Home /News /lifestyle /

Decoding Long Covid: શા માટે ક્રોનિક લિવર ડિસીઝવાળા દર્દીઓ પર ખતરો વધુ? જાણો શું કહે છે હેપેટોલોજિસ્ટ

Decoding Long Covid: શા માટે ક્રોનિક લિવર ડિસીઝવાળા દર્દીઓ પર ખતરો વધુ? જાણો શું કહે છે હેપેટોલોજિસ્ટ

પ્રતિકાત્મક તસવીર

રિકવરી બાદ ક્રોનિક લીવર ડિસીઝ વાળા કોવિડ-19 દર્દીઓમાં ક્રોનિક લીવર ડિસીઝ વગરના દર્દીઓની સરખામણીએ મૃત્યુ દરનો ખતરો વધુ હોવાનું સામે આવ્યું છે.

Decoding Long Covid: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર (coronavirus second wave) હવે અંતના આરે છે. પરંતુ ઘણા સાજા થયેલા દર્દીઓને લક્ષણો (patient symptoms) સામે લડવામાં વધુ સમય લાગી રહ્યો છે, જેને ડોક્ટરો લોન્ગ કોવિડ (long covid) તરીકે ઓળખાવી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યૂઝ18 15 દિવસીય સિરીઝ ડિકોડિંગ લોન્ગ કોવિડ ચાલવે છે. જેમાં અલગ અલગ વિષયના તજજ્ઞ ડોક્ટરો (Expert doctors) લોકોના સવાલોના જવાબ આપી તેની સામે લડવા માટેના ઉપાયો અને સલાહ આપે છે.

આજની કોલમમાં મુંબઇના મુલુંદની ફોર્ટિસ હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જરી કન્સલ્ટન્ટ ડો. સ્વપ્નિલ શર્માએ કોરોના વાયરસ કઇ રીતે મૃત્યુ દર વધારે છે અને લાંબા સમયે લીવરને પ્રભાવિત કરે છે તે અંગે જાણકારી આપી છે

ન્યૂઝ18 સાથેની વાતચીતમાં ડોક્ટરે કહ્યું કે, રિકવરી બાદ ક્રોનિક લીવર ડિસીઝ વાળા કોવિડ-19 દર્દીઓમાં ક્રોનિક લીવર ડિસીઝ વગરના દર્દીઓની સરખામણીએ મૃત્યુ દરનો ખતરો વધુ હોવાનું સામે આવ્યું છે. આલ્કોહોલના કારણે ઉભા થયેલા લીવર ડિસીઝના કેસમાં કોવિડ-19 સંક્રમણ મૃત્યુ દર વધારવાના જોખમ સાથે સંકળાયેલ છે. અમુક કોવિડ-19 દર્દીઓમાં લીવર એન્ઝાઇમ વધેલા જોવા મળ્યા છે, જેથી લીવર પર કોવિડ-19નો સંભવિત સીધો પ્રભાવ પડતો હોવાનું ડોક્ટરોને લાગે છે.

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

ડો. શર્મા જણાવે છે કે, કોવિડ-19 દ્વારા લીવરને અસર કાંતો ડાયરેક્ટ ઇન્ફેક્શન છે અથવા કોવિડ-19 સંબંધિત હાયપોક્સિક અને સાયટોકિન સ્ટોર્મના કારણે લીવર ઇન્જરી છે. વધુમાં તેણે જણાવ્યું કે, અમુક કેસમાં આ દવા દ્વારા પણ થઇ શકે છે, કારણ કે કોરોનાના દર્દીઓને ઇલાજમાં દવાનો હાઈ ડોઝ આપવામાં આવે છે. કોરોનામાંથી સાજા થયા બાદ આવી ઇન્જરીનું નિદાન થવું જોઇએ અને દવા સાથે તેનો ઇલાજ કરવો જોઇએ.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી

નોન એલ્કોહોલ ફેટી લીવર ડિસીઝ અને નોન એલ્કોહોલ સ્ટીટોહેપેટાઇસિસ ધરાવતા હોય તથા કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય તેવા દર્દીઓને ડોક્ટરે ચેતવ્યા હતા. તેમનો મૃત્યુદર વધુ હોઇ શકે છે અને સાજા થયા બાદ પણ સંકટ રહે છે. તેથી આવા દર્દીઓએ વધુ સાવધાની રાખવી જોઇએ. કારણકે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેમણે સારો ખોરાક લેવો જોઇએ અને નિયમિત વ્યાયામ કરવો જોઇએ. હેપેટાઇસિસ બી અને સી સંક્રમણ વાળા દર્દીઓએ પોતાનો ઇલાજ ચાલું રાખવો જોઇએ અને કોવિડ રીકવરી બાદ પોતાના હેપેટોલોજિસ્ટ પાસે નિયમિત રૂપે ચેકઅપ કરાવવું જોઇએ.ડો. શર્માએ વધુ જણાવ્યું કે, સામાન્ય લોકોની સરખામણીએ જેમણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અને કોરોના સંક્રમિત થયા છે તેમના સાજા થયા બાદ મૃત્યુ દર સરખો રહે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનારને સલાહ આપવામાં આવે છે કે, તે રીકવરી દરમિયાન પોતાના ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને ડોક્ટરના સંપર્કમાં રહે.
First published:

Tags: Coronavirus, Liver, Long Covid

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन