ડેન્ગ્યુ (Dengue)ના કારણે દર વર્ષે દુનિયામાં લાખો લોકોના મૃત્યુ થાય છે. ડેન્ગ્યુના કેસો ખાસ કરીને ચોમાસુ (Monsoon)પૂરું થવાના સમયગાળામાં વધુ જોવા મળે છે. ડેન્ગ્યુએ એડીસ નામના મચ્છર(Mosquitoes) ના કરડવાથી થતો ગંભીર રોગ છે.
નવી દિલ્હી: ડેન્ગ્યુ (Dengue)ના કારણે દર વર્ષે દુનિયામાં લાખો લોકોના મૃત્યુ થાય છે. ડેન્ગ્યુના કેસો ખાસ કરીને ચોમાસુ (Monsoon)પૂરું થવાના સમયગાળામાં વધુ જોવા મળે છે. ડેન્ગ્યુએ એડીસ નામના મચ્છર(Mosquitoes) ના કરડવાથી થતો ગંભીર રોગ છે. દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી છે, તો હવે ડેન્ગ્યુના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. ડેન્ગ્યુ છેલ્લા કેટલાક વર્ષોથી અંકુશમાં હતો. પરંતુ આ વર્ષે તેના ઘણા કેસો વધી રહ્યા છે અને તેના ઘણા નવા વેરિએન્ટ મળી આવ્યા છે. જેના કારણે ડોક્ટરોએ સાવચેત રહેવાની સલાહ પણ આપી છે. દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસો ખૂબ વધતા (Cases of dengue are on the rise) કેન્દ્ર સરકારે પણ એલર્ટ જારી કર્યું છે.
આવી પરિસ્થિતિમાં ડોક્ટરોનું કહેવું છે કે, DENV-2 એ ડેન્ગ્યુ વાયરસનો નવો વેરિએન્ટ છે અને ડેન્ગ્યુનો આ નવો વેરિએન્ટ દેશના 11 રાજ્યોમાં જોવા મળી આવ્યો છે. જે તમારી ચિંતા વધારી શકે છે. કારણકે, COVID-19 ના અને ડેન્ગ્યુના લક્ષણોને અલગ પાડવાનું ખુબ મુશ્કેલ છે. ત્યારે આજે અહી અમે તમને ડેન્ગ્યુ વેરિએન્ટ સાથે જોડાયેલી માહિતી વિશે આપી છે.
ડેન્ગ્યુ વાયરસના D1, D2, D3 અને D4 એમ ચાર વેરિએન્ટ છે. ડેન્ગ્યુ વાયરસના લક્ષણો કોવિડ જેવા જ છે. જે તેને ખતરનાક બનાવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડેન્ગ્યુ જે લોકોને પહેલા થયો હોય તો તેઓને તેનો ફરીથી ચેપ લાગી શકે છે.
ડેન્ગ્યુનો નવો વેરિઅન્ટ DENV-2
ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ મહિનામાં મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સા સહિત 11 રાજ્યોમાં ડેન્ગ્યુના કેસમાં ખુબ જ વધારો થયો છે. આ સાથે કોવિડ -19ના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ, ડેન્ગ્યુ વાયરસના ચાર વેરિઅન્ટમાંથી DENV-2 અથવા સ્ટ્રેઇન D2ના કેસો વધુ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું છે કે, આ સ્ટ્રેન ખતરનાક છે અને તેનાથી મૃત્યુદર પણ વધી શકે છે. ડેન્ગ્યુના પ્રકોપના કારણે યુપીમાં ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે.
સ્ટ્રેન D2 ના કેસોમાં ગંભીરતા જોવા મળી રહી છે. જે ચિંતાનો વિષય છે. ઘણા કિસ્સાઓ એટલા ગંભીર બની ગયા છે કે, બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, આ મચ્છરજન્ય વાયરસના D2 સ્ટ્રેનને કારણે ઘણા મૃત્યુ પણ પામ્યા છે. જ્યારે મોટા ભાગે ડેન્ગ્યુ ગંભીર અથવા હળવા ફ્લૂ જેવી બીમારીનું કારણ બને છે. ડેન્ગ્યુના બધા સ્ટ્રેન માંથી D2 સ્ટ્રેન ગંભીર લક્ષણો સાથે સંકળાયેલ છે. જો તેની સમયસર સારવાર ન થાય તો તે મૃત્યુનું કારણ પણ થઇ શકે છે.
