Home /News /lifestyle /આ રીતે ઘરે બનાવો ફુલેલી અને ક્રિસ્પી પુરી, લોટ બાંધતી વખતે ખાસ રાખો આ ધ્યાન

આ રીતે ઘરે બનાવો ફુલેલી અને ક્રિસ્પી પુરી, લોટ બાંધતી વખતે ખાસ રાખો આ ધ્યાન

આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી પુરી

Crunchy poori tips: અનેક લોકો ઘરે પુરી બનાવે ત્યારે એ ફુલતી હોતી નથી અને સાથે ક્રિસ્પી પણ બનતી નથી. તમે જ્યારે ઘરે પુરી બનાવો ત્યારે આવી તકલીફ થાય છે તો આ ટિપ્સ તમારા માટે ખાસ કામની છે. આ ટિપ્સથી તમારા ઘરે પુરી મસ્ત બને છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નોરતામાં અનેક લોકો ઘરે કુંવાસીઓને જમાડતા હોય છે. ઘરે કુંવાસીઓને જમાડવાથી અનેક લાભ થાય છે. આ સાથે જ અનેક લોકો નવરાત્રીમાં ઉપવાસ પણ કરતા હોય છે. નોરતામાં તમે પણ કુંવાસીને ખવડાવો છો તો ઘરે જમવામાં પુરી બનાવો છો. જો કે પુરી બનાવતી વખતે અનેક લોકોની ફરિયાદ હોય છે કે પુરી ઘરે બનાવીએ ત્યારે એ ફુલતી નથી અને સાથે જ પોચી પડી જાય છે. તમે પણ ઘરે પુરી બનાવો ત્યારે આ સમસ્યા થાય છે તો તમારા માટે આ ટિપ્સ સૌથી બેસ્ટ છે. આ ટિપ્સ તમે ફોલો કરશો તો તમારી પુરી મસ્ત બનશે અને સાથે ક્રિસ્પી પણ થશે. આ પુરી તમારી ફુલશે પણ ખરા.

  આ પણ વાંચો: જાણો ગર્ભમાં પહેલી વાર બાળક ક્યારે મારે છે કિક

  લોટ બાંધતી વખતે આ ધ્યાન રાખો


  પુરી સ્વાદમાં સારી બનાવવા માટે તમે લોટ બાંધતી વખતે ખાસ આ ધ્યાન રાખો. આ માટે તમે લોટ બાંધતી વખતે ઘીનો ઉપયોગ કરો. ઘીનો ઉપયોગ કરવાથી પુરી ફુલે છે. આ લોટમાં તમે અજમો, મીઠું અને ઘીનું મોણ નાંખો. આ લોટને ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને પછી ગુલ્લા કરીને હળવા હાથે પુરી વણો. લોટ થોડી વાર રાખી મુકવાથી પુરી ક્રિસ્પી બને છે.

  કસુરી મેથી નાંખવાથી સ્વાદ વધે છે


  પુરીના સ્વાદમાં તમે વધારો કરવા ઇચ્છો છો તો કસુરી મેથી નાંખો. કસુરી મેથી નાંખવાથી પુરીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. આ કસુરી મેથી હથેળીમાં લો અને મસળી લો. ત્યારબાદ લોટમાં મિક્સ કરી લો. આમ કરવાથી પુરીનો સ્વાદ ચાર ગણો વધી જાય છે અને ખાવાની પણ મજા આવે છે.

  આ પણ વાંચો: હિલ્સ પહેર્યા પછી પગમાં બહુ થાય છે દુખાવો?

  આ રીતથી ક્રિસ્પી બનશે


  પુરીને તમે ક્રિસ્પી બનાવવા ઇચ્છો છો તો લોટ બાંધતી વખતે એમાં થોડી સોજી નાંખો. સોજી નાંખવાથી પુરી ક્રિસ્પી બને છે અને સાથે ખાવાની પણ મજા આવે છે. આ માટે તમે લોટમાં 4 થી 5 મોટી ચમચી સોજી નાંખો. ખાસ ધ્યાન એ રાખો કે તમારે સોજીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાનો નથી. વધારે સોજી નાંખવાથી પુરી ફાટી જાય છે.


  તેલ ગરમ કરી લો


  જ્યારે તમે પુરી તળવાની શરૂઆત કરો ત્યારે ખાસ કરીને પહેલા તેલ ગરમ થઇ જવા દો. તેલ ગરમ થાય અને પછી પૂરી તળો છો તો પૂરી ફુલે છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Recipes, લાઇફ સ્ટાઇલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन