ઘરે રહીને કરો આ 4 સરળ આસન અને રહો એકદમ તંદુરસ્ત

પ્રતિકાત્મક તસવીર

કેટલાક સરળ યોગની જાણકારી આપવામાં આવી છે, જે તમારા શરીરને ફિટ રાખવાની સાથે તમારા મગજને પણ રિલેક્સ રાખશે.

  • Share this:
નવી દિલ્હી : યોગ શરીરને ફિટ રાખવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને અનેક લાભ પણ પ્રદાન કરે છે. મહામારીને ફેલાતી રોકવા માટે લોકો અધિક સંપર્કમાંના આવે તે માટે બાગ-બગીચાને બંધ કરવામાં આવ્યા છે. જોકે, તમે ઘરે રહીને આસનો કરીને તમારા શરીરને ફિટ રાખી શકો છો. અહીં કેટલાક સરળ યોગની જાણકારી આપવામાં આવી છે, જે તમારા શરીરને ફિટ રાખવાની સાથે તમારા મગજને પણ રિલેક્સ રાખશે.

વૃક્ષાસન

આ આસન કરવાથી તમારા ફોકસ અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. આ આસન કરવા માટે પહેલા સીધા ઊભા રહો. ત્યારબાદ તમારા હાથને ઉપરની તરફ લઈ જાવ અને બંને હાથની હથેળીઓને ભેગી કરો. ત્યારબાદ એક પગ પર ઊભા રહેવા માટે બીજા પગને તમારા સાથળ ઉપર રાખો. થોડા સમય સુધી આ પ્રકારે ઊભા રહો. સીધા ઊભા રહેવા માટે તમારી પીઠને સીધી રાખો જેથી તમારુ શરીર સ્ટ્રેચ થશે.

તાડાસન

તાડાસન કરવા માટે બંને પગ પર સીધા ઊભા રહો. તમારા બંને હાથને નમસ્તે મુદ્રામાં ઉપરની તરફ લઈ જાવ અને તમારી પગની આંગળીઓ પર ઊભા રહો. તાડાસન કરવાથી તમારુ આખા શરીર સ્ટ્રેચ થાય છે અને માંસપેશીઓ ખેંચાય છે. જેનાથી રિલેક્સ ફીલ થાય છે.

ઉત્તનાસના

આ આસન કરવા માટે તમારા પગને આગળ તરફ વાળો. જો પહેલી વારમાં તમને થોડુ સ્ટ્રેચ થાય છે તો ઘુંટણોને થોડા વાળી લો. તમારા પગને પહોળા રાખો અને કમરથી વાળીને તમારા હાથ વડે જમીનને અડો. આ આસનથી તમારા સાથળ મજબૂત થાય છે. આ આસન કરવાથી મેનોપોઝ, અનિંદ્રા અને અપચાથી રાહત મળે છે.

ભુજંગાસન

આ આસનને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન કરવા માટે સૌથી પહેલા જમીન પર ઊંધા સૂઈ જાવ. ત્યારબાદ તમારા પગને એકદમ સીધા રાખો અને હાથની મદદથી તમારા શરીરના આગળના ભાગને ઉપર લાવો. થોડા સમય સુધી આ જ મુદ્રામાં રહો. ત્યારબાદ ધીમે ધીમે તમારુ પેટ, છાતી અને મોઢાને જમીન પર લાવો અને આરામ કરો. આ આસનની મદદથી શરીર સ્ફૂર્તિલું રહે છે અને કરોડરજ્જૂ ફ્લેક્સિબલ રહે છે તથા તમને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
First published: