Home /News /lifestyle /CPRથી ઇમરજન્સીમાં બચાવી શકો છો જીવ, બંધ હૃદયને કરી શકો છો ફરી ધબકતું : જાણી લો આ પ્રક્રિયા
CPRથી ઇમરજન્સીમાં બચાવી શકો છો જીવ, બંધ હૃદયને કરી શકો છો ફરી ધબકતું : જાણી લો આ પ્રક્રિયા
બંધ હૃદયને ફરી ધબકતું કરી શકો છો, જાણી લો આ CPR પ્રક્રિયા
How to Save Life with CPR Technique : ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત બોલર શેન વોર્નનું પણ હાર્ટ એટેકથી નિધન થયું હતું. આ દરમિયાન તેમના મિત્રો અને તબીબી નિષ્ણાતોએ કાર્ડિયો પલ્મોનરી રિસસિટૈશન (CPR) આપીને તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ અસફળ રહ્યાં હતા પરંતુ પ્રયાસ ચોક્કસ કર્યો હતો. તો ચાલો સીપીઆરની મદદથી કોઈનો જીવ કેવી રીતે બચાવી શકાય છે અને સીપીઆર આપવાની રીત શું છે ? તે અંગે જાણીએ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજકાલ આકસ્મિક મૃત્યુ તેમાં પણ ખાસ કરીને હાર્ટ એટેક (Heart Attack) ને કારણે થતા મૃત્યુમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તેનો જીવ બચાવવા માટે તરત જ CPR આપવું ખૂબ જ જરૂરી છે. હાર્ટ એટેકની શરૂઆતની થોડી મિનિટો દર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ સમય દરમિયાન લેવામાં આવેલ સમજદારીભર્યું પગલું દર્દીના જીવનને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ગત મહિને ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત બોલર શેન વોર્નનું પણ હાર્ટ એટેકથી નિધન થયું હતું. આ દરમિયાન તેમના મિત્રો અને તબીબી નિષ્ણાતોએ કાર્ડિયો પલ્મોનરી રિસસિટૈશન (CPR) આપીને તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ અસફળ રહ્યાં હતા પરંતુ પ્રયાસ ચોક્કસ કર્યો હતો. તો ચાલો સીપીઆરની મદદથી કોઈનો જીવ કેવી રીતે બચાવી શકાય છે અને સીપીઆર આપવાની રીત શું છે ? તે અંગે જાણીએ.
CPR શું છે (what is CPR)
MayoClinic મુજબ, CPR (કાર્ડિયો પલ્મોનરી રિસસિટૈશન) એ જીવન બચાવવા માટેની તકનીક છે, જેનો ઉપયોગ ઘણી ઇમરજન્સીની પરિસ્થિતિઓમાં જીવન બચાવવા માટે થાય છે. ઉદાહરણ તરીકે હાર્ટ એટેક, હૃદયના ધબકારા બંધ થવા, શ્વાસ લેવાનું બંધ થવું વગેરે સ્થિતિમાં જીવ બચાવી શકાય છે.
CPR એ એક પ્રકારની તબીબી પ્રક્રિયા છે. જેમાં શ્વાસ બંધ થાય ત્યારે જ્યાં સુધી શ્વાસ પરત ન આવે અથવા હૃદયના ધબકારા સામાન્ય ન થાય ત્યાં સુધી વ્યક્તિના હૃદય - છાતીને દબાવીને મોં દ્વારા શ્વાસ આપવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે શરીરમાં અગાઉથી જ રહેલ લોહી ફરવા લાગે છે. CPR માટે કોઈપણ પ્રકારના યંત્ર-સાધનો કે અદ્યતન ટેક્નિકની જરૂર નથી. જો તમે કોઈ નિષ્ણાત પાસેથી આ ટેકનિક શીખો તો તમે ઈમરજન્સીમાં ઘણા લોકોના જીવ બચાવી શકો છો.
C-A-B ફોર્મ્યુલા શું છે?
અમેરિકન હાર્ટ એસોસિયેશન અનુસાર CRP માટે યોગ્ય ટેકનિક સ્ટેપ્સને યાદ રાખવા માટે C-A-B સ્પેંલિગ બનાવવામાં આવ્યું છે.
C- કમ્પ્રેશન્સ - કમ્પ્રેશનની મદદથી, દર્દીના હૃદયને હાથની મદદથી દબાવવામાં આવે છે, જે CRPનું સૌથી મહત્વપૂર્ણ પગલું છે. A- એરવે - બીજા પગલામાં, નાક અને મોં દ્વારા શ્વાસના એયરવેને ક્લિયર કરવામાં આવે છે. B- બ્રીદિંગ- ત્રીજું પગલું શ્વાસ છે જેમાં તમે દર્દીના મોંને અથવા નાકને પોતાના મોં દ્વારા ફૂંકીને શ્વાસ અપાય છે.