Home /News /lifestyle /

‘મારી જરૂરિયાતો જ મારી પ્રાથમિકતા’ : સાન્યા મલ્હોત્રાએ ‘self -love’ વિષે રજુ કર્યાં પોતાના વિચાર

‘મારી જરૂરિયાતો જ મારી પ્રાથમિકતા’ : સાન્યા મલ્હોત્રાએ ‘self -love’ વિષે રજુ કર્યાં પોતાના વિચાર

Dangal Girl Sanya malhotra પ્રતિભાશાળી અભિનેત્રી (Actress) હોવાની સાથે જ આત્મવિશ્વાસથી ભરેલું સશક્ત વ્યક્તિત્વ (Personality) પણ ધરાવે છે. જે તેના મનની વાતો શેર કરવામાં ખચકાતી નથી, તેણે તાજેતરમાં મીડિયા સાથે સાથે તેની ફિટનેસ રૂટિન, સેલ્ફ એક્સેપટન્સ અને સેલ્ફ લવના મહત્વ વિશે ચર્ચા કરી હતી.

Dangal Girl Sanya malhotra પ્રતિભાશાળી અભિનેત્રી (Actress) હોવાની સાથે જ આત્મવિશ્વાસથી ભરેલું સશક્ત વ્યક્તિત્વ (Personality) પણ ધરાવે છે. જે તેના મનની વાતો શેર કરવામાં ખચકાતી નથી, તેણે તાજેતરમાં મીડિયા સાથે સાથે તેની ફિટનેસ રૂટિન, સેલ્ફ એક્સેપટન્સ અને સેલ્ફ લવના મહત્વ વિશે ચર્ચા કરી હતી.

વધુ જુઓ ...
    દંગલ સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા (Sanya malhotra) તેની ઉત્તમ અભિનય ક્ષમતા અને તેની સોશિયલ મીડિયા (Sanya malhotra on social media) એક્ટિવિટીને લોકોને કારણે લોકોને આકર્ષવામાં ક્યારેય નિષ્ફળ રહી નથી. તે પ્રતિભાશાળી અભિનેત્રી (Actress) હોવાની સાથે જ આત્મવિશ્વાસથી ભરેલું સશક્ત વ્યક્તિત્વ (Personality) પણ ધરાવે છે. જે તેના મનની વાતો શેર કરવામાં ખચકાતી નથી, તેણે તાજેતરમાં ટ્વિક ઈન્ડિયા સાથે તેની ફિટનેસ રૂટિન, સેલ્ફ એક્સેપટન્સ અને સેલ્ફ લવના મહત્વ વિશે ચર્ચા કરી હતી.

    સાન્યાએ 30 વર્ષની થવાનો તેનો ઉત્સાહ શેર કરતાં કહ્યું કે, આ ઉંમરે વ્યક્તિને પોતાના વિશે તેમજ પોતાની પસંદ - નાપસંદ અને સંબંધો કેવા બનવા માંગે છે? તે અંગેની સ્પષ્ટતા મળે છે.

    આ પણ વાંચો: Coffee Tips: કોફી પીવા માટે અપનાવો આ ત્રણ સરળ ટિપ્સ, દિવસ થઈ જશે તરોતાજા


    Sanya Malhotra in Dangal Movie (Right)
    Sanya Malhotra in Dangal Movie (Right)


    વધુમાં સાન્યાએ પોતાના જાતને સ્વીકારવાના મહત્વ વિશે વાત કરી હતી અને તેણે કેવી રીતે તેના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું? તે અંગે પણ જણાવ્યુ હતું.

    તેણે ટ્વીક ઇન્ડિયાને કહ્યું હતું કે, જીવનમાં એવો સમય હોય છે જ્યારે તમે અન્ય લોકો માટે તમારી જાતને બદલો છો. પરંતુ હવે હું મારી જરૂરિયાતોને પ્રથમ રાખું છું. બીજાઓ માટે જેટલો દયાળુ બનો છો તેટલા જ પોતાના માટે પણ બનો. તમારે તે કરુણા અને આત્મ-પ્રેમ કેળવવો જોઈએ.

    સેલ્ફ એક્સેપટન્સ વિશે વાત કરતાં, સાન્યા એ કહ્યું કે, તેને તેના શરીર અને દેખાવને સ્વીકારવામાં સમય લાગ્યો હતો. જો કે, તે હવે તેના શરીર બાબતે તે સંપૂર્ણપણે ખુશ છે. તેણીએ વધુમાં કહ્યું કે, કોઈ વ્યક્તિ તેમના જીવનનો આનંદ માણવા માટે એક પરફેક્ટ કાયા બનવાની રાહ જોઈ શકતા નથી. હું બિકીની પહેરવા માટે સુડોળ શરીર બનવાની રાહ જોઈ શકતી નથી. હું તો બિકીની પહેરીશ.

    તેણીએ શરીરમાં આખા મહિના દરમિયાન થતાં બદલાવ અને પિરિયડ્સ દરમિયાન શરીર ફૂલી જતું હોવાની સમસ્યા વિષે પણ વાત કરી હતી. સાન્યાએ કહ્યું હતું કે, તમારા શરીર માટે તમે કોઈને જવાબ આપવા બંધાયેલા નથી, સાન્યાએ ઉમેર્યું હતું કે જો તમને ખીલ થતા હોય,તો તેને છુપાવવાની જરૂર નથી.

    આ પણ વાંચો: પ્રેગ્નન્સીના પાંચમા સપ્તાહમાં મૂડ સ્વિંગની થાય છે સમસ્યા, શરીરમાં આવે છે આ ફેરફારો

    તેણે અંતમાં કહ્યું કે, તે શારીરિક રીતે મજબૂત બની રહી છે અને તેના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन