Home /News /lifestyle /Lalu Prasad Yadav Health: દીકરી મિસા ભારતીએ શેર કર્યા પિતા લાલુ પ્રસાદ યાદવના ફોટા, આંખો પર નહીં થાય વિશ્વાસ!
Lalu Prasad Yadav Health: દીકરી મિસા ભારતીએ શેર કર્યા પિતા લાલુ પ્રસાદ યાદવના ફોટા, આંખો પર નહીં થાય વિશ્વાસ!
દીકરી મિસા ભરતીએ શેર કર્યા પિતા લાલુ પ્રસાદ યાદવના ફોટા
Lalu Prasad Yadav Health Update: દિલ્હી AIIMSમાં દાખલ RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. લાલુ યાદવની પુત્રી અને રાજ્યસભાના સભ્ય ડો. મીસા ભારતી (Misa Bharti) એ ટ્વિટર પર તેમની તસવીર શેર કરતા આ માહિતી આપી છે. તેમના ભાવનાત્મક સંદેશમાં કહ્યું કે તેને સાથ બનાવી રાખજો... લાલુ યાદવને તમારી પ્રાર્થનામાં યાદ રાખો.
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પટનાની ખાનગી હોસ્પિટલમાંથી દિલ્હી AIIMSમાં દાખલ કરાયેલા લાલુ યાદવની તબિયતમાં સુધારો થવા લાગ્યો છે (Lalu Yadav Health Update). શુક્રવારે લાલુ પ્રસાદ યાદવની તસ્વીર શેર કરતા તેમની પુત્રી ડો મીસા ભારતીએ લખ્યું કે લાલુ યાદવની તબિયત હવે તેમના મનોબળ અને તમારી પ્રાર્થનાને કારણે ઘણી સારી છે. લાલુ પ્રસાદ યાદવને સારી સારવાર માટે પટનાની પારસ હોસ્પિટલમાંથી દિલ્હી એમ્સ (Delhi AIIMS) માં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ હોસ્પિટલના કાર્ડિયો વિભાગમાં સારવાર હેઠળ છે.
આરજેડી સુપ્રીમો સરકારી આવાસમાં અસંતુલિત રીતે પડી ગયા હતા, તેમના ખભા તૂટી ગયા હતા. તેમને તાત્કાલિક પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે આવવા લાગી. તેમને સતત ICUમાં રાખવામાં આવ્યા હતા.
તેમની તબિયતમાં વધુ સુધારો ન દેખાતા, તેમને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યા અને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. જણાવી દઈએ કે તેઓ પહેલાથી જ દિલ્હી એમ્સમાં સારવાર લઈ રહ્યા હતા. લાલુ યાદવની કિડનીની સારવાર પણ એમ્સમાં ચાલી રહી છે.
आप सब की दुआओं और AIIMS दिल्ली की अच्छी चिकित्सीय देख-रेख से आदरणीय श्री लालू प्रसाद जी की तबियत में काफ़ी सुधार है। अब आपके लालू जी बिस्तर से उठकर बैठ पा रहे हैं। सहारा लेकर खड़े हो पा रहे हैं। हर मुसीबत से लड़कर बाहर आने की कला @laluprasadrjd जी से बेहतर कौन जानता है!
अपने मनोबल और आप सब की दुआओं की बदौलत लालू जी की स्थिति अब काफी बेहतर है। कृपया अफवाहों पर ध्यान ना दें। साथ बनाए रखें, दुआओं में @laluprasadrjd जी को याद रखें।
धन्यवाद।
દિલ્હી AIIMSમાં દાખલ પિતા લાલુ પ્રસાદ યાદવની તસવીર શેર કરતા ડૉ. મીસા ભારતીએ કહ્યું, "પોતાના મનોબળ અને તમારી પ્રાર્થનાને કારણે લાલુજીની હાલત હવે ઘણી સારી છે. કૃપા કરીને અફવાઓ પર ધ્યાન ન આપો. અને સાથ બનાવી રાખો. લાલુજીને તમારી પ્રાર્થનામાં યાદ રાખો.’ અન્ય એક ટ્વિટમાં મીસા ભારતીએ લખ્યું, ‘તમારી પ્રાર્થના અને દિલ્હી AIIMSની સારી તબીબી સંભાળને કારણે લાલુ પ્રસાદ યાદવની તબિયતમાં હવે ઘણો સુધારો થઈ રહ્યો છે.
હવે તમારા લાલુ પ્રસાદ યાદવ પથારીમાંથી ઉભા થઈ શકે છે. આધાર સાથે ઊભા રહી શકે છે. દરેક મુસીબત સામે લડીને બહાર આવવાની કળા લાલુ પ્રસાદ યાદવ કરતાં બીજું કોણ સારી રીતે જાણે ?
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર