Home /News /lifestyle /વિદેશ પ્રવાસ માટે CoWin પરથી ડાઉનલોડ થઇ શકશે આંતરાષ્ટ્રીય ટ્રાવેલ સર્ટિફિકેટ, અહીં જાણો કેવી રીતે

વિદેશ પ્રવાસ માટે CoWin પરથી ડાઉનલોડ થઇ શકશે આંતરાષ્ટ્રીય ટ્રાવેલ સર્ટિફિકેટ, અહીં જાણો કેવી રીતે

પ્રતીકાત્મક તસવીર

Corona Vaccination news: હવે આંતરરાષ્ટ્રીય મુસાફરો તેમના સર્ટિફિકેટનું આંતરરાષ્ટ્રીય વર્ઝન ડાઉનલોડ કરી શકે છે.

વિદેશ પ્રવાસ કરનારાઓ માટે મહત્વના સમાચાર મળ્યા છે. કોવિડ-19 રસીકરણ (Covid 19 vaccination) માટેના દેશના ડિજિટલ પ્લેટફોર્મ કોવિનમાં (Cowin) હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોને તેમના કોવિડ વેકસીન સર્ટિફિકેટનું (Covid Vaccine certificate) આંતરરાષ્ટ્રીય વર્ઝન ડાઉનલોડ કરી શકે છે. આ સર્ટિફિકેટ વિશ્વ આરોગ્ય સંગઠનની આંતરરાષ્ટ્રીય મુસાફરી (International Travel) માર્ગદર્શિકા મુજબ રહેશે.

કોવિડ વેકસીન સર્ટિફિકેટના આંતરરાષ્ટ્રીય વર્જન માટેની વ્યવસ્થા ગત 30 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી. આ બાબતે નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ના CEO આરએસ શર્માએ જણાવ્યું હતું કે, રસીકરણ માટે વિશ્વસ્તરીય ડિજિટલ પ્લેટફોર્મનું બનાવી અમે કોવિન સર્ટિફિકેશન WHO-DSCC ડેટા ડિક્શનરીનું પાલન કરશે તેમ ખાતરીપૂર્વક કહીએ છીએ. હવે આંતરરાષ્ટ્રીય મુસાફરો તેમના સર્ટિફિકેટનું આંતરરાષ્ટ્રીય વર્ઝન ડાઉનલોડ કરી શકે છે. જેમાં તેમની જન્મ તારીખ હશે.

યુઝર્સ કોવિન પોર્ટલ પર જઈ International Travel Certificate વિકલ્પ પર ક્લિક કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. શર્માએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો કોઈ દેશને ચોક્કસ ફોર્મેટમાં ભારતીય મુસાફરોના રસીકરણ સર્ટિફિકેટની જરૂર હોય તો કોવિન તેને સમાવિષ્ટ કરવાની સુવિધા આપશે.

ટ્રાવેલ સર્ટિફિકેટ કઈ રીતે થશે ડાઉનલોડ

યુઝર્સ તેમના નોંધાયેલા મોબાઇલ નંબર સાથે કોવિનમાં લોગ ઇન કરીને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. લોગ ઇન થયા પછી પોર્ટલ પર Certificate વિકલ્પની બાજુમાં જોવા મળતા નવા વિકલ્પ International Travel Certificate વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.



શુ હશે ટ્રાવેલ સર્ટિફિકેટમાં?

ટ્રાવેલ સર્ટિફિકેટમાં જન્મતારીખ, ડોઝની સંખ્યા, રસીનું નામ, પ્રકાર, ઉત્પાદક, વર્ષ, ડોઝની લીધો હોય ત્યારના મહિના અને તારીખ, ડોઝ બેચ નંબર્સ અને પ્રમાણપત્ર WHO-DDCC:VS ડેટા ડિક્શનરીનું પાલન કરતું હોવાનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો - માહિતીસભર અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોવિન રસીકરણ સર્ટિફિકેટને માન્યતા આપવા બાબતે ભારત અને યુકે વચ્ચેની ચર્ચા બાદ આ સુવિધા ઉભી કરાઈ છે. જેના કારણે આવી છે જેથી સંપૂર્ણ રસી ધરાવતા ભારતીયો ક્વોરેન્ટાઇન મુક્ત મુસાફરી કરી શકે.
First published:

Tags: Ccoronavirus, COVID-19, Cowin

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો