Home /News /lifestyle /ઠંડીમાં તરસ ના લાગે તો પણ પાણી પીઓ, નહીં તો આ ગંભીર બીમારીઓનો બનશો ભોગ
ઠંડીમાં તરસ ના લાગે તો પણ પાણી પીઓ, નહીં તો આ ગંભીર બીમારીઓનો બનશો ભોગ
પાણી પીવાની આદત પાડો.
Dehydration bad effect on body: પાણી શરીર માટે ખૂબ જરૂરી છે. ઘણાં લોકો બહુ ઓછા પ્રમાણમાં પાણી પીતા હોય છે. ઓછુ પાણી પીવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, જો તમે પણ પાણી ઓછુ પીઓ છો તો તમારે આ વિશે વિચારવાની જરૂર છે. જાણો પાણી ઓછુ પીવાથી શરીરને શું નુકસાન થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પાણી વ્યક્તિના શરીર માટે સૌથી જરૂરી હોય છે. પાણીની ઉણપથી શરીરમાં અનેક પ્રકારના રોગો એન્ટ્રી કરવા લાગે છે. જો કે આ વાત જાણીને તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ વાત સાચી છે. પાણીની ઉણપને કારણે શરીરને અનેક પ્રકારનું નુકસાન થાય છે. ડોક્ટરો અનુસાર મહિલાઓએ દરરોજ 2.7 લીટર અને પુરુષોએ 3.7 લીટર પાણી પીવું જરૂરી છે. પરંતુ અનેક લોકો પર્યાપ્ત માત્રામાં પાણી પીતા હોતા નથી. જો કે આ એક આળસ પણ કહી શકાય. ખાસ કરીને ઠંડીની સિઝનમાં મોટાભાગનાં લોકોથી પાણી ઓછુ પીવાતુ હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો પાણીની તરસ પણ ઓછી લાગે છે.
તમને એક વાત એ જણાવી દઇએ કે ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઇ જાય છે જેના કારણે કબજિયાત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય પાણીની ઉણપથી માથાના દુખાવો, થાક, ચક્કર, નબળાઇ, મોં સુકાઇ જવું, લો બ્લડ પ્રેશર, પગમાં સોજા પણ આવી શકે છે.
ઘણાં બધા લોકો શરીરમાં પાણીની ઉણપને ગંભીરતાથી લેતા હોતા નથી. પરંતુ આ વાતને તમારે ધ્યાનમાં લેવી ખાસ જરૂરી છે કારણકે પાણીની ઉણપથી તમે અનેક ગંભીર બીમારીઓમાં સપડાઇ શકો છો. તમને કદાચ એ વાતની જાણ નહીં હોય કે શરીરમાં પાણીની ઉણપથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઇ શકે છે. ઓછી તરસ લાગે તો એ સમજવું જરૂરી નથી કે તમારા શરીરને પાણીની જરૂરિયાત નથી. પાણીની ઉણપથી શરીર ધીરે-ધીરે ડિહાઇડ્રેટ થતુ જાય છે. ડિહાઇડ્રેશન શરીના મુખ્ય અંગો પર ખરાબ અસર પાડે છે.
પાણી દરેક વ્યક્તિના શરીરમાં મહત્વનું કામ કરે છે. આ તમને હાઇડ્રેટેડ રાખે છે અને સાથે ત્વચાની ચમક બનાવી રાખવામાં મદદ કરે છે. પાચન કરવામાં પણ પાણી મહત્વનો ભાગ ભજવે છે. ડિહાઇડ્રેશનને કારણે મૂડ સ્વિંગની સમસ્યા, શરીરનું તાપમાન વધવુ, કિડની સ્ટોન અને કબજીયાત જેવી તકલીફો પણ થઇ શકે છે. પાણીની ઉણપને કારણે લાંબા સમયે તમને પેટની બીમારીઓ પણ થઇ શકે છે.
આ લક્ષણો પરથી જાણો શરીરમાં પાણીની ઉણપ છે
શરીરમાં પાણીની ઉણપને કારણે ભૂખ વધારે લાગે છે. કંઇને કંઇ નવુ ખાવાનું ક્રેવિંગ રહેતુ હોય છએ. એવામાં અચાનક ભૂખ લાગવી પણ પાણીની ઉણપ હોવાને એક સંકેત છે. લો બ્લડ પ્રેશર, થાક, માથાનો દુખાવો, ગભરામણ અને વધારે ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની ઉણપનો ઇશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીઓ અને આ બીમારીઓને દૂર કરો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર