ગર્ભવતી મહિલાઓ માટે કેટલી સુરક્ષિત છે કોરોના રસી? સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

પ્રતિકાત્મક તસવીર

મંત્રાલયે કહ્યું કે કોવિડ વેક્સીન સુરક્ષિત છે અને કોરોનાથી સગર્ભા સ્ત્રીઓને સુરક્ષિત રાખે છે. કોઈપણ દવાની જેમ રસીમાં પણ કેટલીક આડઅસર થઈ શકે છે. જે સામાન્ય રીતે હળવા લક્ષણો હોય છે.

  • Share this:
આરોગ્ય મંત્રાલયે(Mohfw) સગર્ભા સ્ત્રીઓને કોરોના રસી આપવા અંગે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું છે કે, ગર્ભાવસ્થા કોરોના સંક્રમણનું જોખમ વધારતું નથી. સોમવારે એક નિવેદનમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, "મોટાભાગની સગર્ભા સ્ત્રીઓ એસિમ્પટૉમૅટિક હશે અથવા તેઓને હલકી બીમારી હશે, પરંતુ તેમનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી શકે છે અને તેમના ગર્ભને પણ અસર કરી શકે છે. તેઓએ પોતાને કોરોના સંક્રમિત થવાથી બચાવવા માટે તમામ સાવચેતી રાખવી જોઈએ. આવી સ્થિતિમાં સલાહ આપવામાં આવે છે કે સગર્ભા સ્ત્રીઓએ કોવિડ -19 રસી લેવી જોઈએ."

આ પણ વાંચો- Health tips: કાળા ચણા ખાવાના ફાયદા હજાર: વજન ઘટાડવાથી લઈ ડાયાબિટીસને કરે છે નિયંત્રિત

મંત્રાલયે કહ્યું કે કોવિડ વેક્સીન સુરક્ષિત છે અને કોરોનાથી સગર્ભા સ્ત્રીઓને સુરક્ષિત રાખે છે. કોઈપણ દવાની જેમ રસીમાં પણ કેટલીક આડઅસર થઈ શકે છે. જે સામાન્ય રીતે હળવા લક્ષણો હોય છે. જેમ કે હળવો તાવ, ઈન્જેક્શન લીધેલી જગ્યાએ દુખાવો અથવા રસીકરણ પછી 1-3 દિવસ માટે અસ્વસ્થતા છે. મંત્રાલયે કહ્યું કે ખૂબ ઓછી (100,000-500,000માંથી એક) સગર્ભા સ્ત્રીઓમાં રસીકરણના 20 દિવસમાં કેટલાક લક્ષણો દેખાઈ શકે છે. જેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે.

90% સગર્ભા સ્ત્રીઓ હોસ્પિટલમાં દાખલ થયા વિના રિકવર થાય છે

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જો સગર્ભા સ્ત્રીને કોરોનાનો ચેપ લાગે છે, તો તેમાંથી 90 ટકા મહિલાઓ હોસ્પિટલમાં દાખલ થયા વિના સ્વસ્થ થઈ જાય છે, જ્યારે કેટલાકના સ્વાસ્થ્યમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે. મંત્રાલયે કહ્યું હતું કે 'સિમ્પટૉમૅટિક સગર્ભા સ્ત્રીઓમાં ગંભીર બીમારી અને મૃત્યુનું જોખમ વધારે છે. ગંભીર બીમારીના કિસ્સામાં સગર્ભા સ્ત્રીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવી પડી શકે છે. હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીતા, 35 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડને કારણે ગંભીર બીમારીનું વધુ જોખમ છે.

આ પણ વાંચો- શરીરમાં થઇ રહી છે હિમોગ્લોબિનની ઉણપ, તો ડાયટમાં સામેલ કરો આ 7 વસ્તુઓ

બાળકના સ્વાસ્થ્ય અંગેની આશંકાઓ અંગે મંત્રાલયે જણાવ્યું છે કે કોવિડ સંક્રમિત માતાઓના 95 ટકાથી વધુ નવજાત શિશુઓ જન્મ સમયે સ્વસ્થ સ્થિતિમાં હતા. કેટલાક કેસોમાં કોવિડને કારણે અકાળ ડિલિવરી થવાનું જોખમ વધારે છે. તેમજ બાળકનું વજન 2.5 કિલોથી ઓછું હોઇ શકે છે અને ગંભીર કેસમાં જન્મ પહેલાં જ બાળક મૃત્યુ પામે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 35 વર્ષથી વધુ વાય ધરાવતી અને મેદસ્વીતા, શુગર અથવા બીપીથી પીડિત મહિલાઓમાં કોરોના સંક્રમણ લાગ્યા બાદ પરેશાનીઓ વધી શકે છે. જો કોઈ મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણ લાગ્યું છે, તો તેને ડિલિવરી બાદ તરત જ વેક્સીન આપવી જોઈએ.
First published: