Lockdownના કારણે ઘરમાં રહેવાથી પતિ-પત્ની વચ્ચેે વધી રહ્યા છે ઝઘડા!

Lockdownના કારણે ઘરમાં રહેવાથી પતિ-પત્ની વચ્ચેે વધી રહ્યા છે ઝઘડા!
પ્રતિકાત્મક તસવીર

વિશેષજ્ઞોએ ઘરેલુ ઝગડા અને હિંસા વધારે થવાની આશંકા વ્યક્ત કરી છે.

  • Share this:
    કોરોના વાયરસ સંક્રમણના કારણે દુનિયાના અનેક દશ લોકડાઉન છે. લોકડાઉનના કારણે લોકો ઘરેથી નથી નીકળી રહ્યા. આ સ્થિતિમાં લોકો એક-બીજા સાથે સારો ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. પરંતુ એક સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે, કોરોના વાયરસ સંક્રમણના કારણે સામાજિક ડિસ્ટન્સ અને સેલ્ફ આઈસોલેટના કારણે ઘરોમાં કેદ રહેવાથી ઘરેલુ હિંસાના મામલા પણ ઝડપથી વધી રહ્યા છે. વિશેષજ્ઞોએ ઘરેલુ ઝગડા અને હિંસા વધારે થવાની આશંકા વ્યક્ત કરી છે.

    વધી રહ્યા છે ઘરેલુ હિંસાના મામલા



    મહિલા સુરક્ષા એનએસડબલ્યૂએ કોવિડ-19ના પ્રકોપ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં 400 ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓને એક સર્વેક્ષણ માટે મોકલ્યા હતા. સર્વેક્ષણ દરમિયાન અત્યાર સુધીમાં 40 ટકા કાર્યકર્તાઓએ રિપોર્ટ સોંપ્યો કે, લોકો સંકટના સમયમાં સહાયતા માટે અપીલ કરી રહ્યા છે. જ્યારે 60 ટકાએ કહ્યું કે, ઘરમાં કેદ હોવાના કારણે ઘરેલુ હિંસાના મામલા જટિલ બની રહ્યા છે.

    આ મામલે પોલીસે કહી આ વાત

    વિક્ટોરિયા પોલીસનું માનીએ તો, ડિસેમ્બર 2019ના સમાપ્ત થયેલા વર્ષમાં, પોલીસે દર 6 મિનિટમાં ઘરેલુ હિંસાથી સંબંધિત કોલનો જવાબ આપ્યો છે. વિક્ટોરિયા પોલીસે પણ અનુમાન જાહેર કર્યું કે, આ મહામારી દરમિયાન પારિવારીક હિંસાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે.

    લોકોની જરૂરત પૂરી નથી થઈ રહી

    મહિલા સુરક્ષા એનએસડબલ્યૂના મુખ્ય કાર્યકારી અધિકારી હેડલી ફોસ્ટરે કહ્યું કે, તેનો મતલબ છે કે લોકોની જરૂરત પૂરી નથી થઈ રહી, અને લોકોને સેવાઓ સુધી પહોંચવામાં વાસ્તવિક પરેશાનીઓનો સામનો કરોવ પડી રહ્યો છે. જેના કારણે ઘરેલુ હિંસા અને ગાળો બોલવાના મામલામાં સળંગ વધારો થઈ રહ્યો છે. સામાજિક ભેદ અને આત્મ-અલગાવની આવશ્યકતાઓને દેખતા, કેટલીક સેવાઓ ઓનલાઈન અને ફોન પર ચાલુ કરવામાં આવી છે.
    Published by:News18 Gujarati
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