Home /News /lifestyle /કોવિડ સંક્રમિત લોકોએ કિડનીના સ્વાસ્થ્ય વિશે વધુ સાવચેત રહેવું: નિષ્ણાતોની સલાહ

કોવિડ સંક્રમિત લોકોએ કિડનીના સ્વાસ્થ્ય વિશે વધુ સાવચેત રહેવું: નિષ્ણાતોની સલાહ

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19થી ગંભીર રીતે અસરગ્રસ્ત અમુક દર્દીઓમાં કિડની ખરાબ થવાના લક્ષણો દેખાઇ રહ્યા છે. ત્યાં સુધી કે જે લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયા પહેલા કિડની સંબંધિત કોઇ સમસ્યા ન હતી, તેમને પણ આ સમસ્યાઓ સામે આવી રહી છે.

  નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) બાદ હાલ ત્રીજી લહેરની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અગ્રીમ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ સલાહ આપી છે કે જે લોકો આ ઘાતક મહામારીની ઝપેટમાં આવી ગયા હતા, તેમણે પોતાની કિડનીના સ્વાસ્થ્ય (Kidney health) અંગે વધુ સાવચેત રહેવું જોઇએ. એઇમ્સ દ્વારા કરાયેલા અભ્યાસ અનુસારા કોરોના સંક્રમણ દરમિયાન ફેફસાં અને યકૃતની સાથે કિડનીનને પણ ઘાતક અસર થાય છે. નોઇડામાં જેપી હોસ્પિટલમાં સિનિયર કિડની ટ્રાન્સ્પ્લાન્ટ સર્જન ડો. અમિત કે દેવરાના જણાવ્યા અનુસાર, ન્યુમોનિયાના કારણે લોહીમાં ઓક્સિજન (Oxygen)નું ઓછું સ્તર કિડનીમાં એટીએન (ATN) પેદા કરી શકે છે.

  દેવરાએ IANSને જણાવ્યું કે, ગંભીર કેસોમાં સાઇટોકિન્સ સ્ટોર્મના કારણે તીવ્ર રોગપ્રતિકારક પ્રતિક્રિયા થવાના કારણે કિડની સહિત ઘણા અંગો પર સોજો આવી જાય છે, જેનાથી સ્વસ્થ કિડનીને નુકસાન પહોંચે છે. કિડની પર કોવિડ-19ના સંપૂર્ણ પ્રભાવ અંગે હજુ સુધી સ્પષ્ટતા થઇ શકી નથી.

  નવો કોરોના વાયરસ કિડનીને કરે છે અસર

  જોન્સ હોપકિન્સ મેડિસિનના કિડની સ્વાસ્થ્ય વિશેષક સી જોન સ્પેરાટીએ ખુલાસો કર્યો કે કોઇ વ્યક્તિ બીમારીથી સંક્રમિત થવા દરમિયાન અને સાજા થયા બાદ નવો કોરોનાવાયરસ કિડનીના કાર્યને કઇ રીતે પ્રભાવિત કરી શકે છે. આ વાયરસ કિડનીની કોશિકાઓને જ સંક્રમિત કરે છે. કિડની સેલ્સમાં રિસેપ્ટર્સ હોય છે, જે નવા કોરોનાવાયરસને તેની સાથે જોડાવા, આક્રમણ કરવા અને પોતાની રીતે કોપી બનાવવામાં સક્ષમ બનાવે છે, તે પેશીઓને સંભવિતે રૂપે નુકસાન પહોંચાડે છે.

  આ પણ વાંચો: રાજકોટ: વૃદ્ધાએ સાતમા માળેથી કૂદીને કર્યો આપઘાત, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

  જોન્સ હોપકિન્સ વેબસાઇટ પર પ્રકાશિત એક નવા અપડેટમાં નેફ્રોલોજી ફેલોશિપ ટ્રેનિંગ પ્રોગ્રામના નિર્દેશક સ્પેરાટીએ કહ્યું કે, આ પ્રકારના રિસેપ્ટર્સ ફેફસાં અને હ્યદયની કોશિકાઓમાં જોવા મળે છે, જેમાં નવો કોરોનાવાયરસ અસર કરે છે. વધુમાં તેણે જણાવ્યું કે, વધુ એક સંભાવના તે છે કે કોરોનાવાયરસના દર્દીઓમાં કિડનીની સમસ્યા લોહીમાં ઓક્સિજનના નીચા સ્તરના કારણે થાય છે. જે સામાન્ય બીમારીના ગંભીર કેસોમાં દેખાતા ન્યુમોનિયાનું પરીણામ છે. કિડની ફિલ્ટરની જેમ હોય છે, જે શરીરમાંથી ટોક્સિન્સ, વધુ પડતું પાણી અને અન્ય વસ્તુઓ શરીરની બહાર કાઢે છે.

  લોહીમાં ગાંઠો ઉત્પન્ન કરે છે

  સ્પેરાટીએ વધુમાં જણાવ્યું કે, કોવિડ-19 લોહીના પ્રવાહમાં ગાંઠો પેદા કરે છે, જે કિડનીની સૌથી નાની રૂધિરવાહિનીઓને રોકી શકે છે અને તેના કાર્યને ખરાબ અસર કરે છે.

  આ પણ વાંચો: રાજકોટ પોલીસની હત્યાનો પ્રયાસ: બુટલેગરે PSI અને અન્ય સ્ટાફ પર કાર ચઢાવી દેવાનો કર્યો પ્રયાસ

  કોવિડ-19થી ગંભીર રીતે અસરગ્રસ્ત અમુક દર્દીઓમાં કિડની ખરાબ થવાના લક્ષણો દેખાઇ રહ્યા છે. ત્યાં સુધી કે જે લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયા પહેલા કિડની સંબંધિત કોઇ સમસ્યા ન હતી, તેમને પણ આ સમસ્યાઓ સામે આવી રહી છે. અગાઉના અહેવાલો અનુસારા ચીન અને ન્યૂયોર્કમાં કોવિડ-19 સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ 30 ટકા દર્દીઓમાં કિડની સંબંધિત મધ્યમ અથવા ગંભીર સમસ્યાઓ સામે આવી છે.

  ફોર્ટિસ હોસ્પિટલના નેફ્રોલોજી, એડિશનલ ડિરેક્ટર ડો. અનુજા પોરવાલના જણાવ્યા અનુસાર, મોટા ભાગે કિડનીમાં થયેલ નુકસાન પ્રતિવર્તી એટલે કે ઉલટાવી શકાય તેવું હોય છે, જ્યારે અમુક સમયે તે આંશિક પ્રતિવર્તી હોય છે અને ક્યારે પ્રતિવર્તી હોતું નથી.

  આ પણ વાંચો: અહીં રોકાણ કરો અને મહિનામાં જ પૈસા ડબલ થવાની શક્યતા, જાણો નિષ્ણાતોએ શું કહ્યું?

  આ સિવાય કોઇ વ્યક્તિને ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, હ્યદય રોગ, પથરી વગેરે જેવી સમસ્યા છે તો તેને કિડનીની સમસ્યા થવાની સંભાવના વધુ રહે છે. પોરવાલે IANSને વધુમાં જણાવ્યું કે, આ સિવાય ક્યારેક કોવિડ-19ની સારવાર દરમિયાન અપાયેલ દવા પણ કિડની પર અસર કરે છે.

  વિશેષકોએ આપેલી સલાહ અનુસાર, જો કોઇ દર્દીને કોરોના સંક્રમણ દરમિયાન કિડની પર અસર થઇ છે, જે તેમને કિડની ફંક્શન ટેસ્ટ ચોક્કસપણે કરાવવો જોઇએ અને ઓછામાં ઓછા 3 મહીના સુધી નિયમિત નેફ્રોલોજીસ્ટના સંપર્કમાં રહેવું જોઇએ.
  First published:

  Tags: Coronavirus, COVID-19, Infection, Kidney, Second wave