Home /News /lifestyle /સડસડાટ વજન ઉતારવું છે? તો આ રીતે ખાઓ બ્રોકલી, નહિં જવું પડે જીમમાં
સડસડાટ વજન ઉતારવું છે? તો આ રીતે ખાઓ બ્રોકલી, નહિં જવું પડે જીમમાં
વજન ઉતારવા માટે બ્રોકલી છે બેસ્ટ
Broccoli Health Benefits: ઓછી મહેનતે તમારે સડસડાટ વજન ઉતારવું છે તો બ્રોકલી તમારા માટે સૌથી બેસ્ટ છે. બ્રોકલીનું તમે આ રીતે સેવન કરો છો તો તમારું વજન ફટાફટ ઉતરી જાય છે અને તમારા સ્વાસ્થ્ય બીજા ફાયદાઓ પણ થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લીલાં શાકભાજી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે, જે શરીરને અંદરથી સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. બાળપણથી લઇને ઘરડાં થઇએ ત્યાં સુધી આંખોની રોશની, સ્વાસ્થ્ય સારું રાખવું, સ્કિન પર કરચલીઓ ના પડે અને સાથે વાળને મજબૂત કરવા માટે લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. લીલા શાકભાજીની જો વાત કરીએ તો એમાં બ્રોકલી સૌથી બેસ્ટ છે. બ્રોકલીમાં રહેલા ગુણો તમને ઘડપણમાં પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. જો તમે તમારા ઘરમાં બ્રોકલી લાવતા નથી તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આમ, જો તમે આ દિવસોમાં વજન ઉતારવા ઇચ્છો છો તો બ્રોકલી તમારા માટે સૌથી બેસ્ટ છે.
આ પોષક તત્વોથી ભરપૂર હોય છે બ્રોકલી
બ્રોકલીમાં કેલ્શિયમ, આયરન, જિંક, ફાઇબર, પ્રોટીન, સેલેનિયમ, વિટામીન એ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો તમારી અનેક બીમારીઓ સામે લડવાની તાકાત ધરાવે છે. બ્રોકલીને તમે સલાડ, શાક, પિઝા, બર્ગર જેવી અનેક વસ્તુઓ બનાવીને ખાઇ શકો છો.
બ્રોકલીને વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. બ્રોકલીમાં રહેલું ફાઇબર અને પોટેશિયમ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. બ્રોકલીમાં રહેલું ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેના કારણે તમને બીજી કોઇ વસ્તુ ખાવાની ઇચ્છા થતી નથી.
વજન ઘટાડવા આ રીતે બ્રોકલીનું સેવન કરો
તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો બ્રોકલી તમારા માટે સૌથી બેસ્ટ છે. વજન ઘટાડવા માટે તમે બ્રોકલીનો સૂપ પણ પી શકો છો. જો તમને સૂપ ભાવતો નથી તો તમે સલાડ કરીને તેમજ બીજા શાકભાજીમાં મિક્સ કરીને ખાઇ શકો છો. પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, જ્યારે પણ તમે બ્રોકલીમાંથી કોઇ વસ્તુ બનાવો છો તો એ વધારે સમય સુધી પકવવાની નથી.
આ માટે સૌથી બેસ્ટ છે કે તમે બ્રોકલીને સ્ટીમ કરીને અથવા તો પાણીમાં ઉકાળીને ઉપયોગમાં લો. ઘણાં લોકો બ્રોકલીની ચા તેમજ જ્યૂસ બનાવીને પણ પીતા હોય છે. પરંતુ ક્યારે પણ સાંજના સમય પછી બ્રોકલીનો જ્યૂસ પીવો જોઇએ નહીં. તમે બ્રોકલીને સૂપ, શાકમાં ખાઓ છો તો તમારું વજન ઝડપથી ઉતરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર