લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન, ગુજરાતીઓ (Gujarati) ઉપવાસ (Upavas) કરે તો પણ જમવામાં વિવિધ પ્રકારની ફરાળી ડિશ (Farali dish) બનાવે. અને આમ પણ ગુજરાતીઓ ઢોકળા ખાવાના શોખીન હોય છે. ત્યારે ઉપવાસમાં ફરાળી ઢોકળા કેવી રીતે બનાવવા તેની અમે આપને રેસીપી બતાવીશું. (Recipe)
ફરાળી ઢોકળા બનાવવાની રીત:
સામગ્રી:
મોરૈયો- 200 ગ્રામ
રાજગરાનો લોટ- 100 ગ્રામ
શીંગોડાનો લોટ- 100 ગ્રામ
ફરાળી મીઠું- સ્વાદ અનુસાર
દહીં- એક વાટકી
સોડા- એક ચમચી
તળવા માટે તેલ અને જીરૂ
બનાવવાની રીત:
મોરૈયાને બે કલાક માટે પલાળી દો. દહીં ફેંટીને રાજગરો અને શીંગોડાનો લોટ ભેળવી દો. મોરૈયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો. તેમાં એક ચમચી સોડા અને મીઠું નાખીને સારી રીતે ફેટો અને કૂકરના ડબ્બામાં ભરીને એક સીટી વગાડી લો. ઠંડુ થાય કે તેના પીસ કરી લો. તેલ ગરમ કરી જીરુ તતડાવો અને ઢોકળા વધારી દો. ઉપરથી ધાણા ભભરાવીને ઢોકળા પીરસો. તો તૈયાર છે ફરાળી ઢોકળા.