Home /News /lifestyle /કોરોનાની રસી લીધા બાદ માત્ર 2.0 ટકાએ ગુમાવ્યો જીવ, વિદેશ મંત્રીના મોત બાદ ઉઠ્યા સુરક્ષા પર સવાલો

કોરોનાની રસી લીધા બાદ માત્ર 2.0 ટકાએ ગુમાવ્યો જીવ, વિદેશ મંત્રીના મોત બાદ ઉઠ્યા સુરક્ષા પર સવાલો

પૈસાની લાલચમાં આવીને એક વ્યક્તિએ 24 કલાકમાં વેક્સિનના 10 ડોઝ લઈ લીધા હતા. (પ્રતિકાત્મક તસવીર AP)

Breakthrough Deaths: અમેરિકા(USA)ના પ્રથમ અશ્વેત વિદેશમંત્રી કોલિન પોવેલ (Colin Powell)નું કોરોના(Covid-19)ની વેક્સિન લીધા બાદ થયેલી સમસ્યાઓના કારણે સોમવારે અવસાન થયું હતું.

ન્યૂયોર્ક: અમેરિકા(USA)ના પ્રથમ અશ્વેત વિદેશમંત્રી કોલિન પોવેલ (Colin Powell)નું કોરોના(Covid-19)ની વેક્સિન લીધા બાદ થયેલી સમસ્યાઓના કારણે સોમવારે અવસાન થયું હતું. કોવિલ કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂક્યા હતા. તેવામાં તેમના અવસાનથી વેક્સિનની અસર અને સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જોકે, વૈજ્ઞાનિકોએ આ અંગે અનેક કારણો આપ્યા છે. આ ઉપરાંત આંડકાઓ દર્શાવે છે કે બ્રેકથ્રુ ડેથ એટલે કે વેક્સિન લીધા બાદ થનાર મોતનો દર માત્ર 0.2થી 6 ટકા છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, આશંકા છે કે મલ્ટીપલ માયલોમા(વ્હાઇટ બ્લડ સેલ્સનું કેન્સર)ના કારણે પોવેલની રોગ પ્રતિકારક શક્તિ નબળી થઇ ગઇ હતી. બંને બીમારીઓ અને સારવાર કોઇ પણ વ્યક્તિમાં સંક્રમણના જોખમને વધારી દે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમની ઉંમર 84 વર્ષ હતી, જેના કારણે પણ જોખમ વધી ગયું હતું.

વેક્સિન સુરક્ષિત છે

પોવેલના મોત બાદ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઘટનાના કારણે કોવિડ-19 વેક્સિન પરથી વિશ્વાસ તૂટવો જોઇએ નહીં. વેક્સિનના કારણે કોવિડના ગંભીર કેસો અને મોતની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ઓફ ફિલાડેલ્ફિયામાં વેક્સિન એજ્યુકેશન સેન્ટરના નિર્દેશક ડોક્ટર પોલ એ ઓફિટ જણાવે છે કે, કંઇ પણ 100 ટકા અસરકારક ન હોય શકે. વેક્સિન લેવાનો અર્થ છે કે તમે તે જાણવા માંગો છો કે તેના ફાયદાઓ જોખમ કરતા વધુ છે. અને અમે પણ આ વેક્સિન અંગે તે જ જાણીએ છીએ.

મોતની શક્યતા 0.2થી 6 ટકા

ન્યૂયોર્ક ટાઇમ્સે 40 રાજ્યોના ડેટાનું વિશ્લેષણ કર્યુ હતું, જેમાં જાણવા મળ્યું કે, રસીના તમામ ડોઝ લેનાર વ્યક્તિઓમાં કોરોના કારણે 0.2થી 6 ટકા લોકોના મોત થયા હતા. વેક્સિન ખૂબ જ અસરકારક છે, એટલું જ નહીં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ સામે પણ આ રસી પ્રભાવી છે. એનવાયટીના રીપોર્ટમાં સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનનો હવાલો આપી લખવામાં આવ્યું છે કે, સંપૂર્ણ રસીકરણ કરાવી ચૂકેલા 18.7 કરોડ અમેરિકન્સમાંથી 7,178 લોકોના મોત થયા છે. તેમાથી 85 ટકા મૃતકોની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ હતી.

આ પણ વાંચો: એસિડિટીના દર્દીઓએ જરૂર ખાવી જોઈએ આવી ચીજો, આ ડાયટ પ્લાનથી નહીં થાય કોઈ પરેશાની

પોવેલ મલ્ટીપલ માયલોમાંનો શિકાર હતા

પોવેલની મલ્ટીપલ માયલોમાની સારવાર ચાલી રહી હતી. આ એક પ્લાઝ્મા સેલ કેન્સર છે અને પ્લાઝ્મા સેલ એન્ટીબોડીઝ બનાવે છે. એવામાં ઇમ્યૂન સિસ્ટમમાં આ સેલ્સ મહત્વની ભૂમિકા નિભાવે છે. રિપોર્ટ અનુસાર, મલ્ટીપલ માયલોમાનો શિકાર થયેલા લોકોમાં વેક્સિનની અસર ઓછી થવાની શક્યતાઓ છે. પૂર્વ મંત્રીના સહાયકે જણાવ્યા અનુસાર, પોવેલને ફેબ્રુઆરીમાં ફાઇઝર-બાયોએનટેક વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો હતો. તેમને ત્યાર બાદ બૂસ્ટર ડોઝ લગાવવામાં આવનાર હતો, પરંતુ તે ડોઝ લીધા પહેલા જ તેઓ બીમાર થઇ ગયા. તેમણે વધુમાં જણાવ્યું કે પોવેલે પાર્કિસન્સ બીમારીની સારવાર પણ કરાવી હતી.
First published:

Tags: Coroan vaccines, Corona Vaccination, COVID-19, કોરોનાવાયરસ

विज्ञापन