Home /News /lifestyle /Deep mediation benefits: ધ્યાન કરવાથી ફક્ત માનસિક સ્વાસ્થ્ય નહીં, ઇમ્યુનિટી પણ સુધરે છે: સ્ટડી
Deep mediation benefits: ધ્યાન કરવાથી ફક્ત માનસિક સ્વાસ્થ્ય નહીં, ઇમ્યુનિટી પણ સુધરે છે: સ્ટડી
ગહન ધ્યાન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેવું તાજેતરનું એક રિસર્ચ કહે છે. (Image credit- Shutterstock)
Deep mediation benefits: અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટી (University of Florida)ના સંશોધકોના અભ્યાસ મુજબ, ફક્ત 8 દિવસો સુધી ગહન (Deep mediation) ધ્યાન ધરવાથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી મજબૂત બની શકે છે.
Deep mediation increases immunity: આમ તો યોગ અને મેડિટેશન એટલે કે ધ્યાનથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે મોટાભાગના લોકો માહિતગાર હોય છે, પણ તેનાથી રોગપ્રતિકારક શક્તિ (Deep mediation increases immunity) પણ વધે છે તેવું તાજેતરનું એક રિસર્ચ કહે છે. અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટી (University of Florida)ના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલી સ્ટડી મુજબ મેડિટેશનથી ઇમ્યુનિટી (Immunity) પણ મજબૂત બને છે. આ અભ્યાસ મુજબ, ફક્ત 8 દિવસો સુધી ગહન ધ્યાન (Deep mediation) કરવાથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી મજબૂત બની શકે છે. આ અભ્યાસના તારણો PNAS 'પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સ' જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
સ્ટડી મુજબ, ગહન ધ્યાન (Deep Meditation)ની પ્રેક્ટિસ કરવાથી જૈવિક પ્રક્રિયાઓ (biological process)ની સીધી અસર શરીરમાં કોઈપણ રોગના વિસ્તરણ અથવા નિવારણ પર પડે છે. સ્ટડી દરમ્યાન જીનોમ (genome)નો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસના તારણ મુજબ, ધ્યાન અને યોગાસન કરવાથી માનસિક સ્વાસ્થ્ય (mental health) સારું રહે છે, જે શરીરને પણ સ્વસ્થ બનાવે છે.
શું કહે છે જાણકાર?
યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાની કોલેજ ઓફ મેડિસિન (University of Florida College of Medicine)ના પીડિયાટ્રિક અને ન્યુરોસાયન્સ વિભાગ (Department of Pediatric and Neuroscience)ના સહાયક પ્રોફેસર ડો. વિજેન્દ્ર ચંદ્રને (Vijayendran Chandran) જણાવ્યું કે, ધ્યાનના સકારાત્મક પરિણામોના પુરાવા પહેલાથી જ પૂરતા છે. પરંતુ અત્યાર સુધી તેના પરમાણુ સંબંધી (Molecular) અને આનુવંશિક અસરો (genetic effects) પર બહુ ઓછી માહિતી ઉપલબ્ધ હતી.
ડૉ.ચંદ્રને જણાવ્યું કે તેમણે પોતાની પત્નીના કહેવા પ્રમાણે 48 દિવસ સુધી ધ્યાન કર્યું. તેમણે દરરોજ માત્ર 21 મિનિટ જ ધ્યાન કર્યું કર્યું. તેનાથી તેમને ઘણો ફાયદો થયો. આનાથી તેમની વૈજ્ઞાનિક જિજ્ઞાસા પણ વધી અને પછી તેમણે ધ્યાન બાબતે વૈજ્ઞાનિક સંશોધન કર્યું.
ડો વિજેન્દ્ર ચંદ્રને વધુમાં જણાવ્યું કે, આ અભ્યાસમાં 8 દિવસ સુધી ધ્યાન કરાવવામાં આવ્યું હતું અને ભાગ લેનારાઓના બ્લડ સેમ્પલ્સ પાંચથી આઠ અઠવાડિયા પહેલા જ લઈ લેવામાં આવ્યા હતા. આ ધ્યાનની પ્રક્રિયાના શરૂઆત પહેલાં અને ત્રણ મહિના પછી ફરીથી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બ્લડના જીનોમનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ધ્યાનના સમયગાળા પછી કેટલાક જીનોમ સંબંધી અને અન્ય સેલ્યુલર માર્ગોમાં પરિવર્તન આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર