ગરમીમાં પરસેવાની ગંધને દૂર કરવા માટે મોટાભાગના લોકો ગંધનાશક (ડિઓ) અથવા પરફ્યુમનો ઉપયોગ કરે છે. ડિઓડોરન્ટ્સ અથવા પરફ્યુમનો ઉપયોગ કરવાથી તમને ઘણી સમસ્યાઓ આવે છે. તમે ડીઓ અથવા પરફ્યુમના નુકસાન વિશે જાણીને આશ્ચર્ય પામશો. ડિઓ અથવા પરફ્યુમ શરીર માટે હાનિકારક છે.
ડિઓડોરન્ટ્સ અથવા પરફ્યુમ અનેક રાસાયણિક તત્વોથી બને છે, જે આપણા શરીર પર ખરાબ અસર કરે છે.
એવી રીતે, દરરોજ ડિઓડ્રન્ટ અને પરફ્યુમનો ઉપયોગ કરવો તમારુ આરોગ્ય અને ત્વચા બંને માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ડિઓડ્રન્ટ લગાવવાથી નુકસાન ડિઓ લગાવવાથી ચામડીને સૌથી વધુ નુકસાન થાય છે. પ્રોપલિન ગ્લાયકોલને કારણે, ચામડીમાં રેશિશ થવાનું શરૂ થાય છે. ડિઓમાં જોવા મળતી ન્યુરોટોક્સિન, કિડની અને યકૃત પર ખરાબ અસર થાય છે. શરીરમાં સારા અને ખરાબ બન્ને બેક્ટેરિયા હોય છે; સારા બેક્ટેરિયા ડિઓના ઉપયોગથી મૃત્યુ પામે છે. શરીરના ખરાબ તત્વો પરસેવા દ્વારા બહાર આવે છે પરંતુ ડિઓ લાગાવવાથી પરસેવાની ગ્રંથીઓ નબળી બની જાય છે અને રોગની શક્યતા વધુ બને છે. મોટાભાગના ડિઓડ્રન્સમાં પરાબેનના પદાર્થ જોવા મળે છે, જે સ્તન કેન્સરની શક્યતા વધારે છે. આ તત્વ અનેક બ્યુટી પ્રોડક્ટસમાં પણ જોવા મળે છે. ડિઓડ્રન્ટની અસર વ્યક્તિના મગજ પર પણ થાય છે, જેનાથી વ્યક્તિની યાદશક્તિમાં ઘટાડો થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર