Home /News /lifestyle /ગોરો ચહેરો અને કાળી ગરદન..કેટલું ગંદુ લાગે? આ ઘરેલું ઉપાયોથી માત્ર અઠવાડિયામાં ચમકી જશે ગરદન

ગોરો ચહેરો અને કાળી ગરદન..કેટલું ગંદુ લાગે? આ ઘરેલું ઉપાયોથી માત્ર અઠવાડિયામાં ચમકી જશે ગરદન

કાળી ગરદન ધોળી કરો

Dark Neck Cleaning Tips: મોટાભાગના લોકોની ગરદન કાળી હોય છે. કાળી ગરદન તમારી પર્સનાલિટીને ખરાબ કરીને મુકી દે છે. આ માટે જરૂરી છે કે ગરદનને ક્લિન કરવી. કેટલાક ઘરેલું ઉપાયો એવા છે જેનાથી તમે તમારી કાળી ગરદનને ચમકાવી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં ચહેરાની સાથે-સાથે કાળી પડી ગયેલી ગરદનનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે છે. અનેક છોકરીઓ ફેસ પર બહુ જ વધારે પડતું ધ્યાન આપતી હોય છે જેના કારણે તેઓ ગરદનને ચોખ્ખી રાખવાનું ભૂલી જાય છે. ગરદન પર પરસેવો વધારે થાય છે જેના કારણે આ ભાગમાં જલદી કાળાશ થવા લાગે છે. કાળી ગરદન તમારી પર્સનાલિટી બગાડીને મુકી દે છે. આ માટે ગરદનની કાળાશ દૂર કરવી ખૂબ જ જરૂરી છે. કાળી ગરદનને કારણે તમારે અનેક વાર શરમમાં મુકાવું પડે છે. આમ, હવેથી તમારે કોઇ શરમમાં મુકાવું પડશે નહીં અને ગરદન પણ ગોરી થઇ જશે. જાણો આ ઘરેલું ઉપાયો વિશે..

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો હોટલ જેવી 'છાશ'

    ગુલાબજળ અને ફટકડી


    ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને તમે ગરદનને સાફ કરી શકો છો. આ બન્ને વસ્તુથી તમારી ગરદન પર લાગેલી કાળાશ દૂર થઇ જાય છે. આ માટે તમે એક ચમચી ગુલાબજળ લો અને એમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને તમે ગરદન પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. આમ કરવાથી ગરદન પરનો રંગ બદલાઇ જશે અને ચમકવા લાગશે.

    એલોવેરા અને મુલ્તાની માટી


    ગરદન પરની કાળાશને દૂર કરવા માટે એલોવેરા અને મુલ્તાની માટી સૌથી બેસ્ટ છે. મુલ્તાની માટી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે એક બાઉલ લો અને એમાં એલોવેરા જેલ લઇ લો. તમારા ઘરે એલોવેરા નથી તો તમને માર્કેટમાંથી સરળતાથી એલોવેરા જેલ મળી રહે છે. આ જેલમાં મુલ્તાની માટી મિક્સ કરી લો.

    આ પણ વાંચો: કુકિંગ ગેસની બચત કરવા ફોલો કરો આ ટ્રિક

    હવે આ પેસ્ટને બરાબર હલાવી લો. ત્યારબાદ આ પેસ્ટને તમારી ગરદન પર લગાવો અને 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ આ પેસ્ટ 15 મિનિટ સુધી ગરદન પર રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી ગરદન ધોઇ લો. આ ઉપાય તમે રોજ કરો છો તો તમારી કાળી પડી ગયેલી ગરદન ચમકે છે.


    હળદર, બેસન અને દૂધ


    એક બાઉલ લો અને એમાં આ ત્રણ વસ્તુ બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને ગરદન પર લગાવો અને 20 મિનિટ રહીને ધોઇ લો. આ ઉપાય રોજ કરવાથી ગરદન પરની કાળાશ દૂર થઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन