Home /News /lifestyle /મોબાઈલ પર પ્રેમ શોધવા લાગ્યો યુવા વર્ગ, નાના શહેરોમાં ઝડપથી વધી રહ્યો છે ઓનલાઈન ડેટીંગ એપનો ક્રેઝ

મોબાઈલ પર પ્રેમ શોધવા લાગ્યો યુવા વર્ગ, નાના શહેરોમાં ઝડપથી વધી રહ્યો છે ઓનલાઈન ડેટીંગ એપનો ક્રેઝ

યુવા વર્ગ હવે ઓનલાઈન પ્રેમમાં વધારે રસ લેવા લાગ્યો

Online Dating App:ઓનલાઈન ડેટીંગ એપમાં મહાનગરોથી બહારના યુઝર્સની ભાગીદારી હવે 70 ટકા છે. અમદાવાદ, સૂરત, લખનઉ, જયપુર, ચંડીગઢ અને પટનામાં ડેટીંગ એપ્સના યુઝર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. તેમાંયે મહિલા યુઝર્સની સંખ્યા સૌથી વધારે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન જ્યારે બજાર અને ઓફિસ બંધ હતા, ત્યારે મોટા ભાગના લોકોએ પોતાનો સમય ઘરે જ પસાર કર્યો હતો. આ દરમિયાન ઈન્ટરનેટનો વપરાશ પણ વધ્યો. કારણ કે ખાલી સમયમાં લોકો મોબાઈલ સાથે જોડાયેલી એક્ટિવિટી અને એન્ટરટેનમેંટમાં બિઝી રહ્યા. એક રિપોર્ટ અનુસાર તે સમયમાં લોકોએ ડેટીંગ એપનો ખૂબ ઉપયોગ કર્યો. ખાસ વાત એ છે કે, મોટા ભાગના યુઝર્સ નાના શહેરોના હતાં.

    આ અગાઉ ઓનલાઈન ડેટિંગનો કોન્સેપ્ટ મેટ્રોલ સિટી સુધી જ મર્યાદિત હતો. લાઈવમિંટના રિપોર્ટ અનુસાર નાના શહેરોના યુવાન ભારતીયો હવે પ્રેમ અને સહવાસ માટે ડેટીંગ એપ પર વિશ્વાસ કરી રહ્યા છે. હવે વધુમાં વધુ લોકો પર્સનલ ડેટીંગ પર વીડિયો કોલ કરવાનું પસંદ કરી રહ્યા છે.

    આ પણ વાંચો: Chanakya Niti: પતિમાં જો આ 5 ગુણ હોય તો મેરેજ લાઈફમાં નથી આવતી સમસ્યા, પત્ની રહે છે સંતુષ્ટ

    મેટ્રો સિટી બહાર યુઝર્સની સંખ્યા ઝડપથી વધી


    આ રિપોર્ટમાં ડેટીંગ એપ કંપનીના અધિકારી મુજબ એપમાં મહાનગરોથી બહારના યુઝર્સની ભાગીદારી હવે 70 ટકા છે. અમદાવાદ, સૂરત, લખનઉ, જયપુર, ચંડીગઢ અને પટનામાં ડેટિંગ એપ્સના યુઝર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. આ યુઝર્સમાં મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે. જે ડેટીંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે.

    ડેટીંગ એપ્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 72 ટકા યુઝર્સનું કહેવુ છે કે, કોઈ પણ મળ્યા વિના મેટ્રો ઓનલાઈન પ્રેમ મેળવવો શક્ય છે. ભારતીયોને કોવિડ મહામારી બાદ ઓનલાઈન ડેટીંગ પ્લેટફોર્મ વધારે વિશ્વાસપાત્ર લાગી રહ્યું છે અને તેના માટે પૈસા ખર્ચવા પણ તૈયાર છે.


    એંડવેમેટના ફાઉંડરે આ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ શહેરોમાં ડેટીંગ એપના યુઝર્સમાં વધારો મેટ્રો સિટીના કેટલાય યુવાનોએ પોતાના શહેરમાં પાછા ફરવાના કારણે થયો છે. તેમણે કહ્યું કે, ડેટીંગ એપ્સ ભારતને નાના શહેરોમાં પણ કેટલાય યુઝર્સને આકર્ષિત કરતું રહે છે. ભારતીયોએ ટીંડર પર વીડિયો ડેટીંગને પ્રાથમિકતા આપી છે. તેમાં હૈદરાબાદ પ્રમ નંબર રહ્યું જ્યારે બાદમાં ચેન્નઈ તથા બેંગલુરુ રહ્યું હતું.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Online dating

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन