દાળ પલાળ્યા વગર જ ઈન્સ્ટન્ટ બનાવો દહીં પકોડાં

News18 Gujarati
Updated: May 5, 2019, 4:11 PM IST
દાળ પલાળ્યા વગર જ ઈન્સ્ટન્ટ બનાવો દહીં પકોડાં

  • Share this:
ગરમી હોય કે ઠંડી, ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ચાટ લવર્સ માટે તેમની મનગમતી Recipe ખાવાની કોઈ સીઝન નથી હોતી. ત્યારે શીખી લો ચાટની એક નવી વાનગી દહીં પકોડાં

દહીં પકોડાં બનાવવા માટેની સામગ્રી :
150 ગ્રામ ચણાનો ઝીણો લોટ

50 ગ્રામ ચોખાનો લોટ
25 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
1 ચમચી મરચુંમીઠું
હળદર
ચપટી સાજીનાં ફૂલ
તેલ
ગળી ચટણી
તીખી ચટણી
દહીં

 

દહીં પકોડાં બનાવવાની રીત :
સૌ પ્રથમ એક વાટકામાં ચણાનો લોટ, ઘઉંનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર અને સાજીનાં ફૂલ નાખી થોડું ઢીલું ખીરું તૈયાર કરી લો. પછી તેલ ગરમ કરી તેમાં પકોડાં ગરમ ઊતારી લો. પકોડાને મીડિયમ ફ્લેમ પર તળી લો. સહેજ બદામી કલરના થવા આવે એટલે તેને તેલમાંથી કાઢી સીધાં પાણીમાં નાખો.
ત્યારબાદ પકોડાને દબાવી તેમાંથી પાણી કાઢી સર્વિંગ બાઉલમાં મૂકો. પછી તેના પર દહીં, ગળી ચટણી, તીખી ચટણી, મીઠું, મરચું ભભરાવી સર્વ કરો.
First published: May 5, 2019
વધુ વાંચો
अगली ख़बर