Health Tips: નિષ્ણાંતો હૃદય (Heart)ને સ્વસ્થ રાખવા માટે કસરતની સાથે સાથે હેલ્ધી ડાયટ (Healthy Diet) લેવાની પણ સલાહ આપે છે. રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ હૃદયને સ્વસ્થ રાખવા માટે ચોકલેટ (Chocolate), ચીઝ (Cheese) અને યોગર્ટ (Yoghurt) સીમિત માત્રામાં ખાવાની સલાહ આપી છે. ઈટલીની નેપલ્સ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ રિસર્ચમાં આ બાબતનો દાવો કર્યો છે. સંશોધનકર્તાઓ જણાવે છે, કે નિયમિતરૂપે 200 ગ્રામ ડેરી પ્રોડક્ટનું સેવન કરવાથી હૃદયને નુકસાન નથી થતું. જો તમને ચીઝ પસંદ છે, તો તમે પા કપ ચીઝનું સેવન કરી શકો છો. 50 ગ્રામ ચીઝનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે.
સંશોધનકર્તાઓ જણાવે છે, કે સીમિત માત્રામાં ચોકલેટનું સેવન કરવાથી હૃદય રોગ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. 20થી 45 ગ્રામ સુધી ચોકલેટ ખાવી તે હૃદય માટે લાભદાયી છે. ડાર્ક ચોકલેટમાં રહેલ ફ્લેવેનોલ અને એન્ટી ઓક્સીડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. અહીં બે રીત જણાવવામાં આવી છે, જેનાથી હૃદય રોગ થવાની સંભાવના ઓછી રહે છે.
યોગ્ય ડાયટ (Proper Diet)
લીલા શાકભાજીનું સેવન કરવાથી 16% અને આખા અનાજનું સેવન કરવાથી 22% સુધી હૃદય રોગ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ્સ ઓફ મેડિસિન અનુસાર લીલા શાકભાજીમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન કે અને નાઈટ્રેટ્સ રહેલા હોય છે. જે રક્તવાહિકાઓનું રક્ષણ કરે છે અને બ્લડ પ્રેશર ઓછુ કરે છે. ભોજનમાં લીલા શાકભાજી ઉમેરવાથી હૃદય રોગ થવાની સંભાવના 16% સુધી ઓછી થઇ જાય છે. આખા અનાજમાં ફાઈબર રહેલા હોય છે, જે બેડ કૉલસ્ટ્રોલને ઓછું કરે છે. નિયમિત 150 ગ્રામ આખા અનાજનું સેવન કરવાથી હૃદય રોગ થવાની સંભાવના 22% સુધી ઓછી થઈ જાય છે.
નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટેસારી છે. તેનાથી બ્લડ સરક્યુલેશનમાં સુધારો થાય છે અને કૉલસ્ટ્રોલ ઓછું થાય છે.
રજિસ્ટેંસ ટ્રેનિંગ
અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન અનુસાર સપ્તાહમાં ઓછામાં ઓછા સતત બે દિવસ રજિસ્ટેંસ ટ્રેનિંગ લેવાથી બેલીફેટ અને બોડીફેટ ઓછું થાય છે. રજિસ્ટેંસ ટ્રેનિંગમાં વજન ઉપાડવું, રજિસ્ટેંસ બેન્ડ અથવા બોડી ફેટ કસરત જેમ કે, પુશઅપ્સ, ચિનઅપ્સ શામેલ છે. બેલીફેટ અને બોડીફેટ હૃદય રોગ થવાનું સૌથી મોટું કારણ છે. રજિસ્ટેંસ ટ્રેનિંગ લેવાથી કૉલસ્ટ્રોલમાં ઘટોડા થાય છે.
જ્હોન હોપ્કિન્સ મેડિસિન ઈન્સ્ટિટ્યુટમાં એક્સરસાઈઝ ફિઝિયોલોજિસ્ટ કેરી જે સ્ટુઅર્ટે આ અંગે જાણકારી આપે છે. તેમણે જણાવ્યું કે, સપ્તાહમાં 5 દિવસ નિયમિત 30 મિનિટ એરોબિક્સ કરવાથી હાર્ટ પમ્પિંગની કેપેસિટીમાં સુધારો થાય છે અને હૃદય સ્વસ્થ રહે છે. એરોબિક કસરતમાં બ્રિસ્ક વોક, રનિંગ, સ્વિમિંગ, રનિંગ, સાયક્લિંગ, રોપ જમ્પિંગ શામેલ છે. એરોબિક્સ કરવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે અને બ્લડ પ્રેશરમાં ઓછું થાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર