Home /News /lifestyle /ગાયનું દૂધ vs ભેંસનું દૂધ: કયું દૂધ છે તમારા બાળક માટે બેસ્ટ?
ગાયનું દૂધ vs ભેંસનું દૂધ: કયું દૂધ છે તમારા બાળક માટે બેસ્ટ?
ગાયનુ દૂધ કે ભેંસનું
Cow Milk vs Buffalo Milk: દૂધ એક સંપૂર્ણ આહાર માનવામા આવે છે જેમાં આપણા શરીરને જરૂરી તમામ પોષક તત્વો જોવા મળે છે. ત્યારે દૂધના ઘણા સ્ત્રોત છે જેમાં ગાય અને ભેંસનું સૌથી કોમન છે. જો તમે વિચારતા હોવ કે તમારા બાળકને ગાયનું દૂધ આપવું કે ભેંસનું દૂધ આપવું, તો આ આર્ટિકલમાં તમારા બધા પ્રશ્નોના જવાબ હાજર છે.
દૂધ એક સંપૂર્ણ આહાર માનવામા આવે છે જેમાં આપણા શરીરને જરૂરી તમામ પોષક તત્વો જોવા મળે છે. જેવા કે કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ, ખનિજો અને ફેટ જે અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી રહેલું હોય છે જે બાળકોની બોડીના વિકાસમાં મદદ કરે છે. દૂધ ઘણા અલગ અલગ ફોર્મમાંથી આવે છે જેમાંથી સૌથી સામાન્ય ગાય અને ભેંસનું દૂધ છે. એક માતા તરીકે તમે હંમેશા વિચારતા હશો કે તમારા બાળક માટે કયું દૂધ બેસ્ટ છે. તો ચાલો જાણીએ.
ગાયનુ દૂધ કે ભેંસનું
ગાયના દૂધમાં ભેંસના દૂધ કરતા ઓછું ફેટ હોય છે જેને સરળતાથી ડાયજેસ્ટ કરી શકાય છે. ગાયનું દૂધ ભેંસના દૂધ કરતા જાડું અને ક્રીમી હોય છે. પરિણામે હેવી ફૂડ જેવા કે દહીં, પનીર, ખીર, કુલ્ફી અને ઘી ગાયના દૂધ માંથી બનાવવામાં આવે છે. રસગુલ્લા, સોન્દેસ અને રસમલાઈ જેવી મીઠાઈ પણ ગાયના દૂધમાંથી બને છે.
ભેંસના દૂધમાં 11% વધુ પ્રોટીન હોય છે ગાયના દૂધની સરખામણીમાં. પ્રોટીન જેવા કે લિપિડ નવજાત બાળક માટે ડાયજેસ્ટ કરવું મુશ્કેલ હોય છે. આ વધુ એક કારણ છે કે 1 વર્ષના બાળક માટે ગાયનું દૂધ વધુ ફાયદાકારક છે. જયારે ગાયના દૂધની સરખામણીમાં ભેંસના દૂધમાં વધુ ફેટ હોય છે. આ કારણે ગાયના દૂધમાં પાતળી સુસંગતતા હોય છે. બીજી તરફ, ભેંસના દૂધમાં વધુ ફેટ હોય છે અને તેમાં ગાઢ સુસંગતતા હોય છે. ગાયના દૂધમાં 3-4 ટકા ફેટ હોય છે, જ્યારે ભેંસના દૂધમાં 7-8 ટકા ફેટ હોય છે. પરિણામે, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભેંસના દૂધ કરતાં ગાયના દૂધને પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે તે શોષવામાં અને પચવામાં વધુ સમય લે છે.
જ્યારે નક્કી કરવાનું આવે છે કે બાળકો માટે ગાયનું દૂધ કે ભેંસનું દૂધ કયું વધુ સારું છે, ત્યારે સ્ટાર્ટમાં ગાયનું દૂધ વધુ સારું છે કારણ કે ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને તે પચવામાં મુશ્કેલ હોય છે. ભેંસનું દૂધ પસંદ કરી શકાય છે કારણ કે તેમાં ગાયના દૂધ કરતાં વધુ ચરબી, પ્રોટીન, કેલ્શિયમ અને કેલરી હોય છે, જે તેને વધુ પૌષ્ટિક બનાવે છે. જો કે, તે બાળકો માટે પચવામાં મુશ્કેલ હોઈ શકે છે. ગાયનું દૂધ વધુ સરળતાથી સુપાચ્ય છે અને બાળકને હાઇડ્રેટેડ રાખે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર