આ પાંચ ટિપ્સ નખને કોઇપણ જાતનાં સંક્રમણથી બચાવીને સુંદર બનાવશે

આ પાંચ ટિપ્સ નખને કોઇપણ જાતનાં સંક્રમણથી બચાવીને સુંદર બનાવશે
આપણે જોઇએ નખને ઇન્ફેક્શનથી બચાવવા અને તેની સુંદરતા કાયમી રાખવા માટે તેની કેવી કેવી સંભાળ લેવી જરૂરી છે.

આપણે જોઇએ નખને ઇન્ફેક્શનથી બચાવવા અને તેની સુંદરતા કાયમી રાખવા માટે તેની કેવી કેવી સંભાળ લેવી જરૂરી છે.

 • Share this:
  હાલ વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર વ્યાપી રહ્યો છે ત્યારે શરીરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તો આજે આપણે જોઇએ નખને ઇન્ફેક્શનથી બચાવવા અને તેની સુંદરતા કાયમી રાખવા માટે તેની કેવી કેવી સંભાળ લેવી જરૂરી છે.

  1. નખની સુંદરતા વધારાવા તથા ચેપ રહિત રાખવા માટે મેનીકયોર બહુ જરૂરી છે. તમે ઘરમાં પણ આ કરી શકો છો. મેનીકયોર કરો કે કરાવો છો તો આ બાબતનું ધ્યાન રાખવું કે, મેનીકયોરના ઉપકરણ સ્ટરલાઇજ્ડ જરૂર હોય, જેવાથી ફંગલ અને અન્ય બેકટીરિયાનું ઇન્ફેકશન ના થઇ શકે.


  2. જેમના નખ જલ્દી તુટી જાય છે તેમણે બેસ કોટ કે ટોપ કોટના સ્થાન પર નેલહાર્ડનરનો પ્રયોગ કરવો જોઇએ. કેટલાક નેલ હાર્ડનર્સમાં ફોર્મલડીહાઇડ નામનું કેમિકલ હોય છે જે નખ ઉપર હોર્ડ લેયર બનાવીને તેને મજબૂત કરી દે છે. ઘણી મહિલાઓને આનાથી એલર્જી પણ થાય છે. એની માટે નવા હાર્ડનર પણ બનાવવામાં આવ્યા છે. જે નખ પર મોટી અને મજબૂત કોટીંગનું કામ કરે છે. નખને સુરક્ષિત તો રાખે છે. હેલ્થ પણ બનાવે છે.
  3.રાત્રે સૂતા પહેલા નખને કયુટિકલ પર કયુટિકલ ઓઇલ કે બેબી ઓઇલથી મસાજ કરવું.
  4. નેલ પોલિશ લગાવતા પહેલા નખ પર બેસ કોટ જરૂર લગાવી લેવું. તેનાથી નખ પીળા પડતા નથી. મેનીકયોરની અસરને વધારે સમય સુધી રાખવા માટે નેલપોલિશને બે કોટ પછી ફરીથી બેસ કોટ લગાવવું.
  5. જે મહિલાઓના નખ જલ્દી રફ અને કઠોર થઇ જતાં હોય તો તેમણે રબરના મોજા પહેરીને ઘરકામ કરવું જોઇએ.

  આ પણ વાંચો - લૉકડાઉનમાં કરો આ 4 આસન માત્ર પાંચ-પાંચ મિનિટ, ઉતરી જશે થાઇ અને હિપ્સ પરની ચરબી

  આ પણ જુઓ- 
  Published by:Kaushal Pancholi
  First published:May 13, 2020, 12:39 pm

  ટૉપ ન્યૂઝ