ડેન્ગ્યુ-મલેરિયાથી (Dengue and malaria) સંક્રમિત વ્યક્તિમાં ઉલ્ટી, તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને ભૂખ ન લાગવા જેવા લક્ષણો દેખાય છે. એવામાં એક યોગ્ય અને પૌષ્ટિક આહાર (Healthy Food) અને પ્રવાહીઓનું (Liquid intake) સેવન કરવું ખૂબ જરૂરી છે, જેથી શરીરને આ સંક્રમણથી જલદી જ બહાર લાગી શકાય.
હેલ્થ ટિપ્સ: ચોમાસાની ઋતુ આવતા જ દેશભરમાં ડેન્ગ્યુ-મલેરિયાના રોગે (Dengue and malaria case) માજા મૂકી છે. દર વર્ષે આ બિમારી અનેક લોકોના જીવનનો ભોગ લે છે. તેનાથી સંક્રમિત વ્યક્તિમાં ઉલ્ટી, તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને ભૂખ ન લાગવા જેવા લક્ષણો દેખાય છે. એવામાં એક યોગ્ય અને પૌષ્ટિક આહાર (Healthy Food) અને પ્રવાહીઓનું (Liquid intake) સેવન કરવું ખૂબ જરૂરી છે, જેથી શરીરને આ સંક્રમણથી જલદી જ બહાર લાગી શકાય.
આ સિવાય ડેન્ગ્યુ સંક્રમણ દરમિયાન આરામ કરવાની પણ સલાહ આપવામાં આવે છે, તેનાથી પણ દર્દી જલદી જ સાજા થઇ જાય છે. ત્યારે સેલિબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ડેન્ગ્યુથી જલદી રીકવર થવા માટે અમુક ઉપાયો જણાવ્યા છે. તો આવો જાણી આ તમામ ઉપાયો વિશે.
એક ચમચી ગુલકંદનું સેવન- ગુલકંદ ડેંગ્યુ અને તેની સાથે જોડાયેલ અનેક સમસ્યાઓનું ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. રૂજુતાએ જણાવ્યા અનુસાર ગુલકંદ માથાનો દુખાવો, અનિયમિત ઊંઘ, નબળાઇ, ઉબકા અને ડેંગ્યૂના અનેક લક્ષણો પર સકારાત્મક અસરકારક સાબિત થાય છે. સામાન્ય રીતે ડોક્ટર પણ વહેલી સવારે ગુલકંદ ખાવાની સલાહ આપે છે.
હળદરવાળું દૂધ અને કેસર,જાયફળ- હળદર, દૂધ, જાયફળ અને કેસર આ તમામ સામગ્રી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આપને જણાવી દઇએ કે હળદરમાં એન્ટી ઇંફ્લેમેટરી અને એન્ટી એન્ટિઓક્સિડન્ટ, કરક્યૂમિન જેવા ગુણ રહેલા હોય છે. રૂજુતાએ જણાવ્યા અનુસાર, એક ગ્લાસ દૂધ, એક ગ્લાસ પાણી, ચપટી હળદર, ચપટી કેસર, ચપટી જાયફળ પાઉડર નાંખી ઉકાળો. તેમાં ચપટી ખાંડ નાખી અને ઠંડુ થાય એટલે તેને પીવો.
કાંજી (પાણી)-
તમે જાણતા જ હશો કે ડેન્ગ્યુની સમસ્યા દરમિયાન ડોક્ટર તમને ખૂબ માત્રામાં પાણી, જ્યૂસ અને અન્ય તરલ પદાર્થોનું સેવન વધુ કરવાનું કહેશે. તેનાથી તમે હાઇડ્રેટ રહેશો. રૂજુતા દિવેકર જણાવે છે કે મચ્છરોથી થતા સંક્રમણ જેવા કે ડેંગ્યૂ અને મેલેરિયાથી રાહત મેળવવા રાઇસ કાંજી ફાયદાકારક સાબિત થઇ શકે છે.
રાઇસ કાંજી ચોખાથી બનેલું સૂપ હોય છે. તેમાં તમે સંચળ, સિંધવ મીઠું અને એક ચપટી હીંગ પણ નાખી શકો છો. તેનાથી તમને ડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટથી થતા નુકસાનથી રાહત મળે છે. સાથે જ તે ભૂખ વધારવામાં પણ મદદ કરી શકે છે.
પાણી પીતા રહો- ડેંગ્યૂ જેવા સંક્રમણથી જલદી સાજા થવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે પાણી. તમે જેટલું બની શકે તેટલું પાણી પીતા રહો. સાથે જ યૂરિનના રંગ પર પણ ધ્યાન આપો. જો યૂરિનનો રંગ યોગ્ય છે તો રાહતની વાત છે.
યોગ કરતા રહો- જો તમે સંક્રમણથી થતા દુખાવાથી રાહત મેળવવા માંગો છો તો તમે સુપ્ત બદ્ધકોણાસન કરો. આ આસાન દરમિયાન તમે ગરદન અને કમરને સહારો આપવા માટે ચટ્ટાઇનો ઉપયોગ પણ કરી શકો છો.