Dear Society મારી બ્રાનો રંગ જોઇ આપ અપમાનજનક કેમ અનુભવવા લાગો છો?

News18 Gujarati
Updated: May 22, 2018, 1:58 PM IST
Dear Society મારી બ્રાનો રંગ જોઇ આપ અપમાનજનક કેમ અનુભવવા લાગો છો?
જો બ્રા ભૂલથી પણ કોઇ ભડકદાર રંગની હોય તો તો પછી તેની ભાવના સાચેમાં પુરૂષને લલચાવવાની છે તે જોવાવાળાને મગજમાં બેસી જાય છે

જો બ્રા ભૂલથી પણ કોઇ ભડકદાર રંગની હોય તો તો પછી તેની ભાવના સાચેમાં પુરૂષને લલચાવવાની છે તે જોવાવાળાને મગજમાં બેસી જાય છે

  • Share this:
સ્કૂલનો તે સમય મને આજે પણ યાદ છે મને સફેદ શર્ટની અંદર લાંબી ઇનર પહેરવા માટે કહેવામાં આવતું અને કહેવાતુ કે મારે ફક્ત સફેદ બ્રા પહેરવાની છે. કોઇપણ રંગની બ્રા પહેરવાની પરવાનગી ન હતી ત્યારે. અને હા, તે સમયે સ્કર્ટ પણ ઘૂટણની નીચે ત્રણ ઇંચ લાંબુ હોવું જરૂરી હતું. જેથી મારી સાથળ ન દેખાય. ફક્ત આટલું જ નહીં મારે માથામાં તેલ નાંખીને બે ચોટલા ગૂંથવાનું પણ કહેવામાં આવતું.

જોકે, આ તમામ વસ્તુઓ પાછળ સ્કૂલની કોઇ યોજના ન હતી. અમને ફક્ત તે ફોલો કરવાનું કહેવામાં આવતું હતું અને અમે તે કરતાં હતાં. કોઇપણ વિદ્યાર્થીમાં એટલી હિમ્મત ન હતી કે તે આ પાછળનું કારણ પુછે અને સ્કૂલ સત્તાધીશને સવાલ કરે કે અમારે આ તમામ વસ્તુઓ કરવાં કેમ કહેવામાં આવે છે. હું કન્યા સ્કૂલમાં ભણી છું.  તેમાં કોઇ છોકરો તો દૂર પુરૂષ ટીચર પણ ન હતાં. કદાચ છોકરાઓની નજરથી અમને બચાવવા માટે અમને આ તમામ બાબતો કરવાનું કહેવામાં આવતું હશે. જેમાં એક શરત તે પણ હતી કે અમે કોઇ પણ રંગીન બ્રા સફેદ શર્ટની અંદર પહેરી શકતાં ન હતાં.

સમજ નહોતી આવતી કે બ્રાનાં રંગને લઇને લોકો આક્રમક અને અપમાનજનક કેમ અનુભવે છે. અને તે આજની વાત નથી તે ઘણાં વર્ષોથી ચાલેછે. જો કોઇ યુવતીની બ્રાની પટ્ટી દેખાય તો તેને કોઇ ગૂનો કર્યો હોય તેમ તેને જોવામાં આવતી. લોકોને લાગે છે કે યુવતીઓ માત્ર એટલે તેમની બ્રા દેખાડે છે કારણ કે તે સમાજમાં પુરૂષોને ભોળવવા માંગે છે. અને જો બ્રા ભૂલથી પણ કોઇ ભડકદાર રંગની હોય તો તો પછી તેની ભાવના સાચેમાં પુરૂષને લલચાવવાની છે તે જોવાવાળાને મગજમાં બેસી જાય છે.

ફક્ત ભારત જ નહીં પણ માન્ચેસ્ટરની સ્કૂલમાં પણ વિદ્યાર્થીનીઓને એક વખત તેમ કહીને ઘરે પાછી મોકલવામાં આવી હતી કે તેમણે રંગીન બ્રા પહેરી છે જેથી સ્કૂલનાં વિદ્યાર્થીઓનું ધ્યાનભંગ થાય છે. તે સફેદ શર્ટની અંદર ફક્ત સફેદ કે સ્કિન કલરની બ્રા જ પહેરી શકે છે.

ચાલો આપણા દેશ ભારત પર પરત ફરીયે... બ્રાને અહીં એટલું ખરાબ માનવામાં આવે છે કે કોઇ મહિલા એક્ટર તેને પહેરીને શૂટ કરે તો ફિલ્મમાં તેનાં તે સીન હટાવવા માટે કેટલાંય લોકો ઉભા થઇ જાય છે. વર્ષ 2006માં ફિલ્મ 'બાર બાર દેખો' આવી હતી જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરિના કૈફ પર ફિલ્માવવામાં આવેલાં એક સિનમાં બ્રા બતાવવામાં આવી હતી. આ સિનને સેન્સર બોર્ડે ડિલિટ કરાવ્યો હતો કારણકે તેમાં કેટરીનાએ ભડકાઉ રંગની બ્રા પહેરી હતી.

ફિલ્મ 'રંગીલા'માં જ્યારે આમિર ખાન પીળા રંગનાં શર્ટની નીચે નેટની કાળી બંડી પહેરી શકે છે જેનાંથી કોઇને અપમાનજનક નથી લાગતું. એક પુરૂષ અંડરવેરની એડવર્ટાઇઝમેન્ટમાં તેનાં આખા શરીર પર લિપ્સ્ટિકનાં નિશાન લગાવીને શૂટ કરે છે કોઇ મહિલાને ખરાબ નથી લાગતું. ત્યારે મહિલાઓ માટે આવો ભેદભાવ કેમ? કેમ તે સફેદ શર્ટની અંદર તેને પસંદ એવા રંગની બ્રા નથી પહેરી શકતી.આપને શું હક છે આ કહેવાનો કે અમારે કઇ રંગની બ્રા પહેરવી અને કયા કપડાંની નીચે પહેરવી. સમાજ એવો બનાવવાની જરૂર છે કે મહિલા કોઇપણ રંગનાં ટિ- શર્ટ નીચે સફેદ બ્રા હોય, રંગીન બ્રા હોય કે પછી તે મહિલા બ્રા વગર હોય તે સુરક્ષિત હોવી જોઇએ.
First published: May 17, 2018, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading