ડાર્ક ચોકલેટ ખાવાથી મૂડ સારો રહે છે, ડિપ્રેશન દૂર થઈ શકે : રિસર્ચ

News18 Gujarati
Updated: August 8, 2019, 1:08 PM IST
ડાર્ક ચોકલેટ ખાવાથી મૂડ સારો રહે છે, ડિપ્રેશન દૂર થઈ શકે : રિસર્ચ
ડાર્ક ચોકલેટ્સ

ડાર્ક ચોકલેટના સેવન પહેલાં આટલી ચીજોનું ધ્યાન પણ રાખવું નહીંતર નુકશાન કરી શકે છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વિશ્વમાં કરોડો લોકો ડાર્ક ચોકલેટના દિવાના છે. જો તમે પણ તેમાના એક છો તો તમારા માટે સારા સમાચાર છે. તાજેતરમાંજ થયેલા એક સંશોધનમાં ખુલાસો થયો છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી મૂડ સારો રહે છે અને તણાવ પણ ઘટે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં 30 કરોડ લોકો ડિપ્રેશનનો શિકાર છે. અનેક વાર લાઇફ સ્ટાઇલને લગતી સમસ્યાએ માનસિક વિકલાંગતાનું સ્વરૂપ ધારણ કર્યુ હોવાના દાખલા છે.

યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા ડાર્ક ચોકલેટ અને ડિપ્રેશન વિશે સંશોધન કર્યુ છે. આ સંશોધનમાં 13 હજાર, 626 લોકોનો સમાવેશ કરી તેમને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. સરવે મુજબ જે લોકોએ 24 કલાક દરમિયાન ડાર્ક ચોકલેટનું સેવન કર્યુ હોય તેમનામાં અન્યો કરતાં ઓછો વિષાદ જોવા મળ્યો હતો. સરવે મુજબ ડાર્ક ચોકલેટનું સેવન કરનારા વર્ગમાં 70 ટકા ઓછો વિષાદ નોંધાયો હતો.

આ પણ વાંચો :  સાવધાન! શ્રાવણ માસમાં તમે આવા કેમિકલથી પકવેલા કેળા તો નથી ખાતાને?

આ સંશોધનની હેડ ડૉ. સારા જેક્સને જણાવ્યું હતું કે ડાર્ક ચોકલેટના સેવન દ્વારા ડિપ્રેશનથી છુટકારો મેળવી શકાય છે. જોકે, હજુ આના પર વધુ સંશોધન કરવાની આવશ્યકતા છે. સંશોધકો જાણવા માંગે છે કે ડાર્ક ચોકલેટનું ક્યું તત્વ શરીરમાંથી તણાવની માત્રા ઘટાડે છે.

આ બાબતનું ધ્યાન રાખવું
ડાર્ક ચોકલેટની વિશેષતા તેમાં સમાવિષ્ઠ કોકોની માત્રા છે. જાણકારોના મતે કોકોની માત્રા 70 ટકા જેટલી હોય તેનું સેવન લાભાકારક છે. જે ડાર્ક ચોકલેટમાં કોકોની માત્રા 70 ટકાથી વધુ હોય તે જોખમી સાબિત થઈ શકે છે. ડાર્ક ચોકલેટમાં એન્ટઑક્સિડેન્ટ અને ફ્લેવેનૉયડ્સ ભરપુર પ્રમાણમાં હોય છે જેના કારણે મગજમાં લોહી ઝડપથી પહોંચે છે, જેના કારણે મૂડ ફ્રેશ રહે છે. આ સાથે જ તણાવથી છુટકારો મળે છે. 
First published: August 6, 2019
વધુ વાંચો
अगली ख़बर