Home /News /lifestyle /

એકપણ રૂપિયો ખર્ચ્યા વગર વાળ બનાવો મુલાયમ અને ભરાવદાર

એકપણ રૂપિયો ખર્ચ્યા વગર વાળ બનાવો મુલાયમ અને ભરાવદાર

પ્રતિકાત્મક તસવીર

જો તમારા વાળ પણ પાતળા થઇ ગયા છે અને તમે વાળમાં કોઇપણ હેરસ્ટાઇલ બનાવી શકતા નથી તો ઘરેલું ઉપાયથી આ સમસ્યાને સહેલાઇથી દૂર કરી શકો છો

    દરેક મહિલાઓ અને પુરૂષો ઇચ્છતા હોય છે કે, તેના વાળ લાંબા, ભરાવદાર, મુલાયમ અને સુંદર હોય. જોકે વાળ ખરવાની સાથે-સાથે વાળ પણ પાતળા થવાની સમસ્યાનો સામનો ઘણા બધા લોકોને કરવો પડતો હોય છે. વાળ પાતળા થવાના ઘણા કારણો હોય શકે છે. જેમ કે વાળની યોગ્ય રીતે કાળજી ના કરવી, હોર્મોનનું અસંતુલન થવું કે ડાયેટમાં ન્યુટ્રિએન્સની ઉણપ હોવી સહિતના કારણો છે.

    જો તમારા વાળ પણ પાતળા થઇ ગયા છે અને તમે વાળમાં કોઇપણ હેરસ્ટાઇલ બનાવી શકતા નથી તો ઘરેલું ઉપાયથી આ સમસ્યાને સહેલાઇથી દૂર કરી શકો છો. તો આવો જોઇએ કેટલાક ઘરેલું ઉપચાર.. જેની મદદથી તમે પાતળા વાળને ભરાવદાર કરી શકો છો.

    1. ડુંગળીનો રસ  


    ડુંગળીનો રસ પાતળા વાળની સમસ્યાને દૂર કરવા માટે સૌથી સારો અને ઘરેલું ઉપાય છે. ડુંગળીના રસમાં સલ્ફર વધારે પ્રમાણમાં હોય છે. જે શરીરમાં કોલેજનના પ્રમાણને વધારે છે જેનાથી વાળ ભરાવદાર થાય છે.

    ઉપયોગ કરવાની રીત
    ડુંગળીનો રસ નીકાળીને તેને તમારા વાળને 30 મિનિટ સુધી લગાવી રાખો અને ત્યાર પછી તેને માઇલ્ડ શેમ્પુથી વાળને બરાબર ધોઇ લો.

    2. આંબળા
    પાતળા વાળ માટે આંબળાને સૌથી બેસ્ટ અને ફાયદાકારક માનવામાં આવે છે. જે તમારા વાળને લાંબા, કાળા અને ભરાવદાર કરે છે. આંબળા એન્ટી-ઓક્સીડેન્ટ અને વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી તેને લગાવવાથી અને ખાવાથી બન્ને રીતે તમારા વાળને ભરાવદાર બનાવી શકો છો.

    ઉપયોગ કરવાની રીત
    જો તમે વાળને ભરાવદાર કરવા માંગો છો તો સ્નાન કરતા પહેલા વાળમાં આંબળાનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. જેના માટે તમે બે ચમચી લીંબુના રસમાં બે ચમચી આંબળાનો રસ લો. આ મિશ્રણ સૂકાઇ જાય એટલે તેને સાદા પાણીથી ધોઇ લો.

    3. મેથીના દાણા
    મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. જે વાળને જડમૂળથી મજબૂત બનાવવા અને વાળને લગતી દરેક સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ હોય છે.

    ઉપયોગ કરવાની રીત
    એક ચમચી મેથીની પેસ્ટમાં બે ચમચી નારિયેળ તેલ મિક્સ કરી લો અને વાળમાં 30 મિનિટ સુધી લગાવીને રાખો. ત્યાર પછી તેને શેમ્પુથી ધોઇ લો. આમ સતત એક મહીના સુધી આ ઉપાય કરવાથી વાળ ભરાવદાર અને સાથે જ ઝડપથી વધવા લાગે છે.
    Published by:Margi Pandya
    First published:

    આગામી સમાચાર