Holi Herbal Colors: હોળી તહેવાર રંગો અને ગુલાલ વગર અપૂર્ણ છે. રંગીબેરંગી કલર હોળીનું જીવન છે. હોળી પર દુશ્મનો પણ એકબીજાને સ્વીકારે છે. પરંતુ હોળી સાથે નકલી રંગનો વ્યવસાય બજારમાં શરૂ થાય છે. હોળીમાં બજારમાં ઘણા નકલી રંગ અને ગુલાલ બજાર વેચાય છે. કેમિકલ યુકત કલર રંગ અને ગુલાલ ત્વચા માટે નુકસાનકાક તો છે સાથે જ આંખોની રોશની સુધી અસર થાય છે. તેથી આજકાલ પાંદડાઓમાંથી બનાવેલ હર્બલ કલર ખૂબ જ મોંઘા હોય છે. તો આ રીતે ઘરે જ હોળી રંગ બનાવી શકો છો.
હોળી 21 મી માર્ચે છે. આ રીતે તમારી પાસે સંપૂર્ણ સમય છે. તમે ઘર પર ઉપલબ્ધ વસ્તુનો ઉપયોગ કરીને હર્બલ રંગ બનાવી શકો છો. હર્બલ રંગ બનાવવા માટે તમે તમારા રસોડામાંથી બીટરોટ, મહેંદી અને ફૂલોનો ઉપયોગ કરી શકો છો.
ભારતી તનેજાના એએલપીએસ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશિકા તનેજાએ હર્બલ રંગો બનાવવા માટે કેટલીક ટીપ્સ આપી છે, જેને અનાવીને તમે હોળી માટે હર્બલ કલર તૈયાર કરી શકો છો.
નારંગીનો રંગ બનાવવા માટે: મહેંદીનને સમગ્ર રાતભર પાણીમાં પલાળીને રાખો અને સવારમાં હોળી રમવા માટે આ પાણીનો ઉપયોગ કરો. તમારી હોળી માટે રંગ ખૂબ ઓછા ભાવમાં તૈયાર થઇ જશે.
મેજેન્ટા રંગ બનાવવા માટે: બીટરોડના ટુકડાઓ એક પાણીમાં ઉકાળો જેનાથી ડાર્ક મેજેન્ટા રંગનું પાણી બનશે.. તેમે આ રંગથી હોળી રમી શકો છો. પીળો રંગ બનાવવા માટે રાતભર 15 લાલ કલરના ફૂલ નાખીને પાણીમાં રહેવે દેશો. સવારે તેનાથી હોળી રમી શકાશે.
લીલો રંગ બનાવવા: જો તમને લીલો રંગ ગમતો હોય, તો તમે રાતભર ગરમ પાણીમાં પાલક પલાળી રાખો, સવાર સુધી લીલો રંગ તૈયાર કરશો.
વાદળી રંગ બનાવવા માટે: વાદળી રંગ બનાવવા માટે તમારે બ્લુબેરીના રસનો ઉપયોગ કરવાની જરૂર છે.
જો તમે હોળી રમવા માટે સૂકો રંગ બનાવવા માંગો છો, તો ચોખાના લોટમાં ખાવાનો કલરના ડ્રોપ્સ ઉમેરો, તેને 2 ચમચી પાણી મિકસ કરો, જેથી જાડી પેસ્ટ જેવુ બને. તેને સૂકવવા માટે રાખો. સૂકવણી પછી મિશ્રણને ચલાવો. હોળી રમવા માટે તમારો હર્બલ સુકા રંગ તૈયાર છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર