Home /News /lifestyle /ડાયટમાં શામેલ કરો દહીં, ઓગાળશે ચરબી અને સ્કિન બનાવશે હેલ્ધી

ડાયટમાં શામેલ કરો દહીં, ઓગાળશે ચરબી અને સ્કિન બનાવશે હેલ્ધી

સ્ક્રબ: દહીંના એક વાડકામાં ખાંડ, હળદર અને એલોવીરા જેલ મિક્સ કરો. હળદર ત્વચા માટે એન્ટીસેપ્ટીકનું કામ કરે છે અને ખાંડ સ્ક્રબિંગનું. એલોવીરાથી ત્વચા કોમળ બને છે. તમે ઈચ્છો તો દહીંના આ મિશ્રણમાં જવનો લોટ પણ મિક્સ કરી શકો છો. આ મિશ્રણને નિયમિત ધોરણે ત્વચા પર લગાવતા રહો. ત્વચામાં એક અલગ જ ચમક જોવા મળશે.

દહીંની તાસીર ઠંડી હોય છે તેથી જો તમારા શરીરનો કોઠો શરદી, ખાંસી, જુખામ, ટોન્સિલ્સ, અસ્થમા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમારે દહીંનું સેવન ડોક્ટરની સલાહ મુજબ કરવું.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દહીમાં હાજર કેલ્શિયમ, પ્રોટિન અને વિટામિન્સ આપણી બોડીને હેલ્ધી રાખવામા મદદ કરે છે. તે પેટ માટે તો સારુ છે જ સાથે સાથે તે વજન ઉતારવામાં પણ મદદગાર છે અને તેમાં એવાં ઘણાં રસાયણ છે જે પાચન શક્તિ વધારે છે. જેને કારણે કબજીયાત, ગેસ સંબંધિત બીમારી તેમજ પેટ સંબંધીત કોઇપણ પરેશાનીથી બચી શકાય છે. આ માટે આપે દરરોજનાં ભોજનમાં દહી, છાશ કે લસ્સી શામેલ કરવી આવશ્યક છે. તે ડાયજેશન સિસ્ટમ વધારશે તેમજ શરીરની ઇમ્યુનિટી પણ વધારશે.

નિયમિત રૂપે દહીનું સેવન કરશો તો પેટ સાથે સંકળાયેલી બીમારીઓથી રાહત મળે છે. દહીંમાં જોવા મળતા ન્યુટ્રિશિઅન પાંચન તંત્રને તંદુરસ્ત રાખે છે.

વજન ઉતારે છે દહીં
કેલ્શિયમથી ભરપૂર દહી વજન ઉતારશે. દહીમાં જોવા મળતાં કોર્ટિસોલની માત્રાને વધારે છે જે કોલેસ્ટ્રોલ અને હાયપરટેન્શનનું કારણ છે. જે તમામથી વજન વધે છે.

સ્કિન હેલ્ધી રાખે છે દહીં
તેમાં ઝિંક, વિટામિન A અને ફોસ્ફોરસ હોય છે જેનાંથી સ્કિન હેલ્ધી રહે છે.

વાળ માટે ફાયદાકારક
દહીંમાં જોવા મળતા લેક્ટિક એસિડથી વાળ સ્મુધ રહે છે તે વાળને કસમયે સફેદ થથા અને ઉતરતા પણ અટકાવે છે.

હાડકા મજબૂત બનાવે છે
કેલ્શિયમ અને ફોસ્ફોરસ યુક્ત દહીં ખાવાથી હાડકાં મજબુત બને છે. અને તેનાં કારણે ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા પણ ઘટે છે.

હાર્ટ રાખે છે હેલ્ધી
કોલોસ્ટ્રોલ અને હાયપરટેન્શન જેવી બીમારીઓ સામે લડનારા તમામ તત્વો દહીંમાં હોવાથી તે હાર્ટને પણ હેલ્ધી રાખે છે. હાર્ટ સાથે સંક્ળાયેલી અન્ય બીમારીઓ પણ તે મટાડે છે.

ઇમ્યૂનિટી પાવર વધારે છે દહીં
દહીંમાં ગૂડ બેક્ટેરિયા પણ હોય છે જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. તેનાંથી ઘણી બીમારીઓ દૂર થાય છે અને હેલ્ધી રહેવાય છે

દહીંની તાસીર ઠંડી હોય છે તેથી જો તમારા શરીરનો કોઠો શરદી, ખાંસી, જુખામ, ટોન્સિલ્સ, અસ્થમા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમારે દહીંનું સેવન ડોક્ટરની સલાહ મુજબ કરવું. આ ઉપરાંત રાત્રે દહીનું સેવન ન કરવું જોઇએ. કારણ કે રાતનાં સમયે દહી પચવાની જગ્યાએ શરીરમાં કફ બનાવવાનું શરૂ કરે છે જે નુક્સાનકારક છે.
First published:

Tags: Beautiful Skin, Curd, Healthy life, Weight loss

विज्ञापन