ્રખ્યાત ઐતિહાસિક ઈમારતોમાંથી એક ખુજરાહોનું મંદિર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે, પરંતુ વધતી ગરમી વચ્ચે ખુજરાહોના પથ્થરો પણ ગરમ થવા લાગે છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં ખુજરાહોની ફરવાને ટાળવાનો પ્રયાસ કરો. (અસ્વીકરણ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય ધારણાઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર