રિસર્ચ: સ્ટ્રેસમાં હોવ તો ખાવો મનભરીને ડાર્ક ચોકલેટ, કારણ કે તે દૂર કરે છે તણાવ!
રિસર્ચ: સ્ટ્રેસમાં હોવ તો ખાવો મનભરીને ડાર્ક ચોકલેટ, કારણ કે તે દૂર કરે છે તણાવ!
ડાર્ક ચોકલેટ. મીઠાશની તલપ ઓછી કરવા તમે ડાર્ક ચોકલેટ પણ ખાઇ શકો છો. તે તમારા મૂડ સ્વીંગને ઓછું કરવામાં પણ મદદ કરશે અને તે તમારા સ્વાસ્થય માટે પણ સારો ઉપાય છે.
ચોકલેટ એક મેજિકનું કામ કરે છે. હાલમાં થયેલા એક અભ્યાસ મુજબ ચોકલેટ ખાવાથી તમારું સ્ટ્રેસ લેવલ ઘટે છે
નવી દિલ્હી: હવે ક્યારેય પણ જો તમને કોઇ વાતે સ્ટ્રેસ ફિલ થાય પછી તે ઘરમાં કોઇ સમસ્યા હોય... પ્રેમ સંબંધમાં હોય કે પછી કામનું વધુ પડતુ પ્રેશર હોય તો ડાર્ક ચોકલેટ ખાવો.
જી હાં.. કારણ કે તે એક મેજિકનું કામ કરે છે. હાલમાં થયેલા એક અભ્યાસ મુજબ ચોકલેટ ખાવાથી તમારું સ્ટ્રેસ લેવલ ઘટે છે.
લોમા લિન્ડા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે, ડાર્ક ચોકલેટનાં સેવનથી તમારા બોડીમાં તાણ વધારતું રસાયણ નષ્ટ થાય છે. ચોકલેટમાં રહેલો કોકા પાવડર તમારું સ્ટ્રેસ લેવલ ઘટાડે છે. અને તમારો મૂડ સારો બનાવે છે. એટલું જ નહીં મેમરી વધારે છે અને શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબુત કરે છે.
કોકામાં એવા તમામ તત્વો હાજર છે જે બોડી અને માઇન્ડને સ્ટ્રેસ ફ્રી રાખે છે. એટલું જ નહીં તે એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફલોમેટરી એજન્ટ્સ છે જે મગજ શાંત રાખે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર