Home /News /lifestyle /કોવિડ-19 અને બાળકો : તમારા બાળકોને સલામત રાખવાની કેટલીક સુચનાઓ

કોવિડ-19 અને બાળકો : તમારા બાળકોને સલામત રાખવાની કેટલીક સુચનાઓ

કોરોના અને બાળકો

STRAP: લોકોમાં એવો ઘણો ભય ફેલાયેલો છે કે, કોવિડ-19ના ત્રીજા ચરણથી બાળકોને ઘણી અસર પડશે. ભવિષ્યમાં આ પરિસ્થિતિનો સામનો કરવા માટે, ડૉક્ટરો અને સરકારી અધિકારીઓ ત્રીજા ચરણ માટેની પૂર્વતૈયારીઓ વધુ પ્રબળ કરી રહ્યાં છે.

કોવિડ-19, બાળકો અને કિશોરો સહિત કોઇપણ વ્યક્તિને બીમાર કરી શકે છે. અત્યાર સુધી, કોવિડ-19થી બાળકોને ઓછી અસર થઇ છે અને જો અસર થઇ હોય તો પણ, કાં તો એસિમ્પ્ટોમેટિક (લક્ષણો વગરના) અથવા હળવા લક્ષણો વાળા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત થયેલા બાળકોના બહુ જ ઓછા એવા કિસ્સા છે જેમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હોય.કોવિડ-19, બાળકો અને કિશોરો સહિત કોઇપણ વ્યક્તિને બીમાર કરી શકે છે. અત્યાર સુધી, કોવિડ-19થી બાળકોને ઓછી અસર થઇ છે અને જો અસર થઇ હોય તો પણ, કાં તો એસિમ્પ્ટોમેટિક (લક્ષણો વગરના) અથવા હળવા લક્ષણો વાળા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત થયેલા બાળકોના બહુ જ ઓછા એવા કિસ્સા છે જેમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હોય.
1 લોકોમાં એવો ભયનો માહોલ છે કે, કોવિડ-19નું ત્રીજું ચરણ બાળકોને વધારે ચેપગ્રસ્ત કરશે. જોકે, અત્યાર સુધીમાં આ થિયરીને આધાર આપતા હોય તેવા કોઇ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી.2 પ્રથમ ચરણમાં ઉંમર લાયક લોકો વધુ સંખ્યામાં ચેપગ્રસ્ત થયા હતા અને બીજા ચરણમાં, યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ચેપગ્રસ્ત થયા હતા. આથી, એવું માનવામાં આવે છે કે, ત્રીજા ચરણમાં બાળકો વધુ સંખ્યામાં ચેપગ્રસ્ત થશે. લોકોમાં એવો ડર છે કે, હજી સુધી બાળકોનું રસીકરણ થયું નથી માટે તેમને ચેપ લાગવાની શક્યતા વધારે છે. ભવિષ્યમાં આ પરિસ્થિતિનો સામનો કરવા માટે, ડૉક્ટરો અને સરકારી અધિકારીઓ કોવિડ-19ના ત્રીજા ચરણની તૈયારીઓ વધુ પ્રબળ કરી રહ્યાં છે.બાળકોમાં કોવિડ-19ના લક્ષણોઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બાળ વય જૂથમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, બાળકોમાં ચેપ લાગવાનું સૌથી સામાન્ય લક્ષણ શરદી, હળવી ઉધરસ, તાવ, શરીરમાં દુખાવો, નબળાઇ છે તેમજ આંતરડામાં દુખાવો, અતિસાર, ઉલટી, સ્વાદ અને સુગંધ પારખવાની સંવેદના જતી રહેવી વગેરે લક્ષણો પણ જોવા મળી શકે છે. બાળકોમાં વહેલી તકે કોવિડ-19નું નિદાન અને સારવાર કરવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.3 બાળકને કોવિડ-19નો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે, બાળકનો ટેસ્ટ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો બાળક પરિવારમાં કોઇ કોવિડ-19 પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવ્યું હોય અથવા તે/તેણીમાં કોવિડ-19ના લક્ષણો હોય અથવા જો બાળકને સતત ત્રણ દિવસથી વધારે સમય સુધી તાવ રહે તો, ડૉક્ટર પાસેથી તબીબી સલાહ લઇને સારવાર કરવી અને બાળકનો ટેસ્ટ કરાવવો જોઇએ તેમજ તેમને ઘરમાં આઇસોલેટ કરવા જોઇએ.
કોવિડ-19 પોઝિટીવ બાળકોનું વ્યવસ્થાપન જો બાળકને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે તો, તેને/તેણીને પરિવારના અન્ય સભ્યોથી અલગ (શક્ય હોય તો) એક અલાયદા રૂમમાં તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવે અને તબીબી સલાહ લેવામાં આવે તે જરૂરી છે. પરિવારે બાળક સાથે કૉલ અને વીડિયો કૉલ દ્વારા સંપર્ક કરવો જોઇએ અને તેમની સાથે સકારાત્મક વાતો કરવી જોઇએ.જો માતા અને બાળક/બાળકો બંનેને કોવિડ-19 પોઝિટીવ આવે તો, બાળકો તેમની માતા સાથે રહી શકે છે, સિવાય કે, માતા અતિશય બીમારી હોય અને તેમના વધુ સંભાળની જરૂર હોય અથવા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેમની સાથે રહેવું શક્ય નથી. માતા પોતાના સંતાનને શક્ય હોય અને વ્યવહારું રીતે સંભવ હોય ત્યાં સુધી પોતાના સંતાનને સ્તનપાન કરાવી શકે છે. જો ફક્ત માતાને કોવિડ-19 પોઝિટીવ હોય અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ના આવી હોય અને વધુ બીમાર હોય પરંતુ બાળક નેગેટિવ હોય તેમજ બાળકની સંભાળ માટેના અન્ય કોઇ વિકલ્પો ઉપલબ્ધ ના હોય તો આવી પરિસ્થિતિમાં, માતા પોતાના સંતાનોની સંભાળ લઇ શકે છે. જોકે, આમ કરતી વખતે, તેમણે શક્ય હોય ત્યાં સુધી સેનિટાઇઝેશનના શ્રેષ્ઠ પગલાં લેવા જરૂરી છે અને યોગ્ય રીતે માસ્ક પહેરી રાખવું જરૂરી છે.
બાળકોમાં મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C)4ડાયરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS)ની બાળકોમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટેની માર્ગદર્શિકા અનુસાર, મલ્ટી-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C)ની સમસ્યા બાળકો કોવિડ-19માંથી સાજા થયા પછી 2 થી 6 અઠવાડિયામાં થતી હોવાનું ધ્યાને આવ્યું છે. બાળકોમાં MIS-Cના સામાન્ય લક્ષણોમાં હૃદય, કિડની, મગજ, આંખો અથવા પાચન તંત્ર સહિત શરીરના ભાગોમાં સોજો આવે છે. તેમનામાં તાવ, પેટમાં દુખાવો, ઉલટી, અતિસાર, શરીર પર ઉજરડા, આંખોમાં લોહીના ધબ્બા, માનસિક ગુંચવણ, આઘાત, નેત્રસ્તર દાહ અને શરીરમાં થાક જેવા લક્ષણો જોવા મળી શકે છે. MIS-C થવાનું કારણ અજ્ઞાત છે. જોકે,  MIS-Cની સમસ્યા થયા હોય તેવા ઘણા બાળકો અગાઉ કોવિડ-19થી ચેપગ્રસ્ત થયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. MIS-Cથી બાળકોમાં થતી ગંભીર સમસ્યાઓનું જોખમ ઓછું કરવા માટે વહેલું નિદાન અને તબીબી સંભાળ તેમજ સારવાર ખૂબ જરૂરી છે.
ભારત અને અન્ય દેશોમાં બાળકો માટે કોવિડ-19ની રસીહાલમાં ભારતમાં રસીકરણ ફક્ત પુખ્તવયના લોકો માટે જ ઉપબલ્ધ છે. બાળકો (2 વર્ષથી વધારે ઉંમરના) અને કિશોરો માટે Covaxinનું તબીબી પરીક્ષણ (તબક્કો II/III) હાલમાં ચાલી રહ્યું છે.5 કેટલાક દેશોએ 12 વર્ષથી વધારે ઉંમરના માટે રસીકરણ શરૂ કરી દીધું છે. 12 થી 15 વર્ષની ઉંમરના બાળકોમાં Pfizer-BioNTech દ્વારા સફળ પરીક્ષણ કરાયા પછી, 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે આ રસી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.6
કોવિડ-19 બીમારીનું નિવારણવર્તમાન સમયમાં, કોવિડ-19થી બાળકોને સુરક્ષિત રાખવાની શ્રેષ્ઠ રીત એ છે કે, શારીરિક અંંતર જાળવવું, ઉંમર પ્રમાણે યોગ્ય માસ્ક પહેરવું, સાબુથી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો ઉપયોગ કરવો વગેરે કોવિડ-19 માટે યોગ્ય આચરણોનું પાલન કરવું. બાળકોમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે ડાયરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS) દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માસ્ક પહેરવાની જરૂર નથી, 6 થી 11 વર્ષ સુધીના બાળકો તેમના માતા-પિતાની દેખરેખ હેઠળ માસ્ક પહેરી શકે છે અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જોઇએ.
7 કોઇપણ બીમારી સામે રોગ પ્રગતિકારક તંત્ર વધુ મજબૂત રાખવા માટે શાકભાજી અને ફળો સહિત આરોગ્યપ્રદ અને પૌષ્ટિક આહાર લેવો અને શરીરમાં હાઇડ્રેશન (પાણીનું પૂરતું પ્રમાણ) જાળવવું જરૂરી છે. 6 મહિનાથી નાની ઉંમરના બાળકોના આરોગ્ય માટે વિશેષરૂપે સ્તનપાન સૌથી શ્રેષ્ઠ પોષણ છે. 6 મહિના પછી બાળકને સ્તનપાનની સાથે પૂરક આહાર આપી શકાય. બાળકો માટે નિયમિત ઇમ્યુનાઇઝેશન ચાલુ રાખવું જોઇએ.
બાળકોના માનસિક આરોગ્યનું મહત્વમાતાપિતા કોવિડ-19 દરમિયાન તેમના બાળકોના માનસિક આરોગ્યની પણ પૂરતી કાળજી લે તે ખૂબ જ જરૂરી છે. કોવિડ-19 બાળકોના શારીરિક આરોગ્ય ઉપરાંત માનસિક આરોગ્યને પણ અસર કરે છે અને તેનાથી તણાવ, ચીડિયાપણું, હતાશા, અજંપો અને અન્ય લક્ષણો આવી શકે છે. માતા-પિતા જ્યારે પણ જરૂર હોય ત્યારે બાળકોને ઝડપથી સાજા થવાનું આશ્વાસન આપીને અને તેમની સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવીને મદદ કરી શકે છે. તેઓ અન્ય મિત્રો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી તેમનો સંપર્ક કરાવીને તેમજ તેમને ઇનડોર પ્રવૃત્તિઓમાં સક્રિય રાખીને પણ મદદ કરી શકે છે.
રેણુકા બિર્ગોડિયા કોઓર્ડિનેટર, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ,યુનાઇટેડ વે મુંબઇસંદર્ભો 1. https://www.mohfw.gov.in/pdf/ProtocolforManagementofCovid19inthePaediatricAgeGroup.pdf- 2. https://thefederal.com/covid-19/no-basis-to-theory-that-third-wave-will-be-hard-on-teens-soumya-swaminathan/ 3. https://www.mohfw.gov.in/pdf/ProtocolforManagementofCovid19inthePaediatricAgeGroup.pdf- 4. https://www.cdc.gov/mis-c/ અને https://dghs.gov.in/WriteReadData/Orders/202106090336333932408DteGHSComprehensiveGuidelinesforManagementofCOVID-19inCHILDREN_9June2021.pdf 5. https://covid19commission.org/commpub/preparing-for-covid-19-part-iii-planning-protocols-and-policy-guidelines-for-paediatrics 6. https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/recommendations/adolescents.html 7. https://dghs.gov.in/WriteReadData/Orders/202106090336333932408DteGHSComprehensiveGuidelinesforManagementofCOVID-19inCHILDREN_9June2021.pdf 8. https://nimhans.ac.in/wp-content/uploads/2021/03/Taking-care-of-mental-health-of-children-and-Elderly-During-covid-19.pdf
First published:

Tags: Corona News, Corona Vaccine Safe Kids, Covid 19 and Kids, COVID-19, News in Gujarati, Sanjeevani