ખુશખબર! હવે આ દવાથી ડિપ્રેશનની સારવાર થશે વધુ સરળ

News18 Gujarati
Updated: October 30, 2019, 2:06 PM IST
ખુશખબર! હવે આ દવાથી ડિપ્રેશનની સારવાર થશે વધુ સરળ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ડિપ્રેશન (Depression) ના શિકાર લોકો માટે ખુશખબરી છે જો એન્ટી ડિપ્રેસેન્ટ દવાઓ (Anti Depressant Medicine) તમારી પર અસર નથી કરી રહી તો આ ખબર તમારા માટે છે. વૈજ્ઞાનિકોની એક શોધમાં જાણવા મળ્યું છે કે દર્દનિવારક (Painkiller Medicine) અને એન્ટી ઇલ્ફેમેટરી દવાઓથી પણ ડિપ્રેશનનો ઇલાજ સંભવ છે. ન્યૂરોલૉજી ન્યોરોસર્જરી એન્ડ સાઇક્યાટ્રી જનરલમાં છપાયેલી એક શોધ મુજબ વૈજ્ઞાનિકોએ એન્ટી ફ્લેમેટરી દવાઓને ડિપ્રેશનના લક્ષણો પર પડતા પ્રભાવ વિષે જણાવ્યું છે.

પત્રિકામાં 1600 થી વધુ દર્દીઓ પર 26 પ્રકારની શોધના પરિણામોનું નિષ્કર્ષ છાપવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે લોકો એન્ટી ઇલ્ફેમેટરી દવાઓનું સેવન કરે છે તેમનું ડિપ્રેશનથી બહાર આવવાની સંભાવના 79 ટકા વધુ છે. એન્ટી ઇંફ્લેમેટરી દવાઓમાં એસ્પીરિન, ઇબૂપ્રોફ્રેન, બ્લડ પ્રેશર માટે વપરાતી દવાઓનો ઉપયોગ થાય છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનની એક રિપોર્ટ મુજબ 2015-16ના ભારતીય રાષ્ટ્રીય મેટન્લ હેલ્થ સર્વેમાં વીસમાંથી એક ભારતીય માનસિક રોગથી જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. 2012માં 2.58 લાખ આત્મહત્યા નોંધવામાં આવી. જેમાં 15-49 ઉંમરના લોકોની વર્ગ સમૂહ મોટો હતો.

વળી સમગ્ર દુનિયાની વાત કરીએ તો 45 કરોડથી વધુ લોકોને કોઇને કોઇ પ્રકારની માનસિક અવસ્થાથી ઝઝૂમી રહ્યા છે. 2015 સુધી વિશ્વભરના 30 કરોડ લોકો ડિપ્રેશનથી પડાઇ રહ્યા હતા. આ શોધ કરનાર મુખ્ય પ્રોફેસર જાઉપિંગ તાંગ જણાવ્યું કે એન્ટી ફ્લેમેટરી દવાઓવ દર્દીઓમાં એન્ટીડિપ્રેસેન્ટનું કામ કરે છે. તાંગ ચીનના હાઉઝાંગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર છે. કેમ્બિઝ યુનિવર્સિટીના પ્રોફેસર બુલમોરે કહ્યું કે આ શોધથી અમે ડિપ્રેશનની વિરુદ્ધ લડાઇ લડવાની નવી રીત જાણવા મળી છે. તેવામાં એન્ટી ફ્લેમેટરીનો ઉપયોગ કરી શકાય છે. જો કે યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના પ્રોફેસર ડેવિડ કર્ટિસે કહ્યું કે આ શોઘ પાકા પાયે કંઇ નથી કહેતી. જેને જોતા એન્ટી ફ્લેમેટરી દવાઓ મદદગાર થશે તેવું માની ન શકાય.
First published: October 30, 2019, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading