શિયાળામાં દાદીમાના આ સરળ નુસખાથી કફ અને શરદીને ભગાડો

પ્રતિકાત્મક તસવીર

ઠંડીની મોસમમાં ઈન્ફેક્શનના કારણે કે વધારે ગળ્યું કે ખાંટુ ખાવાના કારણે કફ અને શરદી થતી હોય છે. જો આવું થતુ હોય કે તરત જ દવાઓ લઈ લેતા હોય છે પરંતુ આવી સ્થિતિમાં જો આપણે દાદીમાના નુસખાનો ઉપયોગ કરીએ તો નુકશાન વગર ફાયદો થાય છે

  • Share this:
    શિયાળાની (winter) શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અત્યારની ડબલ ઋતુમાં શરીદ ઉધરસ, કફ (cough-cold) જેવી સમસ્યા થવી સામાન્ય રહે છે. ઠંડીની મોસમમાં ઈન્ફેક્શનના કારણે કે વધારે ગળ્યું કે ખાંટુ ખાવાના કારણે કફ અને શરદી થતી હોય છે. જો આવું થતુ હોય કે તરત જ દવાઓ લઈ લેતા હોય છે પરંતુ આવી સ્થિતિમાં જો આપણે દાદીમાના નુસખાનો (Dadi ma na nushka) ઉપયોગ કરીએ તો નુકશાન વગર ફાયદો થાય છે. તો આજે આપણે આ વ્યાધિમાંથી મુક્તિ અપાવતા કેટલાક દાદીમાંના નુસ્ખા (home remedies) જોઈએ.

    આ પણ વાંચોઃ-વડોદરાના બિલ્ડરની કારનો MPમાં અકસ્માત, પતિ-પત્ની સહિત ચારના મોત

    1. લવીંગને મોંમા રાખી રસ ચુસવાથી ખાંસી મટે છે.
    2.આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે.
    3.આદુનો રસ, લીંબુનો રસ અને મધ સરખે ભાગે લઈ પીપર નાખી દીવસમાં બે-ત્રણ વાર પીવાથી ઉધરસ મટે છે.
    4.આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી ઉધરસ મટે છે.

    આ પણ વાંચોઃ-SBIનું એલર્ટ! ઈન્ટરનેટ ઉપર ન શોધો કસ્ટમર કેરનો નંબર, નહીં તો પસ્તાશો

    5.લવીંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી ખાંસી, શરદી, અને ગળાનો સોજો મટે છે.
    6.અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સુંઘવાથી શરદી ઓછી થાય છે અને છીંક પણ ઓછી થાય છે.
    7.થોડા નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને દર બે-ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત રહે છે.

    આ પણ વાંચોઃ-તમારો જૂનો સ્માર્ટફોન પણ થઈ જશે એકદમ નવો, આ રીતે ચમકાવો
    8.નવશેકું પાણી પણ તમે દિવસમાં 2થી 3 વાર પીશો તો શરદીમાં ફાયદો થશે.
    9.શરદી કફમાં તમે નાસ લેશો તો પણ તમને ઘણો ફાયદો થશે. નાસ લેવા માટે તમારે પાણીને ગરમ કરવું અને તેમાં અજમો,નીલગીરી,વિક્સ કે કપૂર પણ તેમાં ઉમેરશો તો ફાયદો થશે.
    10.સવારે પાંચ પાન તુલસીના ખાવાથી પણ ફાયદો થશે.
    First published: