Home /News /lifestyle /

COVID-19: કોરોનાની ઝપટમાં આવેલા પુરુષોની યૌન ક્ષમતા ઓછી થઈ રહી છે?

COVID-19: કોરોનાની ઝપટમાં આવેલા પુરુષોની યૌન ક્ષમતા ઓછી થઈ રહી છે?

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કારણે ભારતીય પુરુષોની યૌન ક્ષમતા પર અસર થઈ? નપુસંકતા પાછળ શું જવાબદાર?

(સિમાંતની ડે). કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ લાગ્યા બાદ માનવ જિંદગી જોખમમાં મુકાઈ જાય છે. પરંતુ રિકવર થયા બાદ પણ ઘણા લોકોને ગંભીર સમસ્યાઓ નડી રહી છે. છેલ્લા એક વર્ષમાં કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓના અંગોને કોરોના વાયરસે નુકસાન કર્યું હોવાનું સામે આવે છે. મોટા ભાગના દર્દીઓના ફેફસા (Lungs)માં નુકસાન થયું છે. આ ઉપરાંત લીવર, હૃદય અને કિડની પણ કોરોના સંક્રમણ બાદ અસરથી બચી શક્યા નથી.

કોરોનાના સંક્રમણ અવયવો પર અસર કરવાની સાથે પુરુષોને ઇરેક્ટાઇલ ડિસફંક્શન(નપુંસકતા) તરફ પણ દોરી જાય છે. કોરોના પ્રજનન શક્તિ પર અસર કરે છે. તેવું તાજેતરમાં થયેલા સંશોધનમાં સામે આવ્યું છે.

એન્ડ્રોલોજી જર્નલમાં માર્ચ 2021માં પ્રકાશિત થયેલા ‘માસ્ક અપ, કીપ ઇટ અપ' નામના સંશોધનમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન (Erectile Dysfunction) અને કોવિડ -19 (COVID-19) વચ્ચેનો સંબંધ હોવાનું પ્રાસ્તવિત કરાયું હતું. આ અભ્યાસ ઇટાલિયન પુરુષો (Italian Men) પર થયો હતો. જેમાં કોરોના રક્તવાહિની તંત્રને બગાડતો હોવાતો હોવાથી રક્ત વાહિની સંબંધીત તકલીફ ઊભી થાય છે, જેના પરિણામે પુરુષના ઉત્થાનને અસર થતું હોવાનું ફલિત થયું હતું.

વર્લ્ડ જર્નલ ઓફ મેન્સ હેલ્થમાં પણ આવો જ એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, સંક્રમણના લાંબા સમય બાદ પણ પુરુષના શિશ્નમાં કોરોના હાજર હોય છે. અભ્યાસના પરિણામો સૂચવે છે કે કોરોનાના સંક્રમણથી વ્યાપક એન્ડોથેલિયલ સેલ નિષ્ક્રિયતા ઈરેક્ટાઇલ ડિસફંક્શનમાં ફાળો આપી શકે છે. ભવિષ્યમાં થનારા અભ્યાસ કોરોના કેવી રીતે ઈરેક્ટાઇલ ડિસફંક્શન તરફ દોરી જાય છે, તે શોધવા નોવેલ મોલિક્યુલર પદ્ધતિઓનું મૂલ્યાંકન કરશે.
હજુ સુધી ભારતમાં આ પ્રકારના અભ્યાસ થયા નથી. પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા પછી ઘણી દર્દીઓ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની ફરિયાદ કરતા જોયા હોવાનો દાવો કેટલાક આરોગ્ય નિષ્ણાંતો કરી રહ્યા છે.

આ પણ જુઓ, PHOTOS: દેહવેપાર માટે બહારના રાજ્યોથી યુવતીઓને બોલાવાતી હતી, દરોડો પાડતાં 10ની ધરપકડ

ડો. એસ.એસ. વાસને (ડીએનબી-યુરોલોજી / જીનીટો-યુરિનરી સર્જરી) ન્યૂઝ18ને કહ્યું હતું કે, કોવિડ રિકવરી પછી ઇરેક્ટાઇલ ડિસફંક્શનની ફરિયાદ કરી હોય તેવા 8થી 9 દર્દીઓ સાથે મેં કામ કર્યું છે. પરંતુ આ બાબત હજુ સ્પષ્ટ ન હોવાનું મંતવ્ય તેમણે વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઇરેક્ટાઇલ ડિસફંક્શન ખરેખર COVID-19થી થાય છે કે કેમ? તે સમજવા વધુ અભ્યાસ કરવાની જરૂર છે. અત્યાર સુધી આપણે પ્રશ્નાવલી પર આધારિત અભ્યાસ જોયો છે, પરંતુ હવે વધુ નક્કર વિજ્ઞાનિક પુરાવાઓની જરૂર છે.

તેમનું કહેવું છે કે, આપણી પાસે આ સારી તક છે. કોરોનાના કારણે જેમ વેસ્ક્યુલર સિસ્ટમ પર અસર થાય છે, તેવી રીતે આ સમજવાની પણ જરૂર છે. અમે કોરોના બાદ દર્દીઓમાં વાસ્ક્યુલાટીસને લીધે ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોવાનું નોંધ્યું છે. જોકે, આ માત્ર શિશ્ન સુધી પૂરતું નથી. એક સરખી ધમનીના કદવાળા તમામ અવયવોને તે અસર કરે છે. વેસ્ક્યુલાઇટિસ ખરેખર ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ બને છે કે કેમ? તેની ખાતરી આગળના અભ્યાસ કરશે. કોવિડ દર્દીઓ ઇરેક્ટાઇલ ડિસફંક્શનના વિવિધ સ્તરોની પણ જાણકારી મળશે.

ડો. વસાને ધ્યાન દોર્યું કે, આપણે કોરોના અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન વચ્ચેના સંબંધનો દર્દીના એન્ડોથેલિયલ ફંક્શન ટેસ્ટ જોઈને ખ્યાલ મેળવી શકીએ. જો દર્દીના ટેસ્ટમાં પ્રિ-કોવિડ નોર્મલ હોય, પરંતુ કોવિડ પછી તે અસામાન્ય પરિણામો બતાવે તો દર્દી ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો અનુભવ કરતો હોવાનું ગણી શકાય. આવી સ્થિતિમાં કોરોના બાદ ઇરેક્ટાઇલ ડિસફંક્શન કાયમી કે થોડા સમયની તકલીફ છે તેની રાહ જોવાની રહે. અત્યારે કોઈ નિષ્કર્ષ પર આવવા માટે પૂરતો ડેટા નથી. આ સમસ્યાને અમે એન્ટીઓકિસડન્ટો અને વધુ દવાઓનો વધુ માત્રા આપીને અટકાવી શકીએ કે નહીં તે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
અલબત્ત ભારતીય સમાજમાં મોટા સામાજિક તથા જેન્ડર ઇસ્યુ અને માનસિક આરોગ્યની તકલીફ સામે ઇરેક્ટાઇલ ડિસફંક્શન નાનું પાસું છે.

દિલ્હીના યુરોલોજિસ્ટ અને એન્ડ્રોલોજિસ્ટ ડો. ગૌતમ બંગાએ ન્યુઝ18ને જણાવ્યું હતું કે, એવું નથી કે માત્ર સંક્રમણ જ કારણભૂત હોય, ખુદ મહામારી જ કેટલાક કિસ્સામાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન પાછળ કારણભૂત નીવડે છે. ઘણી લોકો માટે ગત વર્ષ આર્થિક સંઘર્ષથી ભરપૂર રહ્યું છે. પ્રિયજનોને ગુમાવવાનું દુ:ખ છે. પારિવારિક સંઘર્ષ થયા છે. ઘણા લોકો આત્મીયતાના મુદ્દાઓ અથવા એકલતાનો સામનો કરે છે. આ તમામ પાસાઓ તણાવયુક્ત હોઈ શકે છે. જે ઇરેક્ટાઇલ ડિસફંક્શન તરફ દોરી જાય છે. જાતીય મુદ્દાને અસર કરનાર માનસિક સ્વાસ્થ્યના પાસા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, મહામારી દરમિયાન 20 અને 30 વર્ષના યુવાનોના યૌન જીવનને સૌથી વધુ અસર પહોંચી છે. જે યુવાન સિંગલ છે, હવે તેની કોઈ સોશ્યલ લાઇફ નથી. જેના કારણે તેમના કોઈ સેક્સ્યુઅલ પાર્ટનર કે સેક્સ લાઇફ નથી. જ્યારે લગ્નમાં બંધાયેલા લોકો વર્ક ફ્રોમ હોમના કારણે કમ્પ્યુટર સાથે જોડાયેલા છે. જેથી તેઓ કુટુંબ સાથે સારો સમય કેવી રીતે વિતાવવો તે જાણતા નથી. કોરોના કાળમાં ગર્ભાવસ્થા બાબતે ઘણી અનિશ્ચિતતા છે. આ સમયે કેટલાક પુરુષોને બીક લાગે છે કે, પત્ની ગર્ભવતી થઈ જશે અને વાયરસના સંપર્કમાં આવી જશે. જેથી તેઓ યૌન સંબંધથી દુર રહે છે.

આ પણ વાંચો, મેરેજ એનિવર્સરી પર મહિલાને ગિફ્ટમાં મળ્યું એક કિલોગ્રામનું મંગળસૂત્ર? પતિએ જણાવ્યું વાયરસ વીડિયોનું સત્ય

મહામારી દરમિયાન આ જાતીય મુદ્દો ઘણાને સતાવતો હોવા છતાં તેના ઉકેલમાં કોઈ આગળ નથી આવી રહ્યું. ભારતીય સમાજમાં પુરુષની યૌન શક્તિ ઘણીવાર તેની શક્તિ સાથે જોડાયેલી ગણાય છે. જેથી પુરુષો ઘણી વાર તેમની જાતીય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની ચર્ચા કરવામાં અથવા મદદ લેતા સંકોચાતા હોય છે. ઈરેક્ટાઇલ ડિસફંક્શનનું પણ ઘણા કેસોમાં નિવારણ થઈ શકે છે. ઈરેક્ટાઇલ ડિસફંક્શન ફક્ત વધુ સંઘર્ષ અને હતાશા તરફ દોરી જશે. જેથી અસરગ્રસ્ત લોકોને મેડિકલ મદદ લેવા પ્રોત્સાહન આપવું જોઈએ.

ડૉ. ગૌતમ બંગાએ વધુમાં કહ્યું કે, ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવા કોમોર્બિડિટીવાળા લોકોમાં પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શન વધુ છે. જો આપણે આ કોમર્બિડિટીઝ મેનેજ કરી શકીએ તો આપણે ઈરેક્ટાઇલ ડિસફંક્શનને પણ મેનેજ કરી શકીએ. જાતીય પ્રવૃત્તિ પહેલાં લઈ શકાય તેવી કેટલીક દવાઓ છે. જીવનશૈલીમાં પરિવર્તન પણ ઉત્થાનના પ્રશ્નોને મેનેજ કરવામાં મદદ કરશે. જીવનસાથી સાથે બોન્ડિંગ મનની સકારાત્મકતામાં પણ મોટો ફાળો આપે છે. જો બધા પાસાઓ નિષ્ફળ નીવડે તો અત્યારે વેક્યુમ પમ્પ, પેનાઇલ ઈંપ્લાન્ટ જેવી અત્યાધુનિક પદ્ધતિઓ ઉપલબ્ધ છે જ.

તેમણે કહ્યું કે, આ મહામારીનો તણાવ પણ પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરે તેવી શક્યતા છે. મોટા ભાગના દર્દીઓ જરૂરતથી વધુ દવા ગળી રહ્યાં છે. કેટલાક કિસ્સામાં તેઓ વધુ ડરી ગયા હોવાથી પોતાની જાતે જ ઉપચાર કરવા લાગે છે. વધારે પડતી દવા પણ પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડે છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Erectile dysfunction, Lifestyle, Pandemic, Sexual, આરોગ્ય

આગામી સમાચાર