ખાંડની જગ્યાએ ખાવ દેશી ખાંડ, સ્વાસ્થ્યને થશે અનેક ફાયદાઓ

ખાંડની જગ્યાએ ખાવ દેશી ખાંડ, સ્વાસ્થ્યને થશે અનેક ફાયદાઓ

Health news- ખાંડનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય (Health) માટે હાનિકારક સાબિત થઇ શકે છે

  • Share this:
Desi Khand Benefits: ગળપણ વગર કોઇ પણ ખુશીની વાત અધુરી લાગે છે. આપણે રોજીંદા જીવનમાં ચા કોફીમાં ગળપણ માટે ખાંડ(Sugar)નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ખાંડનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય (Health) માટે હાનિકારક સાબિત થઇ શકે છે. પરંતુ ગળપણ વગર ચા કે કોફીનો સ્વાદ પણ સારો નથી લાગતો. આવી સ્થિતિમાં સ્વાદ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે દેશી ખાંડનો ઉપયોગ કરી શકાય છે. આજે ભલે મોટાભાગના લોકોના ઘરમાં ખાંડનો ઉપયોગ થવા લાગ્યો હોય, પરંતુ પહેલાના સમયમાં ઘરોમાં લોકો દેશી ખાંડનો જ ઉપોગ કરી મીઠાઇઓ બનાવતા હતા. તેનાથી પકવાનોની મીઠાસ પણ વધી જાય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

દેશી ખાંડ છે પોષકતત્વોથી ભરપૂર

દેશી ખાંડને ખોરાકમાં સામેલ કરીને તમે તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવવાની દિશામાં એક પગલું આગળ ભરી શકો છો. દેશી ખાંડ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. આમ તો તે ખાંડ પણ તેનાથી જ બને છે, પરંતુ તેને વધુ રિફાઇન કરવામાં આવે છે. એવામાં તેના પોષકતત્વો નાશ પામે છે. જ્યારે દેશી ખાંડમાં પોષક તત્વો જળવાઇ રહે છે અને તેમાં કોઇ પણ પ્રકારના કેમિકલ્સ પણ વાપરવામાં આવતા નથી. તેથી દેશી ખાંડ સ્વાસ્થ્ય વર્ધક છે અને ગળપણ જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. દેશી ખાંડમાં ખાંડ કરતા ગળપણ થોડું ઓછુ હોય છે. પરંતુ દેશી ખાંડ મિરલ્સ, કેલ્શિયમ, આયરન, ફાઇબર, મેગ્નેશિયમ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. એવામાં તેનાથી સ્વાસ્થ્યમાં ઘણા ફાયદાઓ થાય છે.

આ પણ વાંચો - 6 કપથી વધુ કોફી પીવાથી મગજને થાય છે અસર, વ્યક્તિની યાદશક્તિ 53 ટકા જેટલી ઘટી શકે: રિસર્ચ

-હાડકાઓ અને દાંતોના મજબૂતી માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે. તો દેશી ખાંડમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેથી તેના સેવનથી સાંધાના દુ:ખાવામાં આરામ મળે છે અને હાડકાઓ, દાંત મજબૂત બને છે.

-સારી પાચનક્રિયા માટે પણ દેશી ખાંડ ફાયદાકારક છે. દેશી ખાંડમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. તેથી જો તમે પણ પેટ સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો દેશી ખાંડ સારી પાચનશક્તિમાટે મદદરૂપ બની શકે છે.

-દેશી ખાંડ આયરનથી ભરપૂર હોય છે. એવામાં તેના સેવનથી એનીમિયાની ઉણપની સમસ્યા દૂર થાય છે. ખાંડ શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં મદદરૂપ બને છે. જેથી તેનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.
First published: