કોરોના (Coronavirus)ને કારણે લગભગ દરેક વ્યક્તિ પર કોઈને કોઈ પ્રકારે અસર જોવા મળી છે. વરિષ્ઠ નાગરિક (Senior Citizens) અને સ્વાસ્થ્યની કોઈ સમસ્યાથી પીડાતા લોકો પર કોરોના (Covid-19)ની ગંભીર અસર જોવા મળી છે. ઓછી વયની વ્યક્તિઓ પણ કોરોનાના સંક્રમણનો ભોગ બની છે. સાથે જ જે બાળકો (Children)ની રોગ પ્રતિકારક શક્તિ (Immune System) પહેલા કરતા વધુ છે, તેમનામાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે.
અમેરિકા એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ(AAP) અનુસાર યુનાઈટેડ સ્ટેટ્સમાં 20 મે 2021 સુધીમાં કુલ 3,943,407 લોકોના મોત થયા છે. આ તારીખ સુધીમાં કુલ નોંધાયેલ કેસમાં આ કેસ 14%થી અધિક છે. બાળકોનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર 0.1%થી 1.9% છે (24 રાજ્ય અને ન્યૂયોર્ક શહેરનો ડેટા). બાળકોમાં મૃત્યુદર ખૂબ જ ઓછો છે, પરંતુ થોડાક મૃત્યુ થવાની જાણકારી મળી છે.
>> હાથ વારંવાર ધોતા રહો અને માસ્ક પહેરો.
>> માતા-પિતા અને વાલીઓએ ધ્યાન રાખવાનું રહેશે કે તેમના બાળકો સાબુથી 20 સેકન્ડ સુધી હાથ ધોવે. જો સાબુ અને પાણી ઉપલબ્ધ નથી, તો તેવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જેમાં 60% આલ્કોહોલ હોય.
>> માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. 2 વર્ષથી અધિક ઉંમર ધરાવતા બાળકો પબ્લિક પ્લેસમાં હોય ત્યારે અને આસપાસ ઘરના સભ્યો સિવાયના અન્ય સભ્યો હોય ત્યારે માસ્કથી ચહેરો ઢાંકવો ખૂબ જ જરૂરી છે.
>> બીમારીનું વધુ જોખમ ધરાવતા લોકો સાથે બાળકોને વધુ વાતચીત ન કરવા દેવી.
>> કોરોના થયા બાદ જે લોકોને ગંભીર બીમારીનું સૌથી વધુ જોખમ હોય તે લોકોથી બાળકોને દૂર રાખવા જોઈએ.
>> ઘરમાં રહેતા દાદા-દાદીને ગંભીર બીમારી થવાનું સૌથી વધુ જોખમ છે. માતા-પિતાએ ઘરમાં વરિષ્ઠ સભ્યોનું ધ્યાન રાખવા માટે વારંવાર તેમની પાસે જવાનું ટાળવું જોઈએ.
>> બાળકોના રમવાનો સમય નિર્ધારિત કરો.
>> જો તમારા બાળકોના વિકાસ માટે સોશિયલ એક્ટિવીટી મહત્વપૂર્ણ છે, તો તમારા બાળકોને કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ રહે છે. જેટલું વધુ ઈન્ટરેક્શન કરવામાં આવશે, કોવિડ-19 થવાનું જોખમ વધુ રહેશે.
>> ફિઝીકલ ઈન્ટરએક્શન સીમિત હોવું જોઈએ. માતા-પિતાએ તેમના મિત્રો સાથે ફોન પર અથવા વિડીયો કોલમાં જ વાત કરવી જોઈએ.
>> માતા-પિતાએ તેમના બાળકોને જણાવવું જોઈએ કે સારા સ્વાસ્થ્ય માટે ફિઝીકલ એક્ટિવિટી ખૂબ જ જરૂરી છે. માતા-પિતાએ તેમના બાળકો સમક્ષ એક્ટીવ જીવનશૈલીનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ.
>> સંક્રમણના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો.
મહામારી હોવા છતા માતા-પિતાએ બાળકોને ફ્લૂ અને અન્ય સંભંવિત બીમારીઓથી દૂર રાખવા માટે સંભંવિત દરેક પ્રયાસ કરવા જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર