Home /News /lifestyle /Cream Sandwich Recipe: માત્ર 10 મિનિટમાં તાજી મલાઇમાંથી બનાવો ક્રીમ સેન્ડવિચ, જોઇને જ મોંમા પાણી આવવા લાગશે

Cream Sandwich Recipe: માત્ર 10 મિનિટમાં તાજી મલાઇમાંથી બનાવો ક્રીમ સેન્ડવિચ, જોઇને જ મોંમા પાણી આવવા લાગશે

ઘરે બનાવો ક્રીમ સેન્ડવિચ

Cream Sandwich Recipe: ક્રીમ સેન્ડવિચ ખાવાની બહુ જ મજા આવે છે. આ સેન્ડવિચ તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકો છો. આ સેન્ડવિચ તમે એક વાર ઘરે બનાવીને ખાશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ સેન્ડવિચ તમે નાસ્તામાં ખાઓ છો તો પણ મજા આવે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખાવાનાં શોખીનો માટે આજે અમે એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની નવી-નવી વાનગીઓ આવતી હોય છે. આ વાનગીઓ ખાવાની બહુ જ મજા આવે છે. આ સાથે જ ઘરે કોઇ વાનગી બનાવવાનું મન થાય તો એવી વાનગી બનાવીએ કે જે ફટાફટ ઘરે બની જાય અને સાથે ખાવાની પણ બહુ મજા આવે. તો આજે અમે તમારી માટે લઇને આવ્યા છીએ ક્રીમ સેન્ડવિચ. ક્રીમ સેન્ડવિચ એક એવી રેસિપી છે જે તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો અને ખાવાની મજામાં ડબલ વધારો થઇ જાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ક્રીમ સેન્ડવિચ.

@born.hungry17 યુઝરનેમથી બનાવેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહત નામની ફુડ ઇન્ફ્લુએન્સરે હોમમેડ ક્રીમ સેન્ડવિચની રેસિપી શેર કરી છે. આ રેસિપી બાળકો પણ ઘરે સરળતાથી બનાવી શકે છે.

સામગ્રી


એક ઝીણી સમારેલી ડુંગળી

બે ઝીણાં સમારેલા લીલા મરચાં

આ પણ વાંચો: Cough Syrup થી થઇ શકે છે બાળકનું મૃત્યુ!

કાળા મરીનો પાવડર

સ્વાદાનુંસાર મીઠું

ચિલી ફ્લેક્સ

બે ચમચી ફ્રેશ ક્રીમ અથવા મલાઇ

છ બ્રેડ સ્લાઇસ

ચાટ મસાલો

બનાવવાની રીત

ક્રીમ સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા ડુંગળી અને લીલા મરચાંને ઝીણાં સમારી લો. ત્યારબાદ એક બાઉલમાં ડુંગળી, લીલા મરચા, કાળા મરીનો પાવડર, ચાટ મસાલો અને ચિલી ફ્લેક્સ નાંખો અને આ બધુ બરાબર મિક્સ કરી લો. હવે આમાં તાજી મલાઇ એડ કરો.

આ પણ વાંચો: ટ્રાવેલિંગ કરતી વખતે આ વસ્તુઓ ખાસ સાથે રાખો

આ પ્રોસેસ થઇ જાય પછી બ્રેડની સ્લાઇસ લો. આ સ્લાઇસ પર સેન્ડવિચનું મિશ્રણ નાંખો અને ફેલાવી દો. હવે બીજી એક બ્રેડની સ્લાઇસ લો અને એની ઉપર મુકી દો. હવે સેન્ડવિચ મેકરમાં શેકી લો. તો તૈયાર છે ક્રીમ સેન્ડવિચ.  આ સેન્ડવિચ સાથે તમે ચટપટી ચટણી અથવા કેચ અપ પણ સર્વ કરી શકો છો.



આ સેન્ડવિચ તમે ચા સાથે ખાઓ છો તો પણ બહુ મજા આવે છે. સાંજના અને સવારના નાસ્તામાં આ સેન્ડવિચ સૌથી બેસ્ટ છે. હવે આ ક્રીમ સેન્ડવિચની મજા માણો તમે પણ. આ ક્રીમ સેન્ડવિચ તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.
First published:

Tags: Life style, Recipes, Sandwich recipe