Research: ગાઢ ઉંઘ ન આવવાથી થઈ શકે છે આ બીમારી, વધી જાય છે આ રિસ્ક

News18 Gujarati
Updated: January 11, 2020, 5:23 PM IST
Research: ગાઢ ઉંઘ ન આવવાથી થઈ શકે છે આ બીમારી, વધી જાય છે આ રિસ્ક
ગાઢ ઉંઘ ન આવવાથી થઈ શકે છે આ બીમારી, વધી જાય છે આ રિસ્ક

ટાઉ વાસ્તવમાં એક ખરાબ પ્રોટીન છે, જે મગજને ઘણું જ નુક્સાન પહોંચાડે છે.

  • Share this:
ફક્ત એક રાતની ઉંઘ ખરાબ થવાથી મગજમાં એ પ્રોટીનની માત્રા વધી જાય છે, જેનાથી અલ્ઝાઈમર થઈ શકે છે. એક શોધમાં આ વિશેની ચેતવણી પણ  આપવામાં આવેલ છે.

યુવાઓ પર કરાઈ શોધ
શોધમાં 15 સ્વસ્થ પુરુષોને શામેલ કરાયા, જેનું વજન સામાન્ય હતું અને ઉંમર 22 વર્ષ હતી. એ દરેક સાતથી નવ કલાકની ઉંઘ લેતા હતા. રિસર્ચને 2 ચરણોમાં કરાયું. દરકે ચરણમાં પ્રતિભાગિઓને એક સ્લીપ ક્લિનીકમાં 2 દિવસ અને 2 રાત સૂવા ન દેવાયા. શોધકર્તાઓએ જોયું કે એક રાત ન ઉંઘવા દેવા પર તેમના પ્રતિભાગિઓના રક્ત માં ટાઉ પ્રોટીનની માત્રા 17 ટકા વધી ગઈ. સારી રીતે ઉંઘવા પર તેમના રક્તમાં ટાઉની માત્રા ફક્ત 2 ટકા જ વધી હતી.

ટાઉ પ્રોટીનના કારણે ઓછી થાય છે યાદ શક્તિ
શોધકર્તાઓ અનુસાર જ્યારે ન્યૂરૉન સક્રિય હોય છે ત્યારે મગજમાં ટાઉનું ઉત્પાદન વધી જાય છે. અલ્ઝાઈમરમાં મસ્તિષ્ક કોશિકાઓમાં બીટા અમાઈલૉઈડ અને ટાઉ પ્રોટીનનો સંગ્રહ થવાથી સ્મરણ શક્તિ ઓછી થવા લાગે છે. શોધકર્તાઓએ કહ્યું, બીટા-અમાઈલૉઈડ પ્રોટીનની માત્રામાં ગડબડી બાદ અલ્ઝાઈમરના દર્દીઓની સ્મરણ ક્ષમતા ઓછી થવાનું ટાઉ પ્રોટીન બીજું સૌથી પ્રમુખ કારણ છે. ટાઉ વાસ્તવમાં એક ખરાબ પ્રોટીન છે, જે મગજને ઘણું જ નુક્સાન પહોંચાડે છે.

તેથી યુવાઓ અને સ્વસ્થ લોકોમાં પણ એક રાત ઉંઘ ખરાબ થવાના કારણે ટાઉ પ્રોટીનની માત્રા વધી જાય છે. આ પ્રકારને ઉંઘ પૂરી ન થવાથી પાછળથી તકલીફ થઈ શકે છે.અહીં દીકરી સાથે લગ્ન કરી શકે છે પિતા, ઈરાનમાં છે આવા 5 વિચિત્ર નિયમો

શરીર માટે ખૂબ લાભકારી છે 'ગુંદર ની પેંદ', જે શિયાળામાં ખાસ ખાવી જોઈએ

આ રીતે બનાવો 'સુરતી ઊંઘિયું', આ રીતે તૈયાર કરો તેની સ્વાદિષ્ટ ગ્રેવી #Recipe
First published: January 11, 2020, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading