Home /News /lifestyle /

કોરોના કાળમાં ઓફિસે જતા લોકોએ આવી રીતે રહેવું સુરક્ષિત, આ ટિપ્સને અનુસરો

કોરોના કાળમાં ઓફિસે જતા લોકોએ આવી રીતે રહેવું સુરક્ષિત, આ ટિપ્સને અનુસરો

પ્રતિકાત્મક તસવીર

કોરોનાના કારણે કામના સ્થળે કર્મચારીઓની સંખ્યા અડધી કરી દેવામાં આવી છે. પરંતુ ઓફિસે જતા લોકોએ પણ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.

હેલ્થ ડેસ્કઃ દેશમાં કોરોના વાયરસનો (coronavirus) પ્રકોપ સતત વધી રહ્યો હોવાથી ચિંતાનો માહોલ છે. કોરોનાના વધતા કેસને લઈને દેશમાં અનેક સ્થળોએ લોકડાઉન (lockdown) લાદી દેવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે લોકો ઘરમાં પુરાયેલા છે. ફરજિયાત પણે માસ્ક પહેરી રહ્યા છે. સેનેટાઈઝરથી પોતાના હાથ વારંવાર સાફ કરે છે. મોટાભાગના લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવા માટે અલગ-અલગ આરોગ્યપ્રદ ખોરાકનું (Food) સેવન કરે છે. અલબત્ત, કેટલાક લોકો એવા છે જેઓને આ કપરી સ્થિતિમાં નોકરી ધંધે જવું પડે છે. કોરોનાના કારણે કામના સ્થળે કર્મચારીઓની સંખ્યા અડધી કરી દેવામાં આવી છે. પરંતુ ઓફિસે (Office) જતા લોકોએ પણ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો કોરોના કાળમાં ઓફિસે જતી વખતે તમારે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તે અંગે જાણકારી મેળવીએ.

ઓફીસ જનારા કર્મચારીઓએ આ સાવધાની રાખવી

બીમાર કર્મચારીએ ઓફીસ જવું નહીં
જો કોઈ કર્મચારીને શારીરિક બીમારીનું લક્ષણ જોવા મળે તો તેણે ઓફિસ જવું જોઈએ નહીં. બીમારીમાંથી સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા બાદ જ ઓફિસે જવું.

દરેક કર્મચારી પર નજર રાખવી
ઓફિસ જનારા દરેક કર્મચારી પર મેનેજર દ્વારા નજર રાખવામાં આવવી જોઈએ. ઓફિસમાં હજાર કર્મચારીઓ શરદી ખાંસીથી પીડિત હોય તો ચેતતા રહો. કર્મચારીને શ્વાસ લેવામાં તકલીફ પડે કે, ઉધરસની સમસ્યા થાય તો તેને તરત ઘરે મોકલી દેવા જોઈએ. કામના સ્થળે તે વ્યક્તિ જે જગ્યાએ બેસતો હોય તેને સારી રીતે સેનીટાઇઝ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

કર્મચારીઓમાં જાગૃતિ લાવવી
ઓફીસ મેનેજમેન્ટે તમામ સ્ટાફ અને કર્મચારીઓને સ્વચ્છતા અને શ્વાસથી સંબંધિત તમામ પ્રકારની બાબતો વિશે જાગૃત કરવા જોઈએ. તે માટે કર્મચારીઓને ઈ મેઈલ મોકલવા જોઈએ. કચેરીમાં પોસ્ટરો મુકવા જોઈએ અને કર્મચારીઓ ઓફિસમાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવાના છે? તેનું માર્ગદર્શન આપતા વિડીયો બતાવવા જોઈએ. ઓફિસમાં ટીશ્યુ પેપર, હેન્ડ સેનિટાઇઝર, ડિસ્પોઝેબલ વાઇપ્સ રાખવા જોઈએ. ફિંગર પ્રિન્ટ્સ સ્કેનરને દૂર કરવું જોઈએ.

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

બેઠક વ્યવસ્થામાં ફેરફાર
ઓફિસમાં કર્મચારીઓને એકબીજાથી લગભગ છ ફૂટના અંતરે બેસાડવા જોઈએ. જરૂર પડે તો જ કર્મચારીઓને એક સાથે ઓફિસે બોલાવવા. એક જ રૂમમાં કોઈ મોટી મીટીંગ ન ભરવી. મીટીંગ જેવા મોટા ભાગના કામ ફોન અથવા તો ઓનલાઈન વિડીયો કોલના માધ્યમથી કરી લેવા.

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

ઓફિસની સાફ-સફાઈ નિયમિત કરવી
ઓફિસમાં રહેલા કાઉન્ટર ટોપ, દરવાજાના હેન્ડલ, રિમોટ કંટ્રોલ, કંટ્રોલ પેનલ, ડેસ્ક, કોમ્પ્યુટર સ્ક્રીન, લેપટોપ અને લિફ્ટનું બટન સહિતની વસ્તુઓની નિયમિત સફાઈ થવી જોઈએ.

ઓફિસમાં કેવી રીતે સુરક્ષિત રહેશો?
ભીડભાડવાળી જગ્યાએથી દુર રહો. સહકર્મચારીઓ સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખીને વાતચીત કરો. ત્રિપલ લેયર માસ્ક અને મોજા ફરજિયાત પહેરો. સેનીટાઇઝરથી હાથને વારંવાર સાફ કરો. રેલિંગ, દરવાજાના હેન્ડલ, લિફ્ટના બટન અને પૈસાને અડકયા બાદ હાથને સાફ કરો. ઓફિસ પહોંચવા માટે પબ્લિક વાહનોનો ઉપયોગ કરવાનું ટાળો.

આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

લિફ્ટમાં આટલું ધ્યાન રાખો
લિફ્ટનો એક સાથે બે ચારથી વધુ લોકોએ ઉપયોગ ન કરવો. લિફ્ટ ભરેલી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો. ઓફિસમાં સીડીનો ઉપયોગ કરવો પણ હાથ રેલિંગ સાથે અડે નહીં તેનું ધ્યાન રાખો.

પોતાના ડેસ્કની સફાઈ કરો
કામના સ્થળે પોતાના ડેસ્કને હંમેશા સાફ રાખો. સેનેટાઈઝર, વાઈપ્સ અને ડિસઈન્ફેકટેન્ટ ટીશ્યુનો ઉપયોગ કરો. કામ શરૂ કરતા પહેલાં કીબોર્ડ, કોમ્પ્યુટર સ્ક્રીન, અને માઉસ જેવી વસ્તુઓની સફાઈ કરો.

બીમાર હોવ તો ઓફિસે ન જાવ
જો તમે શારીરિક રૂપથી બીમાર હોવાનો અનુભવ કરો તો ઓફિસે જવાનું ટાળજો. ઉધરસ- શરદી થાય તો માસ્ક ફરજિયાત પહેરો. ટીશ્યુનો ઉપયોગ કરો અને ઉપયોગ બાદ તેને ઢાંકણાવાળી કચરાપેટીમાં ફેંકી દો.કેન્ટીનને બદલે ઘરે બનાવેલો ખોરાક લો
કોરોના કાળમાં ઓફિસે જતા કર્મચારીઓએ કેન્ટીન અથવા તો ફૂડ કોર્ટની જગ્યાએ ઘરે બનાવેલું ખાવાનું ખાવું જોઈએ. શક્ય હોય તો ઘરના વાસણોનો જ ઉપયોગ કરો. સ્વચ્છતાનું ધ્યાન રાખો. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞની સલાહ લો.)
First published:

Tags: Coronavirus, COVID-19, Work from home

આગામી સમાચાર