ડેન્ગ્યુ વાયરસ ચાર સ્વરૂપોમાં બદલાય છે
ડેન્ગ્યુ વાયરસએ D1, D2, D3 અને D4 એમ ચાર અલગ અલગ રૂપમાં બદલવા માટે ઓળખાય છે. DENV ચેપની લાક્ષણિકતાઓ કોવિડ જેવી છે, જે તેને ખતરનાક બનાવે છે. નિષ્ણાતો કહે છે કે, ડેન્ગ્યુ સ્ટ્રેનની હાજરીનો અર્થ એ છે કે જે લોકો પહેલાથી ડેન્ગ્યુ થયો હોય તેઓને ફરીથી થઇ શકે છે.
કોરોના વાયરસ હવામાં ખુબ જ ઝડપથી ફેલાય છે. જયારે ડેન્ગ્યુ એડીસ નામના મચ્છરોના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુનો નવો વેરિઅન્ટ DENV-2 ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે અને તે ખુબ જ ખતરનાક છે. DENV-2 કોઈ એવા વ્યક્તિ માટે વધુ ખતરનાક બની શકે છે જેને અગાઉ ડેન્ગ્યુ થયો હોય.
ડેન્ગ્યુ અને કોરોનાના લક્ષણો
ડેન્ગ્યુના લક્ષણોને નકારવા ન જોઈએ. કારણ કે, હાલમાં ફરી કોરોના(Covid-19)ના કેસો ખુબ જ વધી રહ્યા છે અને બંનેના લક્ષણો લગભગ સમાન સમાન છે. તેથી લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે. ડેન્ગ્યુના લક્ષણોમાં તાવ, ખુબ માથું દુ:ખવું, સાંધા અને સ્નાયુઓમાં દુ:ખાવો થવો, ઉબકા આવવા, પેટમાં દુ:ખાવો થવો અને ઝાડા થવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. જયારે કોરોનાના લક્ષણો દરેક લોકોને અલગ અલગ રીતે અસર કરી શકે છે. જેમાં તાવ, શરદી, ઉધરસ, શરદી, ગળામાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુ:ખાવો, થાક લાગવો અને અશક્તિ અનુભવવી જેવા લક્ષણો છે.
નિરીક્ષણ અને ટેસ્ટ દ્વારા બંને વચ્ચેનો તફાવત જાણી શકાય છે.
-જો તમને રેસ્પિરેટરી ટ્રેકટમાં સૂંઘવાની અને સ્વાદની ખોટ વર્તાતી હોય અથવા બળતરાના થતી હોય, તો તે કોવિડ -19નું લક્ષણ છે, ડેન્ગ્યુનું નહીં. -શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુ:ખાવો જેવી સમસ્યાઓ સામાન્ય ડેન્ગ્યુમાં થતી નથી. -ડેન્ગ્યુના લક્ષણો અશક્તિ અનુભવવી અથવા માથાના દુ:ખાવા સાથે શરૂ થાય છે. જો તમને કોરોના થયો હોય, તો તમને આ લક્ષણો હોય તે જરૂરી નથી.
આરોગ્ય નિષ્ણાતોના અનુસાર આ સમયે લોકોએ ડેન્ગ્યુથી બચવા માટે કાળજી રાખવાની જરૂર છે. ડેન્ગ્યુ મચ્છર દિવસ દરમિયાન વધુ કરડે છે. તેથી દરેક વ્યક્તિએ તેની કાળજી લેવી જોઈએ. ઘરની અંદર અને બહાર મચ્છર દૂર કરવાની દવા વાપરવી જોઈએ. ઘરમાં અથવા તેની આસપાસ પાણી એકઠું થતાં અટકાવવું જોઈએ. કોઈ પણ વાસણમાં પાણી ભરેલું હોય તો તેને હંમેશા ઢાંકીને રાખો. ફુલ સ્લીવ્ઝના કપડાં પહેરો. સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો અને તમારી આસપાસની જગ્યાઓ સાફ રાખો.
આરોગ્ય નિષ્ણાતોના અનુસાર ડેન્ગ્યુ સરળતાથી રોકી શકાય છે. જો સ્થિતિ ગંભીર બની જાય તો હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. પરંતુ જો લક્ષણોને સમયસર ઓળખવામાં આવે સારવાર આપીને સમયસર સ્વસ્થ થઈ જવાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર