Home /News /lifestyle /Covid Cases India: જેનો ડર હતુ એ થવા લાગ્યું! ભારતમાં પણ કોરોનાનું રેડ એલર્ટ, 2 મહિના બાદ કોરોના કેસમાં વધારો
Covid Cases India: જેનો ડર હતુ એ થવા લાગ્યું! ભારતમાં પણ કોરોનાનું રેડ એલર્ટ, 2 મહિના બાદ કોરોના કેસમાં વધારો
ભારતમાં કોરોના કેસ
COVID CASES INCREASED IN INDIA: કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર છે. ગત સપ્તાહે કોરોનાના કેસ 1,103 હતા, જે આ સપ્તાહે વધીને 1,219 થઈ ગયા છે. આ કેસમાં 11 ટકાનો વધારો થયો છે.
Corona Cases In India: ચીનમાં કોરોનાનો કહેર (Covid crisis in china) જોવા મળી રહ્યો છે, ઉપરાંત સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ભારતમાં પણ કોરોનાનું જોખમ વધી રહ્યું છે. ભારતમાં આ સપ્તાહમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ફરી એકવાર વધતા કોરોના કેસ વચ્ચે દેશભરમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. બે મહિના પછી ફરી એકવખત અઠવાડિયાના કોરોના કેસોમાં ઓછા પ્રમાણમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. છેલ્લા નવ સપ્તાહમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો. કોવિડના કેસ (covid cases)માં થતા સામાન્ય વધારાને જોખમ તરીકે ગણવું કે નહીં તે અંગે કંઈ કહી ના શકાય.
સાપ્તાહિક કેસમાં 11 ટકાનો વધારો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, ગત સપ્તાહે કોરોનાના કેસ 1,103 હતા, જે આ સપ્તાહે વધીને 1,219 થઈ ગયા છે. આ કેસમાં 11 ટકાનો વધારો થયો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશની સાથે સાથે તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોનાના કેસમાં થતો વધારો નવા વેરિએન્ટના પ્રસાર માટેનો સંકેત ગણવો કે કોરોના માટે થતા વધારાના ટેસ્ટનું પરિણામ ગણવું? કોરોનાના કારણે થતા મૃત્યુના આંકમાં વધારો થયો નથી. ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે કોરોનાને કારણે 20 લોકોના મૃત્યુ થયા છે.
આ રવિવારે સમાપ્ત થયેલ સપ્તાહની સરખામણીએ ગત સપ્તાહે 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સાપ્તાહિક મામલાઓમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. અન્ય 9 રાજ્યોમાં ગત સપ્તાહ જેટલા જ કોરોનાના કેસ નોંધાયા છે. આ સપ્તાહે 11 રાજ્યોમાં કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. રાજસ્થાન અને પંજાબમાં જ 30-30થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. બીજી તરફ કેરળમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.
" isDesktop="true" id="1308325" >
વૈશ્વિક સ્તરે કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા છ દિવસમાં દૈનિક મામલાના સાત દિવસની સરેરાશમં સ્થિર ઘટાડો જોવા મળ્યો છે. 18 ડિસેમ્બરના રોજ દૈનિક 5.5 લાખ કોરોનાના કેસ નોંધાયા હતા, જે 23 ડિસેમ્બરના રોજ ઘટીને 5.1 લાખ થઈ ગયા છે. રજાઓના કારણે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોય તેવું કહી શકાય. અનેક નિષ્ણાંત ચીનની સંખ્યા પર સવાલો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હેરાન કરી દેતા ફોટોઝ શેર કર્યા બાદ પણ ડિસેમ્બરમાં કોરોનાના આંકડા સ્થિર કઈ રીતે હોઈ શકે?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર