પેટની કોઈ પણ તકલીફમાં કોઈ પણ ઉંમરના લોકો ખાઈ શકે છે આ વાનગી

 • Share this:
  દહીં તડકા રાઇસ બનાવવા માટે..

  સામગ્રી :
  3 કપ મોળું દહીં
  3 કપ ભાત
  1 ડુંગળી
  2 લીલાં મરચાં
  1 લાલ સૂકું મરચું
  1 ટી.સ્પૂન આદુંની પેસ્ટ
  1 ટી.સ્પૂન અડદના દાણા
  મીઠા લીમડાના પાન
  1 ચમચી રાઇ-જીરૂ
  1 ચમચી જીરૂ પાવડર
  3 ચમચી તેલ
  મીઠું
  કોથમીર

  બનાવવાની રીત :
  દહીંને કપડામાં બાંધીને તેનું પાણી નીકળી જાય ત્યાં સુધી રાખો. પછી એક પેનમાં તેલ લઈ તેમાં રાઇ, જીરૂ અને અડદના દાણા, લીમડા ના પાન નાખો. પછી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ગુલાબી થાય પછી તેમાં લીલાં મરચાં, લાલ મરચાં અને આદુંની પેસ્ટ ઉમેરી ધીમા તાપે જ મિક્સ કરો. ધ્યાન રાખો કે અડદ વધારે શેકાઈ બળી ન જાય. પછી તેમાં મીઠું અને જીરૂ પાવડર ઉમેરો. પછી તેમાં દહીંનો મસ્કો અને રાંધેલો ભાત ઉમેરી બરાબર મિક્ષ કરી લો. છેલ્લે કોથમીર ઉમેરી ગરમા ગરમ સર્વ કરો. આ રાઇસની વાનગીમાં બાફેલા વટાણા, ફણસી, ગાજર તેમજ કેપ્સિકમ પણ ઉમેરી શકાય છે.
  Published by:Bansari Shah
  First published: