શરદી અને કફમાં અકસીર છે દાદીમાના આ સરળ નુસખા

News18 Gujarati
Updated: January 11, 2018, 5:34 PM IST
શરદી અને કફમાં અકસીર છે દાદીમાના આ સરળ નુસખા

  • Share this:
ઠંડીની મોસમમાં ઈન્ફેક્શનના કારણે કે વધારે ગળ્યું કે ખાંટુ ખાવાના કારણે કફ અને શરદી થતી હોય છે. જો આવું થતુ હોય કે તરત જ દવાઓ લઈ લેતા હોય છે પરંતુ આવી સ્થિતિમાં જો આપણે દાદીમાના નુસખાનો ઉપયોગ કરીએ તો નુકશાન વગર ફાયદો થાય છે. તો આજે આપણે આ વ્યાધિમાંથી મુક્તિ અપાવતા કેટલાક દાદીમાંના નુસ્ખા જોઈએ.

1. લવીંગને મોંમા રાખી રસ ચુસવાથી ખાંસી મટે છે.
2.આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે.

3.આદુનો રસ, લીંબુનો રસ અને મધ સરખે ભાગે લઈ પીપર નાખી દીવસમાં બે-ત્રણ વાર પીવાથી ઉધરસ મટે છે.
4.આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી ઉધરસ મટે છે.
5.લવીંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી ખાંસી, શરદી, અને ગળાનો સોજો મટે છે.6.અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સુંઘવાથી શરદી ઓછી થાય છે અને છીંક પણ ઓછી થાય છે.
7.થોડા નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને દર બે-ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત રહે છે.
8.નવશેકું પાણી પણ તમે દિવસમાં 2થી 3 વાર પીશો તો શરદીમાં ફાયદો થશે.
9.શરદી કફમાં તમે નાસ લેશો તો પણ તમને ઘણો ફાયદો થશે. નાસ લેવા માટે તમારે પાણીને ગરમ કરવું અને તેમાં અજમો,નીલગીરી,વિક્સ કે કપૂર પણ તેમાં ઉમેરશો તો ફાયદો થશે.
10.સવારે પાંચ પાન તુલસીના ખાવાથી પણ ફાયદો થશે.
First published: January 11, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading