એક કપ દાળના પાણીનું સેવન બીમારીઓ રાખશે દૂર અને ઈમ્યુનિટીમાં કરશે વૃદ્ધિ

દાળના પાણીના ફાયદા

દાળના પાણીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફોસ્ફરસ રહેલા હોય છે. દાળનું પાણી પીવાથી એનીમિયા દૂર થાય છે અને...

  • Share this:
સમગ્ર દેશમાં લોકોએ કોરોના (Corona) ની બીજી અને ગંભીર લહેરનો સામનો કર્યા બાદ લોકો રોગ પ્રતિકારક શક્તિ (Immunity)માં વૃદ્ધિ માટે અલગ અલગ પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું, હાથ ધોવા અથવા સેનિટાઈઝરથી હાથ સાફ કરવા જરૂરી છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. કોરોનાથી બચવા માટે ઈમ્યુનિટી સ્ટ્રોંગ હોવી જરૂરી છે અને ઈમ્યુનિટી મજબૂત કરવા માટે સ્વાસ્થ્યપ્રદ ભોજનનું સેવન કરવું જરૂરી છે. દાળ ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. દાળના પાણીનું સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.

હળવું અને સ્વસ્થ ભોજન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. ભોજનમાં લોકો દાળ ભાત (Daal-Chawal) ખાવાનું વધુ પસંદ કરે છે. તમે અલગ અલગ પ્રકારની દાળના પાણીનું સેવન કરી શકો છો. દાળના પાણીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફોસ્ફરસ રહેલા હોય છે. દાળનું પાણી પીવાથી એનીમિયા દૂર થાય છે અને વજનમાં ઘટાડો થાય છે. કોરોનાના સમયમાં નિયમિત એક કપ દાળના પાણીનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર થાય છે. દાળના પાણીના ફાયદાઓ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે.

દાળના પાણીના ફાયદા

  • દાળના પાણીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. દાળનું પાણી પીવાથી શરીરમાંથી પારા અને સીસા જેવા હેવી મેટલ્સ બહાર નીકળે છે. દાળના પાણીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, મેગ્નીશિયમ, પોટેશિયમ, સોડિયમ, વિટામીન સી, કાર્બ્સ, પ્રોટીન અને ડાયટરી ફાઈબર રહેલા છે. દાળનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ ખૂબ જ ઓછો હોય છે.

  • દાળના પાણીમાં થોડુ દેશી ઘી ઉમેરીને સેવન કરવાથી સ્વાદમાં વધારો થાય છે તથા શરીરને અનેક પ્રકારના પોષકતત્વો પ્રદાન કરે છે. દાળના પાણીનું સેવન કરવાથી શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે તથા લૂ ના કારણે થતી સમસ્યાઓથી બચી શકાય છે.

  • દાળનું પાણી પીવાથી શરીરને એનર્જી મળે છે. તમે દાળના પાણીને ફ્રિજમાં રાખીને ઠંડુ કરીને પી શકો છો. ફ્રીજમાં રાખેલ દાળનું ઠંડુ પાણી પીવાથી દાળની પૌષ્ટિકતા ખતમ થતી નથી.

  • જો તમે વધતા વજનથી પરેશાન છો તો તમે વજન ઓછુ કરવા માટે દાળના પાણીનું સેવન કરી શકો છો. દાળના પાણીનું સેવન કરવાથી કેલરી ઓછી થાય છે અને વધુ સમય સુધી ભૂખ લાગતી નથી.

  • ક્યારેક ક્યારેક શરીરમાંથી વધુ માત્રામાં પરસેવો નીકળી જાય છે. જેના કારણે ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે. આ પરિસ્થિતિમાં દાળનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે.

  • દાળનું પાણી સરળતાથી પચી જાય છે અને શરીર તથા મસ્તિષ્ક માટે ખૂબ જ લાભદાયી છે. દાળનું પાણી હળવો ખોરાક હોવાથી ગેસ થતો નથી અને પેટની સમસ્યાથી છુટકારો મળે છે.

  • દાળના પાણીનું સેવન કરવાથી ડાયેરિયાથી રાહત મળે છે અને શરીરમાં પાણીની ઊણપ દૂર થાય છે.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)

First published: